ભારતના જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે સારા સમાચાર આવ્યા છે. ભારત સરકારે જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ઈ કોમર્સ નીતિઓ સરળ બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. જીજેઈપીસી દ્વારા કરાયેલી ભલામણો ભારત સરકારે સ્વીકારી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ (CBIC) એ કુરિયર મોડ દ્વારા જ્વેલરી નિકાસને સરળ બનાવવા માટે GJEPC ની ભલામણ સ્વીકારી લઈ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે જ્વેલરી નિકાસને પુનર્જીવિત કરવા, ઇ-કોમર્સ નીતિને સુવ્યવસ્થિત કરવા પગલાં જાહેર કર્યા છે. નિકાસકારો માટે જ્વેલરીની આઇટમ-સ્તરની ઓળખ સંબંધિત ચોક્કસ વધારાના ક્ષેત્રો ભરવાની જરૂરિયાતને દૂર કરી કુરિયર શિપિંગ બિલ-V ફાઇલિંગ માટે અમુક ફરજિયાત દસ્તાવેજ જોડાણો દૂર કરવામાં આવ્યા છે. વૈશ્વિક અને ડોમેસ્ટિક મંદીની સ્થિતિમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ ભારતની જેમ અને જ્વેલરી નિકાસમાં ઘટાડાની જાણ સરકારને કરી હતી. જેમાં એપ્રિલમાં 36% અને મે મહિનામાં 16% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ડાઉનવર્ડ ટ્રેન્ડનો સામનો કરવા માટે GJEPC એ ભારત સરકારને મૂલ્યવર્ધિત નિકાસના માધ્યમ તરીકે ઈ-કોમર્સને પ્રાધાન્ય આપવા અને સમર્થન આપવા વિનંતી કરી હતી.
CBIC એ 15મી જૂન, 2023ના રોજ નોટિફિકેશન નંબર 43/2023-કસ્ટમ્સ (N.T.) અને પરિપત્ર નં. 17/2023-કસ્ટમ્સ જાહેર કરી
નિકાસકારો માટે મોટી રાહત જાહેર કરી છે. નવી ગાઈડ લાઇન મુજબ નિકાસકારો માટે જ્વેલરીની આઇટમ-સ્તરની ઓળખ સંબંધિત ચોક્કસ વધારાની વિગતો ભરવાની જરૂરિયાતને દૂર કરી છે. કુરિયર શિપિંગ બિલ-V ફાઇલ કરતી વખતે ફરજિયાત એવા અમુક દસ્તાવેજ જોડાણો દૂર કરવામાં આવ્યા છે.
GJEPCનાં ચૅરમૅન વિપુલ શાહે જણાવ્યું હતું કે, “આ નિર્ણયની એક્સપોર્ટ વધારવા માટે પ્રતિકૂળ અસર થશે. CBICએ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરીને અને અવરોધો દૂર કરીને, નિકાસ વધારવા પ્રોત્સાહન આપ્યું છે. જ્વેલરી ઈ-કોમર્સ પરની નીતિને સરળ બનાવવા માટે ભારત સરકારે અમારી ભલામણોને સ્વીકારી છે, નિઃશંકપણે નિકાસકારોને ફાયદો થશે.દસ્તાવેજીકરણની આવશ્યકતાઓમાં ઘટાડો અને સરળ શિપિંગ બિલ વિગતો નિકાસ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવશે અને જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં ઈ-કોમર્સ નિકાસના વિકાસમાં ફાળો આપશે.”
30મી જૂને CBIC એ પરિપત્ર નં. 09/2022-કસ્ટમ દ્વારા કુરિયર મોડ થકી ઝવેરાતની ઈ-કોમર્સ નિકાસ માટે સરળ નિયમનકારી માળખું રજૂ કર્યું છે. ઉદ્યોગ આ રાહતોને આવકારે છે એમ વિપુલ શાહે કહ્યું હતું.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM