યુરોપિયન દેશોમાં આર્થિક અનિશ્ચિતતા, સોનાના સતત વધતાં ભાવ વચ્ચે ગ્રાહકોનો ઝોક પ્લૅટિનમ જ્વેલરી તરફ વધ્યો છે, જેના પરિણામે ચાલુ નાણાંકીય વર્ષના પહેલાં ક્વાર્ટરમાં પ્લૅટિનમ જ્વેલરીના વેચાણમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી છે.
પ્લૅટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલ (PGI) દ્વારા પ્રકાશિત Q1 2023 માટે પ્લૅટિનમ જ્વેલરી બિઝનેસ રિવ્યુ (PJBR) અપડેટ અનુસાર, પ્લૅટિનમે ફરી એકવાર Q1 માં સ્થિર વૃદ્ધિ દર્શાવી છે. આગામી દિવસોમાં પણ રિટેલર્સ પોઝિટિવ ગ્રોથ ચાલુ રહે તેવી અપેક્ષા રાખી રહ્યાં છે. જો કે, 2023ના પહેલા ક્વાર્ટરમાં સોનાના ઊંચા ભાવની અસર હોવા છતાં, ભારતમાં જ્વેલરીનો વેપાર સારો રહ્યો છે અને આગામી આખાય વર્ષ માટે વેપારીઓ પોઝિટિવ છે. રિટેલર્સ પ્લૅટિનમ જેવી ઉચ્ચ માર્જિન કેટેગરીનો પ્રચાર કરીને દરેક સ્ટોરમાં વોક-ઇનને મહત્તમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
પ્લૅટિનમ જ્વેલરીના વેચાણે 2023 ના Q1 માં વાર્ષિક ધોરણે 20% ની સરેરાશ વૃદ્ધિ દર્શાવી હતી. કારણ કે વેલેન્ટાઈન દરમિયાન તેની માંગ વધી હતી. તે ઉપરાંત ઇન-સ્ટોર પ્રમોશન, ડિજિટલ આઉટરીચ કેમ્પેઈનનો ફાયદો થયો હતો, તે ઉપરાંત PGIના એજ્યુકેશન ટ્રેનિંગ શિબિરોથી ગ્રાહકો અને રિટેલર્સમાં વધેલા નોલેજનો પણ ફાયદો બજારને થયો છે. આ શિબિરોના લીધે સોનાના ઊંચા ભાવના લીધે અન્ય વિકલ્પ શોધતાં ગ્રાહકોને પ્લૅટિનમ પ્રત્યે આકર્ષવાની તક મળી હતી.
જ્વેલરી ઉદ્યોગે કેન્દ્રીય બજેટ 2023 પર મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો, કારણ કે પ્રોત્સાહનોની અપેક્ષાઓ અને સોના પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો ન હતો. સોનાના અસ્થિર ભાવને કારણે માર્ચમાં મંદી સાથે વેચાણમાં Q1માં મધ્યમ વૃદ્ધિ જોવા મળી હતી. પીજીઆઈએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન વેચાણને વધારવા માટે રિટેલરોએ બ્રાઈડલ જ્વેલરી અને લાઇટવેઈટ સ્ટડેડ જ્વેલરીનો સક્રિયપણે પ્રચાર કર્યો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM