અભિનેત્રીએ બ્રેસલ્સ સ્પ્રાઉટ્સ સાથે હીરાની અંગુઠી ઓવનમાં મુકી દીધી

આ દ્રશ્ય જોયા બાદ શું થયું તે અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતો એક વીડિયો જૈકીએ રેકોર્ડ કર્યો હતો અને તે વીડિયો જૈકીએ ટિકટોક પર પોસ્ટ કર્યો હતો.

Actress put diamond ring in oven with Brussels sprouts
ફોટો : જેકી ગેન્સ્કી તેની બ્રૉઇલ કરેલી હીરાની વીંટીનું TikTok પોસ્ટ કરે છે. (સૌજન્ય: જેનિસ ગાન્સ્કી/ટિકટોક)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

જ્યારે જૈકી ગૈંસ્કી થેંક્સગિવિંગ ડે પર ઓવનમાં બ્રસેલ્સ સ્પ્રાઉટ્સનું એક પેન કાઢ્યું તો તે જોઈ તેણી ચોંકી ઉઠી હતી. તેણીએ જોયું કે વેજીટેબલ્સની વચ્ચે એક ડાયમંડ રિંગ છે. જે ઓવનમાં 415 ડિગ્રી સેલિસિયસ પર છેલ્લી 30 મિનિટમાં તપી રહી હતી.

29 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે, ડાયમંડના બેઝલ સેટ સાથેની સફેદ, સોના અને ભૂરા કુશન કટના પોખરાજના પત્થરથી બનેલી તે રીંગ હતી. જે તેણીને 16 વર્ષની ઉમરમાં તેની માતા નેન્સી ગૈંસ્કીએ આપી હતી. રસોઈ બનાવતી વખતે તે રિંગ તેની આંગળીમાંથી નીકળીને ટ્રે પર પડી ગઈ હતી.

આ દ્રશ્ય જોયા બાદ શું થયું તે અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતો એક વીડિયો જૈકીએ રેકોર્ડ કર્યો હતો અને તે વીડિયો જૈકીએ ટિકટોક પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને 2.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. તે થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયો હતો.

હું ચોંકી ગયો અને વિચાર્યું કે આ કેટલું રસપ્રદ છે, એમ બોલતાં જૈકી કહે છે, આવું પહેલાં ક્યારેય નહોતું બન્યું. હું સતત હસી રહી હતી. કેમ કે હું કલ્પના કરી રહી હતી કે આ રીંગ ફર્શ પર પડતે કે કોઈની થાળીમાં આવતે કે પછી કોઈએ તેને ખાવાનો પ્રયત્ન કર્યો હોત તો શું થયું હોત?

હું હંમેશા ટ્રેમાંથી ગરમ બ્રસેલ્સ ખાઉં છું અને તે તૈયાર છે કે નહીં તે જોવા માટે થોડા થોડા ચાખતી રહું છું. મેં લગભગ રિંગ પકડી લીધી હતી અને ગૂંગળામણ અનુભવી હતી. તેણી ઉમેરે છે. મારી મમ્મી ચોંકી ગઈ હતી, જ્યારે તેમણે જોયું કે રિંગ બ્રાઉન હતી અને તેના પર ક્રિસ્પી બર્ન હતી ત્યારે તે અવાચક થઈ ગઈ હતી. મને ખાતરી નહોતી કે રિંગ ક્યારેય સામાન્ય થશે કે નહીં.

જૈકી સામાન્ય રીતે રોજ અંગૂઠી પહેરે છે. તેણીએ કહ્યું કે ટ્રેમાં બળ્યા બાદ કેવી રીતે ભૂરા રંગની અંગૂઠીને તેણીએ ટ્રેમાંથી કાઢી અને પોતાની બહેન ડેનિયલ ગૈંસ્કીને બતાવી હતી. તે કહે છે મેં મારી બહેનને આટલા ડર અને ગભરાહટ સાથે હસતા ક્યારે જોઈ નહોતી. મારા પરિવારે મને કહ્યું મારે આ રિંગ ગાર્ડ લેવો જોઈએ.

તે વધુમાં કહે છે કે મારા કઝિન બ્રધર્સ આસપાસ હતા. તેઓએ વિચાર્યું કે હું તેમની સાથે મજાક કરી રહી છું. કારણ કે હું હંમેશા મજાક કરતી હોઉં છું. મારી બહેને પણ જ્યારે રિંગને સ્પર્શ કર્યો ત્યારે તેને ખબર પડી કે તે ખૂબ જ ગરમ છે.

આ ઘટના પછી જૈકીએ કહ્યું કે, કેવી રીતે તે રિંગ સામાન્ય થઈ. જૈકી કહે છે કે મને વિશ્વાસ નહોતો કે અંગુઠી સામાન્ય થઈ શકશે. કેટલાંક અઠવાડિયા સુધી તેને પહેર્યા પછી તે ફરી સામાન્ય થઈ ગઈ છે અને ફરી ચમકવા લાગી છે.

જૈકીએ વધુમાં કહ્યું કે કેવી રીતે તેણીએ ટિકટોક વીડિયો પર કોમેન્ટ બોક્સમાં લોકોએ રિંગને સાફ કરવાની સલાહ આપી. જૈકીએ તમામનો આભાર માન્યો હતો.

જૈકી કહે છે કે મને રસોઈ બનાવવાનું ખૂબ પસંદ છે. લગભગ રોજ હું બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ રાંધું છું. બની શકે છે કે મને ક્યારેક કોઈ દિવસ રસોઈ બનાવવાની આવડતના લીધે કોઈ પ્રપોઝ કરે. તે ખૂબ જ રોમાંટીક ક્ષણ બનશે. મારી માતા શેફ છે. તેણીએ મને રસોઈ બનાવતા શીખવ્યું છે. મને રસોઈઘરમાં રહેવાનું પસંદ છે. હું થેંકસગિવિંગ ડે પર કેટલાક વેજિટેબલ બનાવવામાં તેણીની મદદ કરી રહી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS