દેશ વિદેશમાં ફિલ્મી સેલિબ્રીટીના લગ્નોની ચર્ચામાં લોકોને ખૂબ રસ પડતો હોય છે. દુલ્હને કેવા ઘરેણાં પહેર્યા, વરરાજાની બારાત કેવી હતી? આ બધું જાણવાની ઉત્સુકતા રહેતી હોય છે. તાજેતરમાં જ બોલિવુડમાં એક લગ્ન યોજાઈ ગયા. ક્યૂટ કપલ સિદ્ધાર્થ અને કિયારા અડવાણી પરણી ગયા. આ લગ્નમાં કિયારા અડવાણીના સિમ્પલ પણ સુંદર લુક આકર્ષણનું કેન્દ્ર રહ્યું. પરીકથા સમાન કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન ની સાથોસાથ કિયારાએ વિવિધ પ્રસંગો પર પહેરેલા કપડા અને ઘરેણાંએ પણ સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડ થયા હતા.
ટિપીકલ જડાઉ અને કુંદન બ્રાઈડલ જ્વેલરીના બદલે કિયારા અડવાણીએ લગ્નના દિવસે ગુલાબી લહેંગા પર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરાયેલા ઝુમકા અને બંગડીઓ સાથે હીરા-પન્નાનો હાર પહેર્યો હતો. લીલા રંગના આ હારે ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. રિસ્પેશનમાં પણ કિયારાએ કંટેપરેરી ગાઉનની નેકલેસ સાથે જોડી બનાવી હતી. આ નેકલેશમાં પણ હીરા અને પન્ના જડવામાં આવ્યા હોવાથી તે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે કિયારાએ લગ્ન પ્રસંગમાં જે હીરા પન્નાના ઝવેરાત પહેર્યા તે બજારમાં ખૂબ જ ટ્રેન્ડ થવા લાગ્યા છે. કોરોના મહામારી બાદ હીરા-પન્નાના ઝવેરાતના માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પન્ના હંમેશાથી લોકોની પસંદનું રત્ન રહ્યું છે. રત્નોના વિશ્વમાં ત્રણ મોટા રત્નોમાં પન્નાની ગણતરી થાય છે. મન મોહી લેનારા લીલા રંગના લીધે પન્નાનું આકર્ષણ હંમેશાથી જળવાઈ રહ્યું છે. લીલો રંગ આ રત્નને અલગ ઓળખ અને ક્લાસ આપે છે. આ લીલા રત્નને ફેમસ સેલિબ્રિટીઓ ખૂબ જ પસંદ કરે છે.
જીજેઈપીસીના કલર્ડ જેમસ્ટોન પેનલના કોર્ડિનેટર મહેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, “પન્નાનું રત્ન દુલ્હનોની પહેલી પસંદ બન્યું છે. છેલ્લાં થોડા સમયથી પન્નાના જ્વેલરીનો ક્રેઝ વધ્યો છે તેના લીધે વિશ્વભરમાં પન્નાના માર્કેટમાં ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ઝામ્બિયન પન્નાની માંગ વધી છે. તેના અસામાન્ય આકારના લીધે તે વધુ ચલણમાં છે. અગ્રવાલ કહે છે કે ભારતમાં છેલ્લાં એકાદ-બે વર્ષમાં પન્નાની આયાતમાં પણ વધારો જોવા મળ્યો છે.”
ડાયમન્ટિના ફાઈન જ્વેલ્સે પણ છેલ્લાં બે ત્રણ વર્ષમાં પોતાની ઈન્વેન્ટરીમાં એમેરેલ્ડ જ્વેલરીનીમાં વધારો કર્યો છે. ગ્રાહકો તરફથી ગ્રીન સ્ટોનની જ્વેલરીની ડિમાન્ડ વધતાં કંપનીઓ હવે આ સ્ટોનનો સ્ટોક પણ કરતી થઈ છે એમ જણાવતા ડાયમેન્શીયા ફાઈન જ્વેલ્સના સીઈઓ અને ભાગીદાર યોગેશ બુલચંદાનીએ કહ્યું કે, ભારતીય ગ્રાહકો હવે પન્ના જડિત ઘરેણાં ખરીદવાનું પસંદ કરવા લાગ્યા છે. એક જમાનામાં દુલ્હનો સંગીત કે ડાયમન્ટિના ઓકેશન પર જ પન્ના પહેરવાનું પસંદ કરતી હતી પરંતુ હવે ચિત્ર બદલાયું છે. હવે દુલ્હનો લગ્નની વેદી પર બેઠી હોય, ફેરા ફરતી હોય અને હસ્તમેળાપ કરતી હોય તેવી મહત્ત્વની વિધિઓ દરમિયાન પણ પન્ના જડિત ઘરેણાં પહેરવાનું પસંદ કરતી થઈ છે. મારા એક મિત્રની પુત્રીએ ડિસેમ્બર 2021માં પોતાના લગ્નમાં પન્ના જડિત દાગીના પહેર્યા હતા.
બુલંચદાની વધુમાં ઉમેરે છે કે, “ગ્રાહકો પન્નાના માત્ર રત્નો પણ માંગે છે. તો કેટલાંક ગ્રાહકો પન્ના જડિત આભૂષણો માંગે છે. પરંતુ એ વાત નક્કી છે કે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં પન્ના ગ્રાહકોની પ્રાથમિકતા બન્યા છે. અમારી પાસે પન્નામાંથી બનેલા હુપ્સ છે જેની ભારે ડિમાન્ડ છે. તે સિવાય અમારી પાસે પન્નાના દાગીનાની એક મોટી શ્રેણી છે જેનું વેચાણ ખૂબ જ સારું છે. અમારી પાસે રૂપિયા 1 લાખ થી 70 લાખ સુધીના પન્ના જડિત દાગીનાનું કલેક્શન છે. પન્નામાંથી બનેલા હાથમાં પહેરવાના બેન્ડની કિંમત રૂપિયા 1 લાખ છે, જ્યારે નેકલેસની સરેરાશ કિંમત રૂપિયા 60 થી 75 લાખ સુધી હોય છે.”
120 વર્ષથી સોનાના દાગીનાના વેપાર સાથે સંકળાયેલા જ્વેલરી ડિઝાઈનર અને મેન્યુફેક્ચરર આનંદ રાણાવત કહે છે કે, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં બજારમાં જ્વેલરીમાં કલર્ડ સ્ટોનની ડિમાન્ડ વધતી જોવા મળી છે. લોકો હવે કલર્ડ સ્ટોન જડિત ઘરેણાં પહેરવાનું પસંદ કરતા થયા છે. પહેલાં જે લોકો માત્ર સિન્થેટીક સ્ટોન ખરીદતાં હતા તેઓ હવે કિંમતી કલર્ડ સ્ટોનને ઘરેણાં પર જડાવાનું વિચારવા માંડ્યા છે. મારી માતા પાસે પહેલાં ક્યારેય પન્ના નહોતા, પરંતુ તાજેતરમાં જ તેઓએ ઘણા બધા પન્ના જડેલા હોય તેવી બંગડીઓ ખરીદી છે.”
રાણાવત વધુમાં ઉમેરે છે કે, “પન્નાનું રતન ઘરેણાની ચમક વધારી દે છે. જાણે દાગીનામાં જીવ રેડાયો હોય તેવું લાગવા માંડે છે. લીલા રંગનો સ્ટોન એટલો સુંદર હોય છે કે તે આભૂષણના કોઈ પણ ટુકડાની શોભાને વધારી દે છે. તે એકસરખા દેખાતા હીરાની એકસરતાને તોડી છે. સફેદ ચમકતા હીરા વચ્ચે લીલો રંગ નિખરી ઊઠે છે.”
રાણાવત આ સાથે કહે છે કે, “પન્નાનું રત્ન ખરીદવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા દેશમાં કોલમ્બિયા, ઝામિબ્યિન અને રૂસી રત્નનું ચલણ વધારે છે. આ રત્નોમાં લીલો રંગ વધુ ગાઢો હોય છે. જો ઝાંખા લીલા રંગના પન્ના હોય તો તે ઝવેરાતની શોભામાં વધારો કરતો નથી. તેથી ઝાંખા લીલા રંગના પન્ના લેવાથી બચવું જોઈએ. બેરિલ ફેમિલીનું લીલા રંગનો સ્ટોન બહુમુખી છે તે કોઈ પણ જ્વેલરીની શોભા વધારવા માટે સક્ષમ છે.”
ઘાટીવાલા જ્વેલર્સના સીઈઓ અને ક્રિયેટીવ ડિરેક્ટર અભિષેક ઘાટીવાલા પન્નાના રત્નને ખૂબ જ પસંદ કરે છે. તેઓ કહે છે કે, “હું પન્નાના રત્નને પ્રેમ કરું છું. તેઓ પોલ્કી અને જડાઉ જ્વેલરીમાંપન્નાના રત્ને જડવાનું ખૂબ પસંદ કરે છે. હંમેશા તેઓ પન્ના જડિત દાગીનાની તરફેણમાં રહે છે.”
ઘાટીવાલા કહે છે કે, “રંગ એ જીવનનો સાર છે. મને પન્ના હંમેશા તેના ગાઢા લીલા રંગના લીધે પસંદ છે. પન્નાનો સ્ટોન કોઈ પણ બ્રાઈડલ આઉટફીટ સાથે સરળતાથી મેચ થઈ જાય છે. અમે વર્ષોથી અમારા દાગીનામાં ઝામ્બિયીન, કોલંબા અને પંજશીરના પન્નાનો ઉપયોગ કરીએ છીએ. પન્નાની વિવિધતાઓ વિશાળ છે. સારી ગુણવત્તા ધરાવતા હીરાની સરખામણીએ પન્ના ખૂબ જ મોંઘા હોય છે. વળી, બજારમાં કેટલાંક એવા પન્ના પણ મળે છે જે હીરાની સરખામણીએ સસ્તાઓ હોય છે.”
ઈન્ફ્લુએન્ઝર પ્રેરણા મખારિયાએ કહ્યું કે, “લગભગ 60 ટકા લોકો કિયારા અડવાણીએ પહેરેલા તેવા પન્ના અને હીરા જડિત દાગીના પહેરવાનું પસંદ કરે છે. મને પણ કિયારાનો બ્રાઈડલ લુક ખૂબ જ પસંદ પડ્યો. કિયારાએ કેટલી સરસ રીતે પોતાના લહેંગા સાથે પરંપરાગત પોલ્કી જ્વેલરી પહેરવાના ટ્રેન્ડને તોડી નાંખ્યો. મહિલાઓ કોઈ એક સરખા પરંપરાગત દાગીના પહેરતા રહે તે જરૂરી નથી. ટ્રેન્ડમાં પરિવર્તન થતું રહેવું જોઈએ. લગ્ન જેવા મહત્ત્વના પ્રસંગમાં પરંપરાગત જ્વેલરી પહેરવાના બદલે ડાયમંડ અને સ્ટોન જડેલા હોય તેવી ડિઝાઈનર જ્વેલરી પહેરી શકે છે. હા, જોકે, પન્ના એ મોટો પડકાર પણ છે. કારણ કે જે લોકો આ સ્ટોનને ઈન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિકોણથી ખરીદે છે તેઓએ તેની ગુણવત્તા અને રંગ વિશે સચેત રહેવું આવશ્યક છે.”
દરમિયાન રાણાવતે ફરી કહ્યું કે, “પન્નાના સ્ટોનને કિંમતી, મૂલ્યવાન વસ્તુની ખરીદીના સ્વરૂપમાં જોવી જોઈએ. પન્નાને તેની સુંદરતા માટે ખરીદવા જોઈએ. તેની સુંદરતાનો આનંદ માણવો જોઈએ. તેને ઈન્વેસ્ટમેન્ટ માટે ખરીદવું યોગ્ય નથી. આમ, કિયારા અડવાણીએ લગ્નમાં પન્ના જડિત દાગીના પહેરીને એક નવી ચર્ચાને જોર આપ્યું છે. શું નજીકના ભવિષ્યમાં બ્રાઈડલ જ્વેલરીમાં ડાયમંડ અને પોલ્કીનું સ્થાન પન્ના જડિત દાગીના લેશે તે તો સમય જ બતાવશે.”
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM