કોનું વ્યક્તિત્વ કેવું છે તે જાણવાના ઉપાયો શું ને તેના ફાયદાઓ શું?

આ લેખનો વિષય પુસ્તકો ભરાય તેટલો વિસ્તૃત છે. આપણે ગાગરમાં સાગર ભરવાનો છે, એટલે અત્યંત ઓછા શબ્દોનો ઉપયોગ કરીશું.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 416
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

પર્સનાલિટી ડેવલપમેન્ટ વિશે તો ખૂબ લખાય અને વંચાય છે પણ પર્સનાલિટી અવેરનેસ એટલે કે વ્યક્તિત્વની સભાનતા કે જાગૃતિ વિશે પ્રમાણમાં ઓછુ લખાયું અને વંચાયું છે પ્રશ્ન એ છે કે આપણે વ્યક્તિત્વની બાબતમાં જાગૃત શા માટે થવું જોઈએ? એ એટલા માટે કે આપણે આપણી જાતને તથા આપણી આસપાસના પ્રત્યક્ષ અને પરોક્ષ વ્યક્તિઓને સરળતાપૂર્વક સમજીને તેમની સાથે કુશળતાપૂર્વક વ્યવહાર કરી તથા પ્રભાવશાળી અને અસરકારક રૂપે સંવાદ કરી સુમેળભર્યા સંબંધો બાંધી શકીએ.

પરસ્પર વીન-વીન સીચુએશન ઊભી કરી, સુમધુર સહજીવન જીવી શકીએ. વળી, દરેકની પર્સનાલિટી જુદી છે તેમ સમજી સરખામણી કરવામાંથી બચીએ અને તેમની પર્સનાલિટી ટાઈપ ઓળખી તેમને તે મુજબ ખુશી આપી શકીએ. આટલી પૂર્વ ભૂમિકા પછી સમજીએ વિશ્વભરના જુદા-જુદા લેખકો, દાર્શનિકો, સંસ્કૃતિઓ, ગ્રંથો અને મનોવૈજ્ઞાનિકોએ પર્સનાલિટીના કેટકેટલા પ્રકારો દર્શાવ્યા છે.

સ્વિસ મનોવૈજ્ઞાનિક કાર્લ ગુસ્તાફ જુંગે વ્યક્તિત્વ, અવચેતન-મન અને માનવ માનસિકતાના કેટલાય મહત્તવપૂર્ણ સિદ્ધાંત વિકસિત કર્યા. તેમાં એક અંતર્મુખી અને બીજો બહિર્મુખી પ્રકાર જણાવ્યો.

અંતર્મુખી આંતરિક જગતના પોતાના વિચારો, ભાવનાઓ, અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઊંડાણભર્યા સંવાદ, એકાંત તેમને પસંદ છે. તેઓ આત્મનિરીક્ષણથી ઉર્જા પ્રાપ્ત કરે છે.

જ્યારે બહિર્મુખી બાહરી સામાજિક સંપર્ક અને બાહરી વાતચીતથી ઉર્જા મેળવે છે તે સિવાય જુંગે એ પણ જણાવ્યું કે આ બે પ્રકારોની અંદર તેઓ જુદા-જુદા માનસિક કાર્યોને પણ મહત્વ આપે છે જેના ચાર પ્રકાર છે : વિચારણા, ભાવના, સંવેદનશીલતા અને અંતર્પ્રેરણા. દરેક વ્યક્તિમાં આ ચાર તત્વોનું સંયોજન હોય છે. જુંગના અનુસાર વ્યક્તિત્વના બે પ્રકાર અને ચાર માનસિક તત્વોના સંયોજનથી વ્યક્તિઓ વચ્ચે વિભિન્નતાઓ ઉત્પન્ન થાય છે.

હવે સિગ્મંડ ફ્રોઈડની વાત કરીએ તો એ દરેક વ્યક્તિના મનને ત્રણ વિભાગમાં વહેંચે છે. Id, EGO, SUPEREGO. અહીં Ed એટલે કે ઈડ અસંગત ઈચ્છાઓનો સમૂહ છે. Superego એટલે કે મહાઅહંકાર જે કોઈ દાદા-પરદાદા જેવી આલોચાત્મક કે નૈતિક ભૂમિકા ભજવે છે, જ્યારે Ego એટલે કે અહંકાર, એ Ed અને Superego વચ્ચે મધ્યસ્થી કે સલાહકારનું કામ કરે છે. ટૂંકમાં Ed હઠીલું બાળક છે, જેની ઈચ્છાઓ બેફામ છે, Superego ઠાવકા દાદા છે, જે કંટ્રોલ કરે છે ને Ego સમજદાર પિતા છે જે બંને વચ્ચે સંતુલન જાળવીને મધ્યમાર્ગે કાઢે છે.

હવે વાત કરીએ જર્મનીના મનોવૈજ્ઞાનિક એરિક એરીક્સનની જેમણે સામાજિક મનોવિજ્ઞાન વ્યક્તિત્વ ઓળખ અને ઈતિહાસ, રાજનીતિ અને સંસ્કૃતિની સાથે મનોવિજ્ઞાનની આંતરક્રિયાઓ પર મનોસામાજિક દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો.

જેમણે મનોવૈજ્ઞાનિક વિકાસના આઠ ચરણ, માનવ વિકાસને આઠ ચરણમાં વર્ગીકૃત કર્યો, જેના પ્રત્યેક વિભાગમાં માણસ મનોવૈજ્ઞાનિક સંઘર્ષનો સામનો કરે છે. જેમાં છે 1. વિશ્વાસ vs અવિશ્વાસ 2. સ્વાયત્તતા શાસન vs લજજા અને સંદેહ 3. પહેલ કરવી vs અપરાધ બોધ 4. ઉદ્યોગશીલતા vs હીનતા 5. ઓળખ સમજવી vs પોતાના ભૂમિકા વિશે ભ્રમ 6. ઘનિષ્ઠતા vs એકલતા 7. ઉત્પાદનશીલતા vs ગતિરોધ 8. અખંડિતતા vs નિરાશા. આમાં પહેલો શબ્દ બહિર્મુખી અને બીજો શબ્દ અંતર્મુખી વ્યક્તિત્વનું પાસું દર્શાવે છે.

હવે વાત અમેરિકી મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક અબ્રાહમ માસ્લોએ આત્મસિદ્ધાંત આપી વ્યક્તિત્વ વર્ગીકરણ કરતા મનોચિકિત્સાની પદ્ધતિ તૈયાર કરી અને માણસ આ તબક્કે ક્યા સ્ટેજ કે વર્ગમાં છે તેની સમજ આપી તેના અનુસાર સંક્ષેપમાં જોઈએ તો માણસ સૌથી પહેલાં શારીરિક જરૂરીયાતના સ્ટેજમાં હોય છે પછી તેને સુરક્ષા જોઈએ છે, ત્યારબાદ સામાજિક સંબંધો, આદર (પ્રેમ) અને આત્મ-સાક્ષાત્કાર. આ સ્ટેજ જાણીને આપણે તેના ટાઈપને ઓળખી શકીએ છીએ ને તેને ખુશ કરી શકીએ છીએ.

સ્વિસ અમેરિકી મનોચિકિત્સક એલિઝાબેથ કુબલર-રોસ ઘાતક રૂપે બિમાર લોકોમાં ક્રાંતિકારી બદલાવ લાવવામાં મદદ કરનારી અને દર્દ નિયંત્રણ તથા મૃત્યુ પ્રત્યે દૃષ્ટિકોણના બદલાવવામાં મદદ કરનારી સ્ત્રી હતી, તેણે દુઃખી વ્યક્તિના દુઃખના પાંચ વિભાગ કર્યા, જે આ મુજબ હતા. દુઃખનો અસ્વીકાર, ક્રોધ, દુઃખ પ્રત્યે સોદેબાજી, ડીપ્રેશન અને દુઃખનો નકાર. તે આ વિશે ગંભીરતાથી અને ગહનતાથી જાણી લોકોને સુખ પહોંચાડવા મદદ કરતી.

જોન લુઈસ હોલેન્ડ એક અમેરિકી મનોવૈજ્ઞાનિક હતો, જે સમાજશાસ્ત્રનો પ્રોફેસર હતો, જેમણે વ્યાવસાયિક વ્યક્તિત્વ પ્રકાર વિશે વાત કરતા તેને છ વિભાગમાં વર્ગીકૃત કર્યા જે આ મુજબ છે. રીઅલીસ્ટીક-યથાર્થવાદી, ઈન્વેસ્ટીગેટીવ-અન્વેષક, સોશ્યલ-સામાજિક, એન્ટરપ્રેન્યોર-ઉદ્યમી, કોન્વેન્શનલ-પરંપરાગત.

હવે હાવર્ડ અર્લ ગાર્ડનરની વાત કરીએ જે યહુદી અપ્રવાસી હતા. તેમને બહુ-બુદ્ધિ નામક સિદ્ધાંત માટે લોકચાહના પ્રાપ્ત છે. આ મત ‘ફ્રેમ્સ ઓફ માઈન્ડ : ધ થિયરી ઓફ મલ્ટીપલ ઈંટેલિજંસ’ 1883માં લખાયેલ પુસ્તકમાં ઉલ્લેખિત છે. બહુ-બુદ્ધિમતા સિદ્ધાંતમાં ગાર્ડનરે આઠ પ્રકારની બુદ્ધિમત્તાનું વર્ગીકરણ કર્યું છે. જેમાં છે ભાષાઈ, તાર્કિક-ગાણિતિક, સંગીતજ્ઞ, શારીરિક હાલચાલ સંબંધિત ગતિવિધિ, સ્થાનિક વાતાવરણની અસર, વ્યક્તિગત અસર, આંતરિક અસર અને પ્રાકૃતિક અસર.

સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત આપે છે સ્વિસ મનોવૌજ્ઞાનિક માયર્સ બ્રિગ્સ ટાઈપ ઈન્ડિકેટર (Myers-Briggs Type Indicator-MBTI)

આ ૧૬ પ્રકારો અત્યંત સંક્ષેપમાં નીચે મુજબ છે :

અંતર્મુખીના પ્રકારો :

1. વ્યવહારુ, જવાબદાર અને વિશ્વાસપાત્ર.

2. કર્તવ્યપરાયણ, સંવેદનશીલ અને સમજદાર.

3. પ્રજ્ઞાવાન, વિચારશીલ અને ઉદાર.

4. પ્રજ્ઞાવાન, સ્વતંત્ર, નમ્ર અને નિર્ણાયક

બહિર્મુખીના પ્રકારો :

5. તાર્કિક, સમગ્ર પરિપ્રેક્ષ્ય અને મુશ્કેલીઓમાંથી ઉકેલ લાવનાર

6. અનુકૂલનશીલ, પ્રેક્ટિકલ અને નિષ્ઠાવાન.

7. કલ્પનાશીલ, આદર્શવાદી અને સહાનુભૂતિશીલ.

8. તર્કશીલ, વિચારક અને અન્વેષક.

9. અનુભવો અને નિરીક્ષણથી નિર્ણય લેનારા, સાહસિક અને વહેવારિક

10. ઉત્સાહી, મૈત્રીપૂર્ણ અને આનંદ, પ્રમોદ, ઉત્ત્સવ પસંદ કરનારા

11. સજાગ, પ્રેરણાદાયી અને સ્વતંત્રતાવાદી

12. સંશોધક, બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ

13. સંગઠિત, અમલકર્તા અને પરંપરાવાદી.

14. સહાનુભૂતિશીલ, મૈત્રીપૂર્ણ અને પરંપરાવાદી.

15. ઉપદેશક, ઉત્સાહી અને સહાનુભૂતિશીલ.

16. નેતૃત્વક્ષમ, લક્ષ્યવધક અને કાર્યકુશળ.

આગળ જોઈએ તો લ્યૂ ગોલ્ડબર્ગ દ્વારા ‘બિગ ફાઈવ પર્સનાલિટી ટેસ્ટ’ અથવા ‘ફાઈવ ફેક્ટર મોડલ’ શબ્દ કોઈન કરવામાં આવ્યા.

Big five Personality Traits બિગ ફાઈવ સિદ્ધાંત જેને OCEAN મોડલ કહેવામાં આવે છે, તે પાંચ લક્ષણો પર આધારિત છે.

1. Openness : ઓપનનેસ, અનુભવો પ્રત્યે ખુલ્લાપણું, રચનાત્મકતા અને જિજ્ઞાસાવૃત્તિ

2. Conscientiousness : કોન્શિયસનેસ, આત્મનિયંત્રણ, સંગઠનશક્તિ, વિશ્વસનિયતા

3. Extroversion : બહિર્મુખીતા, મિલનસારપણું, આત્મવિશ્વાસપણું, ઉત્સાહ અને સામાજિકતા

4. Agreeableness : સહમતિપૂર્ણતા, સહાનુભૂતિ, સમાનુભૂતિ, સહમતી, સહયોગ, સૌહાર્દ, દયાળુતા

5. Neuroticism : મનોવિક્ષુબ્ધતા, ભાવનાત્મક, અસ્થિરતા, ચિંતા અને ડિપ્રેશન

હવે ગાર્ડન ઓલપાર્ટની વાત. અમેરિકન મનોવૈજ્ઞાનિક જેણે દોષ લક્ષણ સિદ્ધાંત આપ્યો. કહ્યું,  ‘પ્રધાન લક્ષણ’ કે જે જીવનના મોટાભાગના પાસાંઓને પ્રભાવિત કરે છે તે. ‘મુખ્ય લક્ષણ’ કે જે સામાન્ય લક્ષણો હોય છે અને ‘ગૌણ લક્ષણ’ કે જે કોઈ સ્થિતિમાં વિશિષ્ટ બની જાય છે. અધરું નહિ?! ‘મુખ્ય લક્ષણ’ – દા.ત, અહિંસા જે મહાત્મા ગાંધીના જીવનને સમગ્રપણે પ્રભાવિત કરતું રહ્યું. ‘પ્રમુખ લક્ષણ’ એ કે જેમાં કોઈની નિષ્ઠા, વિશ્વસનીયતા, સહાનુભૂતિ, વફાદારી વગેરે આવે. અને ‘ગૌણ લક્ષણ’ દા.ત., કોઈમાં ચિંતાના લક્ષણ વધારે હોય. કોઈના અધીરતાના, કોઈમાં અસંતોષના એ રીતે…

ક્રમશ:… (વધુ આવતા અંકે…)

ગોલ્ડન કી

દરેક સાથે ભલમનસાઈપૂર્વક વર્તો કારણ કે અહીં દરેકે દરેક જિંદગીમાં પોતપોતાની કંઈ કેટલીયે લડાઈ લડી રહ્યો છે તેને મદદરૂપ ન થઈ શકો તો નડો તો નહીં?!

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS