જાણીતી જ્વેલરી રિટેલર કંપની સેન્કો ગોલ્ડ લિમિટેડ આઈપીઓ બહાર પાડી રહી છે. માર્કેટમાંથી રૂપિયા 405 કરોડ ભેગા કરવાનો કંપનીનો ટાર્ગેટ છે. 4 જુલાઈના રોજ કંપની આઈપીઓ બહાર પાડ્યો, જે 6 જુલાઈના રોજ બંધ થશે.
આઈપીઓમાં 270 કરોડ સુધીના મૂલ્યના ઈક્વિટી શેરના નવા ઇશ્યુ અને SAIF પાર્ટનર્સ ઈન્ડિયા IV લિમિટેડ દ્વારા કુલ 135 કરોડ સુધીના ઈક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. મુખ્ય રોકાણકાર માટે બિડિંગ પિરિયડ 3 જુલાઈના રોજથી શરૂ થઈ ગયો હતો.
આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ 301 થી 317 પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારો ઓછામાં ઓછા 47 ઈક્વિટી શેર્સ અને ત્યાર બાદ 47ના ગુણાંકમાં બીડ કરી શકે છે.
સેન્કો ગોલ્ડ લિમિટેડ કંપની 196 કરોડના અંદાજીત વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પહોંચી વળવા માટે તાજેતરના ઈશ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. બાકીના ભંડોળનો કોર્પોરેટ હેતુમાં ઉપયોગ કરાશે.
ઈક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર લિસ્ટ કરવામાં આવનાર છે. ક્વોલિફાઈ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ ને એક સરખા પ્રમાણસર ધોરણે આઈપીઓના મહત્તમ 50 ટકા ફાળવવામાં આવશે.
કંપની અને SAIF પાર્ટનર્સ ઇન્ડિયા IV લિમિટેડના મુખ્ય રોકાણકારોને OIBનો 60 ટકા સુધીનો ભાગ ફાળવી શકે છે. બિનસંસ્થાકીય બીડર્સ પાસે વિવિધ ઍપ્લિકેશન માટે રિઝર્વેશનની સાથે ઓછામાં ઓછા 15 ટકા IPOનો એક્સેસ હશે. રિટેલ વ્યક્તિગત બિડર્સને ઓછામાં ઓછા 35 ટકા આઈપીઓ ઓફર કરવામાં આવશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM