ફેશન આઇકોન અભિનેત્રી મલાઇકા અરોરાએ ગઈ તા. 30મી જુલાઇએ પૂણેના ઔંધમાં ITI રોડ ખાતે જ્વેલરી રિટેલ ચેઇન PNG જ્વેલર્સના એક્સપાન્ડ કરાયેલા સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. PNG જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સૌરભ ગાડગીલ અને પરાગ ગાડગીલ તેમજ PNG જ્વેલર્સ પરિવારના સભ્યોએ સ્ટોરના રિ લૉન્ચમાં હાજરી આપી હતી. આ નવા સ્ટોરનું કદ અગાઉના 2,500 સ્કે.ફૂટ કરતાં બમણું થયું છે.
નવા સ્ટોરની સાઈઝ 5,000 સ્કે.ફૂટ છે. આ નવો અત્યાધુનિક સ્ટોર PNG ના સિગ્નેચર ગોલ્ડ, સિલ્વર અને નેચરલ ડાયમંડ જ્વેલરીની વિશાળ શ્રેણી ઓફર કરે છે. PNGએ જણાવ્યું હતું કે ઔંધના શહેરી ઉપનગરમાં વ્યૂહાત્મક સ્થાન બ્રાન્ડને તેના વધતાં ડાયસ્પોરાને પહોંચી વળવા સક્ષમ બનાવશે.
ડૉ. સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે, હાલના ઔંધ સ્ટોરમાં છેલ્લી કેટલીક સિઝનમાં ખૂબ જ માંગ જોવા મળી રહી છે. ગ્રાહકોની ભીડ વધતા જગ્યા નાની પડતી હતી અને તેથી જ અમને સમજાયું કે અમે અમારા ગ્રાહકોને એક મોટા ફોર્મેટ સ્ટોર સાથે વધુ સારી રીતે સેવા આપી શકીશું જેમાં વધુ ઇન્વેન્ટરી, અસાધારણ નવી ડિઝાઈન અને તમામ ઉત્પાદન શ્રેણીઓમાં ઘણી બધી વિવિધતા સામેલ હોય. આથી જગ્યા બમણી કરતી વખતે હાલના સ્ટોરને રીનોવેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો! આ વિસ્તારમાં વધતા ડાયસ્પોરા ગુણવત્તા અને વારસાની સાથે સાથે વિશ્વાસપાત્રતા અને સારી ડિઝાઇનને પુરસ્કાર આપે છે.
મલાઈકા અરોરાએ કહ્યું, હું આજે અહીં આવીને ખૂબ જ ખુશ છું. PNG જ્વેલર્સના નવીનતમ શોરૂમના ભવ્ય ઉદ્દઘાટનની ઉજવણી કરી રહી છું અને પુણેમાં મારા ચાહકોને મળવાનો આનંદ અનુભવું છું. આ મહત્વપૂર્ણ પ્રસંગ મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે PNG જ્વેલર્સ વિશ્વાસ, પારદર્શિતા અને ગ્રાહક સંતોષ માટે અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલી બ્રાન્ડ તરીકે ઊભી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM