તાજેતરમાં હોંગકોંગ ખાતે યોજાયેલા જેમ એન્ડ જ્વેલરી જેમ એશિયા હોંગકોંગ 2023 એક્ઝિબિશનમાં જીજેઈપીસી દ્વારા આયોજિત ઈન્ડિયન પેવિલેયને મુલાકાતીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.
હોંગકોંગના હોંગકોંગ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (HKCEC) ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં GJEPC દ્વારા આયોજિત ઇન્ડિયા પેવેલિયમાં અદ્દભૂત જ્વેલરીઓનું કલેક્શન રજૂ કરાયું હતું જેમાં ભારતીય કારીગરોની ઉત્કૃષ્ટ બેનમૂન કલાકારીગરીનો નજારો જોઈ વિશ્વભરના મુલાકાતીઓ અભિભૂત થઈ ગયા હતા. ગઈ તા. 22 થી 25 જૂન દરમિયાન યોજાયેલા ચાર દિવસીય શોએ વિશ્વભરમાંથી મુલાકાતીઓને આકર્ષ્યા છે.
આ એક્ઝિબિશનમાં ભારતના જ્વેલર્સનો દબદબો રહ્યો હતો. એક્ઝિબિશનના ઈન્ડિયન પેવેલિયનમાં 31 બુથ પર 24 એક્ઝિબિટર્સ દ્વારા ભારતીય જ્વેલરીનું પ્રદર્શન કરાયું હતું. અહીં ગોલ્ડ, સિલ્વર જ્વેલરી તેમજ છૂટક હીરા અને કલર્ડ સ્ટોન સહિત ઉત્પાદનોની પ્રભાવશાળી કલેક્શન જોવા મળ્યું હતું.
જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે કહ્યું હતું કે, હોંગકોંગ શો ખાતેના ઈન્ડિયા પેવેલિયને ફરી એકવાર આપણા દેશની સુંદર જ્વેલરી માટે વૈશ્વિક હબ તરીકેની સ્થિતિને મજબૂત કરી છે. અમારા પ્રદર્શકો દ્વારા દર્શાવવામાં આવેલી પ્રતિભા અને કૌશલ્ય પર અમને અત્યંત ગર્વ છે. પ્રદર્શનમાં સુંદર ઝવેરાતના ટુકડાઓ સુંદર આભૂષણોની દુનિયામાં ભારતની નિપુણતા અને અમારા કારીગરોની કારીગરીનો પુરાવો છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM