DIAMOND CITY NEWS, SURAT
1. મહાકુંભ : ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહાપર્વ :
મહાકુંભ મેળો એ માત્ર ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રસંગ નથી, પણ તે શતાબ્દીઓથી ચાલતી આવી રહેલી ભારતીય સંસ્કૃતિની યાત્રાનો એક ઐતિહાસિક પડાવ છે, જેમાં પવિત્ર નદીઓ, કથાઓ, પુરાણો, અનુષ્ઠાનો, સંસ્કાર, અને માનવીય સંબંધોનું પવિત્ર મિશ્રણ છે. આ મહાયાત્રામાં પવિત્ર નદીઓ સાથે ધર્મના તત્વો ભળી રહે છે, જેમાં લાખો લોકો પોતાની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે જોડાય છે.
અનંત વર્ષોથી વહેતી આ યાત્રા મહાકુંભના આયોજનમાં પોતાની જ્વલંત છાપ છોડી જાય છે, જેમાં 12 વર્ષના લાંબા વિરામ બાદ ખાસ તિથિ, રાશિઓ અને નક્ષત્રોની ગોઠવણીમાં મેળાનો આયોજન થાય છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી લાખો લોકો આ મહામેળામાં ઉમટે છે, જેનાથી માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક સમરસતા અને માનવતાનું પ્રતીક પણ બને છે!
અનંત મહિમાનો અને વૈવિધ્યસભર આ મેળામાં અનેક પંથો, વિધાનો અને ધાર્મિક જ્ઞાનની મિશ્રણતાથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું વ્યાપક દર્શન થાય છે. નદીના કિનારા પર સંતો, સાધુઓ અને અનેક ધર્મગુરૂઓ સાથે આ મેળો માનવીને પોતાની પરંપરાની મૂળ ચેતનાથી જોડે છે.
સામૂહિક સંસ્કૃતિ અને પરંપરાનું પાલન કરવું અને તેને નવી ઊંચાઈઓએ પહોંચાડવું એ મહાકુંભનું અનોખું લક્ષણ છે. મહાકુંભ મેળો એ માત્ર એક ધાર્મિક મેળો નથી, તે આત્મ ખોજનો વિષય છે!
સાંસ્કૃતિક વારસો અને પ્રાચીન પરંપરાઓ સાથે ટેકનોલોજીના આધુનિક સમયનો સુંદર સમન્વય આ મહાકુંભમાં પ્રદર્શિત થયો. જે 2025ના પ્રયાગરાજ મહાકુંભને નવી ઊંચાઈઓ પર લઈ ગયો!
2. કુંભ મેળાનું આર્થિક અને ધાર્મિક મહત્ત્વ :
લગભગ 4,000 હેક્ટર વિસ્તારને આવરી લેતા મહાકુંભમાં આ લખાય છે ત્યાં સુધી 37 દિવસમાં 54 કરોડથી વધારે શ્રદ્ધાળુ ભક્તો પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે! જે આ દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સમાગમ બન્યું ગણાય! વિશ્વમાં સૈંકડો દેશોની આટલી તો જનસંખ્યા નથી!
આ ભાવિક ભક્તોનો ઊમટતો મહાસાગર એ દર્શાવે છે કે લોકોમાં સનાતન ધર્મ પ્રત્યે કેટલી આસ્થા છે, પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે કેટલું ગૌરવ છે!
ફરવા જનારાઓ માટે ત્યાં અડચણો અને સમસ્યાઓના ખડકલાઓનો પાર ન રહ્યો અને શ્રદ્ધાપૂર્વ યાત્રા કરનારને ત્યાં વિધ્નો ન નડ્યા! શાંતિ અને પરમ સંતોષનું સરનામું જડ્યું! ભક્તોને મન મહાકુંભમાં અનેક અજાયબી અને રહસ્યો હતાં, જેમનાથી તેઓ પરિચિત થયા!
અરે! જેઓ મહાકુંભ સુધી જઈ ન શક્યા તેમણે સૌએ એ પવિત્ર જળ ઘરે મંગાવ્યું, અને શાહી સ્નાન તથા અમૃત સ્નાન કે વિશેષ સ્નાનના દિવસોમાં પોતાના ઘરના પાણીમાં અમુક ટીપાં એ પવિત્ર જળ મેળવી પાવન સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કર્યું!
સનાતન ધર્મમાં માનનારાઓમાંથી દુર્ભાગ્યે જ કોઈ ઘર બચ્યું હશે જ્યાં મહાકુંભનું પાવન જળ નહિ પહોંચ્યું હોય ને લોકો એ સ્નાનથી વંચિત રહી ગયા હોય! એટલે આડકતરી રીતે જોઇએ તો સમગ્ર સનાતન સમાજે મહાકુંભમાં ડૂબકી લગાવી!
ઉત્તર પ્રદેશ સરકારના આર્થિક સલાહકારનો દાવો છે કે અંદાજીત 65 થી 70 કરોડ યાત્રીઓ સાથે મહાકુંભથી ઓછામાં ઓછા 2 લાખ કરોડ રૂપિયાની વધારે આવક શક્ય બનશે, મહાકુંભ પૂરો થતાં સુધીમાં…
3. કુંભ મેળાનું ધાર્મિક અને આધ્યાત્મિક સમાગમ :
13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને આધ્યાત્મિક સમાગમ મહાકુંભ 2025નું આયોજન થયું. 144 વર્ષોમાં પહેલીવાર આ અદ્દભુત સંયોગ બન્યો, જ્યારે મહાકુંભ અમૃત સ્નાનના શુભ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓએ ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીની ત્રિવેણીમાં પ્રયાગરાજ ખાતે પવિત્ર સ્નાન કર્યું. આગળ વર્ષ 2019માં અર્ધકુંભ અને વર્ષ 2013માં પૂર્ણકુંભનું આયોજન પ્રયાગરાજમાં થયું હતું.
કુંભ મેળાની પાછળ હિન્દુ ધર્મની પૌરાણિક કથા છે. આ પ્રમાણે સમુદ્રમંથન દરમિયાન દૈત્યો અને દેવતાઓ વચ્ચે અમૃત માટે વિવાદ થયો હતો. આ વિવાદ દરમિયાન અમૃતની કેટલીક બૂંદો પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન ખાતે પડી હતી. એ જ કારણ છે કે કુંભનું આયોજન ફક્ત આ ચાર સ્થળોએ થાય છે.
પૌરાણિક માન્યતા છે કે અમૃત ભરેલ કલશને સ્વર્ગ સુધી પહોંચવામાં 12 દિવસ લાગ્યા હતાં, અને દેવતાઓનો એક દિવસ પૃથ્વી પરના એક વર્ષને સમાન હોય છે, તેથી જ સંપૂર્ણ કુંભ દર 12 વર્ષે યોજાય છે. પ્રયાગરાજના સંગમ તટ પર મહાકુંભનું આયોજન થાય છે, કારણ કે ત્યાં ત્રિવેણિ સંગમ છે, હિન્દુ ધર્મમાં આ સંગમને અતિ પવિત્ર સ્થાન માનવામાં આવે છે.
કુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. શાહી સ્નાનને ‘રાજયોગ સ્નાન’ પણ કહેવામાં આવે છે. મહાકુંભ મેળો સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે. આ વર્ષે મહાકુંભમાં ત્રણ શાહી સ્નાનોનું આયોજન થયું. પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના રોજ, બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના પ્રસંગે અને ત્રીજું શાહી સ્નાન 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીએ યોજાયું.
માનવામાં આવે છે કે શાહી સ્નાનની શરૂઆત 14મીથી 16મી સદી વચ્ચે થઈ હતી. ત્યારે મોગલ શાસકો ભારતમાં પોતાનો પાયો મજબૂત બનાવી રહ્યાં હતાં. બંનેના ધર્મ અલગ હોવાથી સાધુઓ અને શાસકો વચ્ચે વિસંગતિના પ્રસંગો ઊભા થવા માંડ્યા.
આવા જ એક સંઘર્ષ બાદ બંને ધર્મના લોકો વચ્ચે બેઠક થઈ અને નક્કી કરવામાં આવ્યું કે બંને ધર્મના લોકો એકબીજાના ધાર્મિક કાર્યક્રમોમાં હસ્તક્ષેપ નહીં કરે. જોકે, આ ક્યારે બન્યું તે વિશે કોઈ મજબૂત પુરાવા ઉપલબ્ધ નથી.
આ ઘટના પછી સાધુઓને માન આપવાના હેતુસર કુંભ દરમિયાન તેમને ખાસ અનુભવ આપવાના પ્રયાસસર હાથી અને ઘોડાઓ પર બેસાડીને તેમની શોભાયાત્રાઓ કઢાવવા માંડી. સ્નાન વખતે સાધુઓનો ઠાઠમાઠ રાજાઓ જેવો હોય જેના કારણે તેમના સ્નાનને ‘શાહી સ્નાન’ કહેવામાં આવે છે, ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે.
શાહી સ્નાનમાં સૌપ્રથમ નાગા સાધુ (નગ્ન સાધુ) સ્નાન કરે છે. ત્યારબાદ મહામંડલેશ્વર અને અન્ય સાધુઓ સ્નાન કરે છે. શ્રદ્ધાળુઓ શાહી સ્નાન પછી પવિત્ર નદીમાં સ્નાન કરે છે.
આ આધુનિક દુનિયામાં, જ્યાં બધું તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, એવા કેટલાક જ પ્રસંગો છે, જ્યાં લાખો લોકો મહાન લક્ષ્યની શોધમાં એકતા સ્થાપે છે. મહાકુંભ મેળો જે 12 વર્ષના અંતરાલમાં ચાર વાર યોજાય છે, એ આ લક્ષ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
કુંભ મેળો વિશ્વનું સૌથી મોટું શાંતિપૂર્ણ સમ્મેલન છે, જેમાં લાખો-કરોડો તીર્થયાત્રીઓ તેમના પાપોમાંથી પ્રાયશ્ચિત કરવા અને આધ્યાત્મિક મુક્તિ મેળવવા માટે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. આ વિધિ ભૌતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સીમાઓને પાર કરી જાય છે.
4. હિન્દુ તહેવાર અને વિધિ પાછળ શાસ્ત્રોક્ત આધાર :
દરેક હિન્દુ તહેવાર અને વિધિ પાછળ શાસ્ત્રોક્ત આધાર હોય છે. તેમને ભક્તિ, ઉત્સાહ અને જુસ્સા સાથે ઉજવવામાં આવે છે, સાથે જ એના વૈજ્ઞાનિક, ઐતિહાસિક અને તત્ત્વજ્ઞાનિક કારણો હોય છે. આ બધા ગુણો મળીને કોઈ તહેવાર કે વિધિ કરવા પાછળનું કારણ પૂરું પાડે છે.
આ વિધિઓનો હેતુ એક વ્યક્તિને આધ્યાત્મિક માર્ગ પર લઈ જવાનો હોય એટલું જ નહિ પણ સંપૂર્ણ માનવતાને માનસિક સંતુલન, નવીનતા અને શાંતિની પ્રેરણા આપે છે.
5. મહાકુંભ મેળાના કેટલાક વૈજ્ઞાનિક તત્ત્વ આ પ્રમાણે છે :
મહાકુંભ મેળો એક એવો ઉત્સવ છે, જેમાં વિજ્ઞાન, જ્યોતિષ અને આધ્યાત્મિકતા એકસાથે સામેલ થાય છે. મહાકુંભની તારીખોની ગણતરી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાંથી મોટાભાગે ગ્રહોની સ્થિતિનો ઉપયોગ થાય છે.
જ્યારે બૃહસ્પતિ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સૂર્ય અને ચંદ્રના મકર રાશિમાં પ્રવેશ સાથે મેળ ખાય છે. આ પરિવર્તન પાણી અને હવામાં અસર કરે છે, જેના પરિણામે પ્રયાગરાજ શહેરમાં સંપૂર્ણ રીતે સકારાત્મક વાતાવરણ સર્જાય છે. ફક્ત આ પવિત્ર સ્થળ પર હોવું અને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવી તન-મનને આધ્યાત્મિક રીતે શુદ્ધ કરી શકે છે, જેનાથી શારીરિક અને માનસિક તણાવમાં ઘટાડો થાય છે.
- જ્યોતિષ : આ ઉત્સવ ત્યારે યોજાય છે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ વિશિષ્ટ સ્થિતિઓમાં હોય છે.
- નદીનું સંગમ : આ આયોજન નદીના સંગમ પર થાય છે, જ્યાં સૂર્ય ચક્રની વિશિષ્ટ અવધિઓમાં અનોખી શક્તિઓ કાર્યરત રહે છે.
- પાણી : માનવામાં આવે છે કે આ આયોજન જળમાર્ગોની ઊર્જા મંથન સાથે જોડાય છે, જે શરીર (72% પાણી)ને વિશેષ લાભ આપતું હોય છે.
6. કુંભ મેળાનું આર્થિક અને ધાર્મિક મહત્ત્વ :
લગભગ 4,000 હેક્ટર વિસ્તારને આવરી લેતા મહાકુંભમાં આ લખાય છે ત્યાં સુધી 37 દિવસમાં 54 કરોડથી વધારે શ્રદ્ધાળુ ભક્તો પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે! જે આ દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સમાગમ બન્યું ગણાય! વિશ્વમાં સૈંકડો દેશોની આટલી તો જનસંખ્યા નથી!
આ ભાવિક ભક્તોનો ઊમટતો મહાસાગર એ દર્શાવે છે કે લોકોમાં સનાતન ધર્મ પ્રત્યે કેટલી આસ્થા છે, પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે કેટલું ગૌરવ છે!
ફરવા જનારાઓ માટે ત્યાં અડચણો અને સમસ્યાઓના ખડકલાઓનો પાર ન રહ્યો અને શ્રદ્ધાપૂર્વ યાત્રા કરનારને ત્યાં વિધ્નો ન નડ્યા! શાંતિ અને પરમ સંતોષનું સરનામું જડ્યું! ભક્તોને મન મહાકુંભમાં અનેક અજાયબી અને રહસ્યો હતાં, જેમનાથી તેઓ પરિચિત થયા!
અરે! જેઓ મહાકુંભ સુધી જઈ ન શક્યા તેમણે સૌએ એ પવિત્ર જળ ઘરે મંગાવ્યું, અને શાહી સ્નાન તથા અમૃત સ્નાન કે વિશેષ સ્નાના દિવસોમાં પોતાના ઘરના પાણીમાં અમુક ટીપાં એ પવિત્ર જળ મેળવી પાવન સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કર્યું!
સનાતન ધર્મના માનનારાઓમાંથી દુર્ભાગ્યે જ કોઈ ઘર બચ્યું હશે જ્યાં મહાકુંભનું પાવન જળ નહિ પહોંચ્યું હોય ને લોકો એ સ્નાનથી વંચિત રહી ગયા હોય! એટલે આડકતરી રીતે જોઇએ તો સમગ્ર સનાતન સમાજે મહાકુંભમાં ડૂબકી લગાવી!
ઉત્તર પ્રદેશ સરકારના આર્થિક સલાહકારનો દાવો છે કે અંદાજિત 65થી 70 કરોડ યાત્રીઓ સાથે મહાકુંભથી ઓછામાં ઓછા 2 લાખ કરોડ રૂપિયાની વધારે આવક શક્ય બનશે, મહાકુંભ પૂરો થતાં સુધીમાં…
7. ઇતિહાસ : કુંભ મેળાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે :
કુંભ મેળાનો પ્રારંભિક ઉલ્લેખ મૌર્ય અને ગુપ્ત યુગ (ચોથી સદી ઈસવી પૂર્વથી છઠ્ઠી સદી ઈસવી)માં મળે છે. પ્રારંભિક મેળાઓ, જો કે વર્તમાન કુંભ મેળા જેટલા વિશાળ નહોતા, પરંતુ ભારતીય ઉપખંડના બધા ભાગોમાંથી તીર્થયાત્રીઓને આકર્ષતા હતા. હિંદુ ધર્મના ઉદય સાથે મેળાનું મહત્ત્વ વધ્યું અને ગુપ્ત સમ્રાટો દ્વારા તેને એક પ્રતિષ્ઠિત ધાર્મિક તહેવારનું સ્થાન મળ્યું.
મધ્યકાળ દરમિયાન કુંભ મેળાને ચૌલ અને વિજયનગર સામ્રાજ્યો જેવા શાહી રાજવંશોના સમર્થન મળ્યું હતું. 19મી સદીમાં બ્રિટિશ શાસકો જેમ્સ પ્રિન્સેપ જેવા લોકો દ્વારા કુંભ મેળાનું દસ્તાવેજીકરણ થયું, જેમાં અનુષ્ઠાનિક વિધિઓ, વિશાળ સભાઓ અને સામાજિક-ધાર્મિક ગતિશીલતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ પુરાવાઓએ કાળક્રમે કુંભના વિકાસ અને તેના સ્થાયીત્વ વિશે જરુરી માહિતી આપી.
સ્વતંત્રતા પછી મહાકુંભનું મહત્ત્વ વધ્યું અને તે રાષ્ટ્રીય એકતા અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતું થયું. 2017માં યુનેસ્કોએ કુંભ મેળાને માનવજાતની અમૂર્ત સાંસ્કૃતિક સંપત્તિ તરીકે માન્યતા આપી. આ કુંભ મેળા આધુનિકતા સામે પરંપરાગત જીવનશૈલીના અસ્તિત્વ અને અનુકૂલનનું જીવંત પ્રતીક છે.
8. વિવિધતામાં એકતા :
મહાકુંભ અનેક જાતિઓ, પંથો, સંપ્રદાયો અને જીવનના વિવિધ ક્ષેત્રોના લાખો-કરોડો લોકોને એકસાથે લાવે છે, જે સામાજિક સદ્ભાવના અને સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહિત કરે છે. 2025નો મહાકુંભ માત્ર એક મેળો જ નથી; તે આત્માને ઓળખવાની યાત્રા છે.
અનુષ્ઠાનો અને પ્રતીકાત્મક વિધિઓથી આગળ જઈને તે તીર્થયાત્રીઓને આંતરિત વિચાર ગોષ્ઠિ અને પવિત્રતા સાથેના પોતાના સંબંધને ઊંડો બનાવવાનો અવસર આપે છે. આધુનિક જીવનની પડકારજનક દુનિયામાં, મહાકુંભ એકતા, પવિત્રતા અને જ્ઞાનના પ્રતીક તરીકે ઉભરતો આવે છે. આ શાશ્વત યાત્રા એક જિંદગીભરની યાદગીરી છે!
ગોલ્ડન કી
વિવસ્તુતઃ આ મહાકુંભના આ મહાપર્વ દ્વારા
ભારતીય સંસ્કૃતિની “વસુધૈવ કુટુંબકમ”
જેવી વિશાળ વિચારોની અખંડિત શક્તિ પ્રદર્શિત થાય છે,
જેમાં આખી દુનિયાને એક કુટુંબ માનવામાં આવે છે!
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel