મંદીના વાદળો વચ્ચે લક્ઝરી ચીજવસ્તુઓનું બજાર વિશ્વમાં ઝડપથી વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો હોવાના અહેવાલ આવ્યા છે. લક્ઝરી આઈટમ્સમાં વેચાણની દ્રષ્ટિએ વર્ષ 2022 રેકોર્ડ બ્રેક વર્ષ રહ્યું હતું અને નિષ્ણાતો આગામી વર્ષોમાં વધુ સેલ્સ ગ્રોથની આશા રાખી રહ્યાં છે. લક્ઝરી ગુડ્સ વર્લ્ડવાઈડ માર્કેટ સ્ટડી સ્પ્રિંગ 2023 મુજબ બેઈન એ્ન્ડ કંપની અને અલ્ટાગામ્મા દ્વારા હાથ ધરાયેલા એક સરવેમાં એવી માહિતી બહાર આવી છે કે પર્સનલ લક્ઝરી ગુડ્સ માર્કેટમાં 2023માં 5 થી 12 ટકાનો વધારાનો અંદાજ છે. તેનો અર્થ એ થયો કે લોકો વ્યક્તિગત જ્વેલરી, એસેસરીઝ તરફ વધુ ખર્ચ કરશે.
વર્ષ 2022માં પર્સનલ લક્ઝરી આઈટમ્સનું સેલ્સ 345 બિલિયન યુરો રહ્યું હતું, વર્ષ 2023માં આ આંકડો પાર થઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં લક્ઝરી આઈટમ્સ ઈન્ડસ્ટ્રી 2030 સુધીમાં 530 થી 570 બિલિયન યુરોનો આંકડો સ્પર્શ કરે તેવી ધારણા છે. જે 2020થી બમણા કરતા વધુ છે.
રિપોર્ટ દર્શાવે છે કે લક્ઝરી શોપિંગની પેટર્ન પ્રદેશો અનુસાર બદલાય છે. જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સના લોકો આર્થિક અનિશ્ચિતતાના લીધે વૈભવી ખર્ચામાં ઘટાડો કરી રહ્યાં છે. યુનાઈટેડ્ સ્ટેટસની લક્ઝરી આઈટમ્સની ઈન્ડસ્ટ્રી મંદીની સાક્ષી છે ત્યારે યુરોપ પ્રવાસન દ્વારા સંચાલિત વેચાણમાં વધારો અનુભવી રહ્યું છે. જોકે, 2023ના બીજા ક્વાર્ટરમાં યુરોપનું અર્થતંત્ર સ્થિરતા તરફ આગળ વધી પડકારોનો સામનો કરી રહ્યું છે જ્યારે યુએસ અને મધ્યપૂર્વીય પ્રવાસીઓમાં ઘટાડો સ્થાનિક લક્ઝરી શોપિંગને અસર તરે તેવી દહેશત પણ છે. તેનાથી ઉલટું હોંગકોંગ, મકાઉ અને દક્ષિણ પૂર્વ એશિયા જેવા સ્થળોએ ચીની પ્રવાસીઓને આકર્ષવા અને લક્ઝરી માર્કેટમાં વૃદ્ધિને આગળ લઈ જવા સાથે એશિયામાં ઘણા ફેરફાર થઈ રહ્યાં છે.
લક્ઝરી ગુડ્સ માર્કેટની કેટેગરીની વાત કરવામાં આવે તો વોચીસ અને જ્વેલરી અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. કસ્ટમર્સ આઈકોનિક અને લક્ઝરી પીસ પર ધ્યાન કેન્દ્રીત કરીને ઓછી પરંતુ સારી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. આઈકોનિક બેગ અને શૂઝનો ખર્ચ જળવાઈ રહ્યો છે, જ્યારે બ્યુટી પ્રોડક્ટ્સ જેમ કે ફ્રેગરન્સમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. રિપોર્ટમાં ટ્રાવેલ રિટેલના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કારણ કે આ ચેનલો ફરી લોકપ્રિયતા મેળવી રહી છે.
2023 અને તેનાથી આગળના ભવિષ્યને જોતાં લક્ઝરી માર્કેટ તેની વૃદ્ધિની ગતિ ચાલુ રાખવાની અપેક્ષા છે. પોઝિટિવ સ્થિતિમાં 2023માં વ્યક્તિગત લક્ઝરી ગુડ્સ માર્કેટમાં વેચાણ વૃદ્ધિ 9% અને 12%ની વચ્ચે રહેવાનો અંદાજ છે. જો કે, વધુ વાસ્તવિક દૃશ્ય ચીનમાં ધીમી રીકવરી અને બીજા પરિબળોના લીધે મંદીથી પ્રભાવિત બજારોમાં 5% થી 8% વૃદ્ધિ દર સૂચવે છે. 2030 સુધીમાં, બજાર €530-570 બિલિયનના મૂલ્ય સુધી પહોંચવાનું અનુમાન છે, જે નક્કર બજારના ફંડામેન્ટલ્સ દ્વારા સંચાલિત છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM