સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 4th Loose Diamonds B2B Exhibition “CARATS – Surat Diamond Expo” નો તા. 16/06/2023ના રોજ સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેનશ સેન્ટર ખાતે ભવ્ય શુભારંભ થયો.
તા. 16 થી 18 જુન 2023ના આ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભમાં રાજકીય મહાનુભાવો, હીરાઉદ્યોગના દિગ્ગજો તેમજ દેશ અને વિદેશથી આવેલા આગેવાનો ઉપસ્થિત રહ્યાં. આ સમારોહના ઉદ્ધઘાટનમાં શ્રી પૂર્ણેશ મોદી (ધારાસભ્યશ્રી), શ્રી હેમાલીબેન બોઘાવાલા (મેયરશ્રી, સુરત), શ્રી નાનુભાઈ વેકરીયા (પ્રમુખશ્રી, સુરત ડાયમંડ એસોસીએશન), ડૉ. ચેતનકુમાર મહેતા (Vice President, IBJA Bangalore), Dr. Marlin Leake (DMCC, DUBAI), શ્રી પ્રમોદભાઈ ડુગર (સેક્રેટરીશ્રી, કલકત્તા જેમ એન્ડ જ્વેલર્સ વે. એસો.), શ્રી નાનુભાઈ વાનાણી (પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર), શ્રી હિતેશભાઈ મહેતા (પી. હિતેશ), શ્રી કેશુભાઈ ગોટી (ગ્લો સ્ટાર), શ્રી ઘનશ્યામભાઈ શંકર (શિવમ જ્વેલ્સ), શ્રી કિશોરભાઈ વિરાણી (કાર્પ ઈમ્પેક્સ), શ્રી કાનજીભાઈ ભાલાળા (પ્રમુખશ્રી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત), શ્રી વિપુલભાઈ ધામેલીયા (મોગલ લેસર ટેક્નોલૉજી) તેમજ સુરતની ઔદ્યોગિક સંસ્થાઓના અગ્રણી શ્રી દિનેશ નાવડીયા (Chairman, IDI), શ્રી હિમાંશુભાઈ બોડાવાલા (પ્રમુખશ્રી, ચેમ્બર્સ ઓફ કોમર્સ), શ્રી રમેશભાઈ વઘાસીયા (ઉપપ્રમુખશ્રી, ચેમ્બર્સ ઓફ કોમર્સ), શ્રી વિજય માંગુકીયા (Regional Chairman, GJEPC), શ્રી બાબુભાઈ વાઘાણી (પ્રમુખશ્રી, લેબગ્રોન ડાયમંડ એસોસીએશન), શ્રી જયંતી સાવલીયા (પ્રમુખશ્રી, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરીંગ એસોસીએશન) તેમજ સુરત ડાયમંડ એસોસીએશનના પૂર્વ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરતમાં ડાયમંડ તેમજ જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં થઈ રહેલા અવિરત વિકાસથી સમગ્ર દુનિયાની ભારત તરફ જોવાની દ્રષ્ટી બદલાઈ છે સાથે-સાથે સુરત શહેરે આખા વિશ્વમાં પોતાની એક અલગ છાપ ઊભી કરી છે.
ત્રિદિવસીય લૂઝ ડાયમંડ એક્ષ્પોમાં કુલ 125 જેટલા સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ જ્વેલરી, લેસર ટેક્નોલૉજી, મશીનરી ટેક્નોલૉજી, ડાયમંડ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કંપનીઓ, ડાયમંડ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ, લોજીસ્ટીક કંપનીઓનો સમાવેશ થાય છે.
આ એક્ઝિબિશનમાં ભારત તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં બાયર્સ આવશે તેવી અપેક્ષા છે. યુક્રેન-રશિયા યુદ્ધ, વૈશ્વિક મંદી વગેરેથી ઉપર આ એક્ઝિબિશન ખૂબ સફળ રહે અને ખૂબ મોટી સંખ્યામાં બાયર્સો આવે તેવી અપેક્ષા છે.
ડાયમંડ સિટી ન્યુઝપેપર સ્ટોલની મુલાકાતે આવેલ મહાનુભાવો
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM