ભારતના ધનવાનોની સંપત્તિમાં 121 ટકાનો વધારો થયો

દેશમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં અબજોપતિની સંખ્યા 166 થઈ છે. ઓક્સફેમ ઇન્ડિયાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

Aaj No Awaj Dr Sharad Gandhi Article Diamond City 404
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કોરોના, રશિયા યુક્રેન યુદ્ધ, આર્થિક અનિશ્ચિતતા જેવી પડકાર જનક પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં અમીર વધુ અમીર થયા છે અને ગરીબ વધુ ગરીબ થયો છે. તાજેતરમાં એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ રિપોર્ટ અનુસાર દેશના 21 અબજોપતિની સંપત્તિ દેશના 70 કરોડ લોકોની કુલ સંપત્તિ કરતા વધુ છે. અમીરી અને ગરીબી, દુનિયામાં વર્ષોથી જોવા મળી રહી છે. દુનિયાભરમાં સરકારના તમામ પ્રયાસ બાદ પણ ગરીબી દૂર નથી થઈ રહી. છેલ્લાં 3 વર્ષોમાં તો વિશ્વમાં ગરીબોની સંખ્યા વધી છે જ્યારે અમીરોની સંપત્તિ બેગણી થઈ ગઈ છે.

ઓક્સફેમે પોતાના એક રિપોર્ટમાં ગરીબી અને અમીરી વચ્ચેનાં અંતરને પ્રકાશિત કરતો અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં ગરીબો અને અમીરો વચ્ચેની આર્થિક સમાનતા વચ્ચે વધી રહેલી ખાઈ દર્શાવવામાં આવી છે.

આ રિપોર્ટ અનુસાર દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ જેમાં એલન મસ્ક, બર્નાડ અરનોલ્ટ, જેફ બેજોઝ, લેરી એલિસન અને માર્ક જુકરબર્ગે 2020 બાદથી પોતાની સંપત્તિમાં બેગણો વધારો કર્યો છે. આ સંપત્તિ વધીને 869 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળામાં દુનિયામાં 5 અરબ લોકો વધુ ગરીબ થઈ ગયાં છે.

દેશમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં અબજોપતિની સંખ્યા 166 થઈ છે. ઓક્સફેમ ઇન્ડિયાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ અનુસાર દેશના માત્ર 21 અબજપતિઓ પાસે દેશના 70 કરોડ લોકોની કુલ સંપત્તિ કરતા વધુ સંપત્તિ વધુ છે. રિપોર્ટ અનુસાર કોરોનાથી ગત વર્ષ સુધી ટોચના અબજોપતિઓએ દરરોજ 3,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ બનાવી છે.

ઓક્સફેમ ઇન્ડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોના પ્રકોપની શરૂઆતથી લઈને ગત વર્ષે નવેમ્બર 2022 સુધી આ અબજોપતિઓની સંપત્તિમાં દરરોજ 121 ટકાનો વધારો નોંધાયો છે.

જો આંકડાઓ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન આ 21 અબજોપતિઓએ દરરોજ 3,600 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવા ઘણા અહેવાલો પહેલા પણ સામે આવી ચૂક્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાના સમયગાળા દરમિયાન દેશના અમીર વધુ ને વધુ અમીર થતા ગયા. તેની સંપત્તિ રોકેટ ગતિએ વધી છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો અમીરો અને ગરીબોની વચ્ચેની આ આર્થિક અસમાનતા ચાલુ જ રહેશે તો આવનારાં 229 વર્ષો સુધી વિશ્વથી ગરીબી નાશ પામશે જ નહીં.

ઓક્સફેમની રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આગળ પણ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધવાની સંભાવના છે. આ સાથે જ આવનારાં 10 વર્ષ દુનિયાનાં પહેલા ખરબપતિ ઉદ્યોગપતિને સમર્પિત રહેશે.

52 દેશોમાં આશરે 80 કરોડ શ્રમિતોની એવરેજ વાસ્તવિક મજૂરીમાં ઘટાડો થયો છે. આ શ્રમિકોને છેલ્લાં 2 વર્ષોમાં સંયુક્તરૂપે 1.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે.

ઓક્સફેમે કહ્યું કે, લેટેસ્ટ જિની ઈન્ડેક્સ કે જે અસમાનતાનું માપન કરે છે તેના આંકડાઓથી જાણવા મળે છે કે વૈશ્વિક આવક અસમાનતાનાં મામલામાં દક્ષિણ આફ્રિકા દુનિયામાં સૌથી વધારે આર્થિક અસમાનતાવાળો દેશ છે.

રિપોર્ટ અનુસાર છેલ્લાં 3 વર્ષોમાં કોરોના મહામારી, રશિયા-યૂક્રેન યુદ્ધનાં પરિણામે વધેલી મોંઘવારીએ અરબો લોકોને ગરીબ બનાવ્યા છે. જ્યારે ગણ્યાં-ગાંઠ્યા અરબપતિઓની આવકમાં જબરદસ્ત વધારો થયો છે.

1 ટકા અમીરો પાસે 40% સંપત્તિ છે

ઓક્સફેમ ઇન્ડિયા અનુસાર 2012 થી 2021 સુધીમાં ભારતીય વસ્તીના 40 ટકા જેટલી સંપત્તિ માત્ર 1 ટકાને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે માત્ર 3 ટકા સંપત્તિ 50 ટકા વસ્તી પાસે ગઈ છે.

આ સાથે રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર અમીરો કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર વધુ ટેક્સ લાદી રહી છે. વર્ષ 2021-22માં 50% વસ્તી દ્વારા લગભગ 64% GST એકત્રિત કરવામાં આવ્યો છે. આ રકમ 14.83 લાખ કરોડ રૂપિયા છે.

ધનવાનો પર કર લાદવાની અપીલ

ઓક્સફેમનું ‘સર્વાઈવલ ઓફ ધ રીચેસ્ટ : ધ ઇન્ડિયા સ્ટોરી’ ટાઈટલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટના તારણો સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં શેર કરવામાં આવશે.

આ રિપોર્ટ મુજબ 2021 માં માત્ર 5 ટકા ભારતીયો પાસે દેશની કુલ સંપત્તિના 62 ટકાની માલિકી હતી, જ્યારે નીચેના 50 ટકા લોકો પાસે માત્ર ત્રણ ટકા સંપત્તિ હતી.

ઓક્સફેમ ઇન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું, ‘હવે સમય છે કે ટેક્સ વધારીને ધનિકો પાસેથી યોગ્ય હિસ્સો લેવાવો જોઈએ..’ તેમણે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને આગામી કેન્દ્રીય બજેટમાં વેલ્થ ટેક્સ ‘પ્રોગ્રેસિવ ટેક્સ પગલાં’ રજૂ કરવા જણાવ્યું હતું. અમલ કરવા અપીલ કરી છે.

દેશમાં અબજોપતિઓની સંખ્યા 166 પર પહોંચી

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની નેટવર્થમાં થયેલા વધારા પરથી દેશના અમીરોની સંપત્તિ કેવી રીતે વધી છે તેનો અંદાજ લગાવી શકાય છે.

ગત વર્ષ 2022માં ગૌતમ અદાણી વિશ્વના અન્ય ધનિક લોકોની સરખામણીમાં સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ હતા. લેટેસ્ટ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 2020માં કુલ અબજોપતિઓની સંખ્યા 102 હતી, પરંતુ 2022માં આ આંકડો વધીને 166 થઈ ગયો હતો.

100 શ્રીમંત લોકો 18 મહિના સુધી દેશનો ખર્ચ ઉઠાવી શકે છે

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ટોચના 100 અબજોપતિ એવા છે જે 18 મહિના સુધી આખા દેશનો ખર્ચ ઉઠાવવામાં સમર્થ છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો દેશના 100 સૌથી ધનિક લોકોની કુલ નેટવર્થ 660 બિલિયન ડોલર (રૂ. 54.12 લાખ કરોડ) પર પહોંચી ગઈ છે, જે દેશના લોકોના લગભગ 18 મહિનાના ખર્ચને પહોંચી શકે તેમ છે.

આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ભારતીયોની કુલ સંપત્તિ પર એક વખત માત્ર બે ટકા ટેક્સ લગાવવામાં આવે તો આગામી ત્રણ વર્ષ સુધી દેશમાં કુપોષિત લોકોના પોષણ માટે 40,423 કરોડ રૂપિયા એકઠા થઈ શકે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS