તાજેતરમાં મે-જૂન 2023માં મૈગ્નિફિસેંટ જ્વેલ્સની હરાજીમાં નવો રેકોર્ડ નોંધાયો છે. ઈતિહાસમાં પહેલીવાર કોઈ હરાજીમાં બે ડાયમંડ વિક્રમજનક કિંમત ઊપજી છે. આ હરાજીએ ઘણા નવા માપદંડ સેટ કર્યા છે. હરાજીમાં બે ડાયમંડ 30 મિલિયન ડોલરથી વધુની કિંમતમાં વેચાયા છે.
મે અને જૂન 2023માં મેગ્નિફિસેંટ જ્વેલ્સની હરાજીનું આયોજન કરાયું હતું જેમાં કુલ 95.9 મિલિયન ડોલરની આવક થઈ હતી. ન્યૂયોર્કના સોથબીમાં આયોજિત આ હરાજીમાં અત્યાર સુધી યોજાયેલી તમામ હરાજી કરતા વધુ આવક થઈ છે. આ એક રેકોર્ડ છે.
જેમાં સૌથી પહેલાં અસામાન્ય દેખાતા એસ્ટ્રેલા ડે ફુરા 55.22 કેરેટનો મોઝામ્બિક રૂબી, જે મધ્ય પૂર્વના ખાનગી સંગ્રહકાર દ્વારા 34.8 મિલિયનમાં ખરીદવામાં આવ્યો હતો, જે રૂબી માટે એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. હરાજીમાં ભૂતકાળમાં ક્યારેય આટલી મોટી કિંમત કલર્ડ સ્ટોન માટે મળી નથી.
આ ઉપરાંત ધ એટરનલ પિંક ડાયમંડ પણ 34.8 મિલિયન ડોલરમાં વેચાયો છે. એક ફૅન્સી વિવિડ પર્પિલશ પિંક ડાયમંડ માટે આ નવો રેકોર્ડ છે. કલર ગ્રેડ માટે પ્રતિ કેરેટ 3,292,763 ડોલરની કિંમતનો આ વર્લ્ડ રેકોર્ડ છે.
આ વખતે સૌથેબીની હરાજીમાં અનેક નવા રેકોર્ડ થયા છે. સૌથેબીની 2015માં વિક્રમજનક કિંમતે વેચાયેલા સ્ટોન, ડાયમંડના રેકોર્ડ પણ તૂટી ગયા છે. વર્તમાન સમયમાં જ્વેલરીની હરાજીમાં સોથેબીએ કુલ 95.9 મિલિયન ડોલરનું વેચાણ કર્યું છે, જે મંદીના સમયમાં ખૂબ જ ઉત્સાહજનક છે. અત્યાર સુધીનો સૌથી વધુ આવક થઈ હોવાનો દાવો સોથેબી દ્વારા કરાયો છે. તેમાં બે જ્વેલરી જે 30 મિલિયન ડોલરથી વધુની કિંમતમાં વેચાયા તે તો વિક્રમજનક છે. જેમાં 4 પીસ 1 મિલિયન ડોલરથી વધુ કિંમતમાં વેચાયા છે અને ત્રીજા લોટમાં ઓનલાઈન વેચાયા હતા.
હરાજી બાદ મેગ્નિફિસન્ટ જ્વેલ્સ ન્યૂયોર્કના પ્રમુખ કેથરીન બકેટે કહ્યું કે, આ વિક્રમજનક વેચાણ એ વૈશ્વિક જ્વેલરી ઉદ્યોગના સર્વોચ્ચ સ્તર માટે ખૂબ જ સારા રહ્યાં છે. સૌથેબીએ માર્કેટ લીડર તરીકેની ભૂમિકા ભજવી છે. ઉત્કૃષ્ટ ઝવેરાતને હરાજીમાં અમે વેચાણ માટે લાવી શક્યા તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. હરાજીમાં અનેક ખાનગી જ્વેલરી સંગ્રહકારો દ્વારા પોતાના ઝવેરાત વેચાણ માટે મુકવામાં આવ્યા હતા, જેમાં ઉચ્ચ ગુણવત્તાના ડાયમંડ, બેસ્ટ કલર્ડ સ્ટોન અને સૌથી પ્રતિષ્ઠિત ઘરોમાંથી સિગ્નેચર કરાયેલી જ્વેલરીનો સમાવેશ થતો હતો. વિશ્વભરના ગ્રાહકોએ દુર્લભ અને અદ્દભૂત જ્વેલરી ખરીદવા ઉત્સુકતા દાખવી હતી. અમે ભવિષ્યમાં પણ બેસ્ટ જ્વેલરીની હરાજી કરવા માટે ઉત્સુક છે.
બે રેકોર્ડ બ્રેક કરનારા સ્ટોનના વેચાણ અંગે ટિપ્પણી કરતા સોથેબીઝ જ્વેલ્સ અમેરિકાના ક્વિગ બ્રુનિંગ અને EMEAના વડાએ કહ્યું કે આજે અમે એક નહીં પરંતુ અત્યાર સુધીના બેસ્ટ બે સ્ટોનના ઊંચી કિંમતે વેચાણના સાક્ષી બન્યા છે. જ્યારે મેં પહેલીવાર એસ્ટ્રેલા ડી ફુરા 55.22 કેરેટ જોયો ત્યારે જે લાગણી અનુભવી તે વર્ણવી શકાય તેમ નથી. પરંતુ સરળ ભાષામાં કહું તો હું તે ડાયમંડમાં ઓતપ્રોત થઈ ગયો હતો. તેનું અભૂતપૂર્વ કદ, રંગ અને પારદર્શિતા અને ક્લિયારિટી દુર્લભ છે. તે ખરેખર રેકોર્ડ બ્રેક કિંમત મેળવવાને લાયક છે. કારણ કે તે હવે વિશ્વના સૌથી સુપ્રસિદ્ધ સ્ટોનની હરોળમાં જોડાયો છે. ધ એટરનલ પિંક પણ કુદરતનું શ્રેષ્ઠ સર્જન છે. તેની કિંમત તે વાતની ખાતરી આપે છે કે આ ડાયમંડને માણવા જેવો છે.
એસ્ટ્રેલા ડી ફુરા 55.2 કેરેટના ડાયમંડે હરાજીમાં 34.8 મિલિયન ડોલરની કિંમત મેળવી છે. તે સૌથી મૂલ્યવાન કલર્ડ સ્ટોન તરીકે સ્થાન મેળવનાર હીરો બન્યો છે. આ અગાઉ સનરાઈઝ રૂબી 25.59 કેરેટનો બર્મીઝ સ્ટોન સોથેબીઝની જીનીવા ખાતે 2015ના મે મહિનામાં યોજાયેલી હરાજીમાં 30.3 મિલિયન ડોલરમાં વેચાયો હતો. કુદરતી અજાયબી તાજેતરમાં 2022ના જુલાઈમાં મોઝામ્બિકમાં ફ્યુરા જેમની રૂબી ખાણમાં મળી આવેલો અસાધારણ 101 કેરેટ રફમાંથી કાપવામાં આવ્યો હતો, જે વિશ્વના સૌથી મોટા રૂબી ડિપોઝીટમાંની એક છે. તે કુશળ રીતે ઘડવામાં આવ્યો છે. તે હરાજીમાં અત્યાર સુધીના સૌથી મોટા સ્ટોન રૂબી તરીકે ઉભરીને બહાર આવ્યું હતું. આ રૂબી અત્યંત દુર્લભ છે. માત્ર બે ઉદાહરણોએ હરાજીમાં 15 મિલિયન ડોલરના રેકોર્ડને તોડ્યો છે, જેના લીધે આ સ્ટોનનું મહત્ત્વ વધી ગયું છે.
ફ્યુરા જેમ્સના ફાઉન્ડર અને સીઈઓ દેવ શેટ્ટીએ કહ્યું કે ફ્યુરા જેમ્સની આ નોંધનીય સિદ્ધિ છે. માત્ર પાંચ વર્ષના ટૂંકા સમયગાળામાં અમારી કંપનીએ અસાધારણ ગ્રોથ નોંધાવ્યો છે. અમે હરાજીમાં વેચેલા કોઈપણ રૂબી અથવા કલર્ડ સ્ટોન માટે ગૌરવપ્રદ વિક્રમ સર્જ્યો છે. એસ્ટ્રેલા ડી ફ્યુરા 55.22 એ એક પેઢીની શોધ છે, જે ફ્યુરા મોઝામ્બિક રૂબિઝનું છેલ્લું પ્રતિનિધિત્વ છે. આ રૂબી એ ધરતીની અનોખી ભેટ છે અને તેના નવા માલિકો આવનારા ઘરણા વર્ષો સુધી એક વિશાળ વારસાનું વહન કરશે. આજની સિદ્ધિ માત્ર અમારી માન્યતાને જ સમર્થન આપતી નથી પણ ફ્યુરા જેમ્સ માટે એક નોંધપાત્ર સિદ્ધિ પણ સ્થાપિત કરે છે. મોઝામ્બિક રૂબીઝ માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે. તેમને તેમના બર્મીઝ સમકક્ષોના પ્રતિષ્ઠિત દરજ્જા સુધી પહોંચાડે છે.
ધ એટરનલ પિંક અત્યાર સુધીનો સૌથી આબેહૂબ ગુલાબી હીરો છે, જે પહેલીવાર બજારમાં આવ્યો છે. આ હીરો હરાજીમાં 34.8 મિલિયન ડોલરમાં વેચાયો છે, જેની 3,292,763 ડોલર પ્રતિ કેરેટની કિંમત ઊપજી છે. ફેન્સી પર્પ્લિશ પિંક ડાયમંડ માટેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.આ અગાઉ 2019માં 10.64 કેરેટનો ફેન્સી વિવિડ પર્પ્લિશ પિંક ડાયમંડ સૌથેબીની હોંગકોંગની હરાજીમાં 19.9 મિલિયન ડોલરમાં વેચાયો હતો. તેના કરતાં પણ વધુ ધ ઈટર્નલ પિંક માટે રકમ મળી છે. હવે ગુલાબી હીરા માટે કેરેટ દીઠ બીજા ક્રમની સૌથી વધુ કિંમત મળી છે, જે ઓક્ટોબર 2022માં સોથેબીના હોંગકોંગ ખાતે 57.5 મિલિયન ડોલરમાં વેચાયેલા વિલિયમસન પિંક સ્ટાર પછીના ક્રમે છે. કોઈ પણ હીરા અથવા સ્ટોન માટે કેરેટ દીઠ 5,178,124 ડોલર એ સૌથી ઊંચો વિક્રમ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM