Agreement between CIBJO and the UKs Standards Agency
CIBJOના ગેટેનો કેવેલેરી સાથે BAOના ડગ હેનરી (ડાબે).
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આંતરરાષ્ટ્રીય સ્તરે જ્વેલરીનું સર્ટીફિકેશન કરતી સંસ્થા વર્લ્ડ જ્વેલરી કન્ફેડેરશન (CIBJO) અને બર્મિંગહામ એસે ઓફિસ (BAO) વચ્ચે નવી ભાગીદારી થઈ છે, જે અંતર્ગત ઈન્ટરનેશનલ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની પ્રગતિના હેતુથી બંને સંસ્થાઓ વચ્ચે ટેક્નોલૉજીના આદાનપ્રદાન માટે એક સુવ્યવસ્થિત માળખું બનાવવામાં આવશે. 23 જૂન 2023ના રોજ બર્મિંગહામમાં સીબ્જોના પ્રમુખ ગેટાનો કેવેલેરી અને બર્મિંગહામ એસે ઓફિસના સીઈઓ એસે માસ્ટર ડગ હેનરી દ્વારા આ કરાર પર સહી કરવામાં આવી હતી.

ગ્રાહકના અધિકારોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરતી આ સંસ્થાઓ માહિતીના આદાનપ્રદાન, સંયુક્તપણે નવા સંશોધન, ટેક્નોલૉજીની મદદ તેમજ બેસ્ટ નિયમો અને પરંપરાઓને પ્રોત્સાહન આપી સ્ટાન્ડર્ડ્સ જાળવી રાખવા માટે આ કરાર કરાયા છે. જે ઉદ્યોગને એક નવા સીમાચિહ્નો સર કરવા માટે પ્રેરણા આપે છે.

ડો. કેવેલેરીએ કહ્યું કે, “આ કરાર અમારી સંસ્થાઓની સાથે સાથે સમગ્ર વિશ્વના જ્વેલરી ઉદ્યોગ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ઇન્ડસ્ટ્રીને એક કદમ આગળ લઈ જવામાં આ કરાર મહત્ત્વની ભૂમિકા ભજવશે. અમે અમારા સામુહિક જ્ઞાનને વધારવા, નવીનતા લાવવા અને ઇન્ડ્સ્ટ્રીના સ્ટાન્ડર્ડ્સને આગળ વધારવા માટે BAO સાથે મળીને કામ કરવા ઉત્સાહિત છે.”

આ પ્રસંગે હેનરીએ કહ્યું કે, “સીબ્જો સાથેનો આ કરાર અમારા હેતુ અને પસંદને નેચરલી આગળ લઈ જાય છે. ગ્રાહકોના અધિકારોની સુરક્ષા અને અમારા ઉદ્યોગની એકતા જાળવવા માટે સાથે મળીને કામ કરવું આવશ્યક છે. અમે આ નવા સફરની શરૂઆતમાં ખૂબ જ રોમાંચિત છે.”

આ મિટીંગ દરમિયાન ડો. કેવેલેરી અને હેનરીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલેન્ટની વહેંચણીને લઈ પણ ચર્ચા કરી હતી. ગ્રાહકોના નોલેજમાં વધારો કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવાના મુદ્દે તેઓએ ગહન ચર્ચા કરી હતી, જેથી ઉદ્યોગમાંથી છેતરપિંડીને નાબૂદ કરી શકાય. બંને નિષ્ણાતોએ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. મિટીંગમાં હોલમાર્કિંગ, ટેસ્ટીંગ, સર્ટીફિકેશનમાં નવી ટેક્નોલૉજીની ભૂમિકા તેમજ ડિજીટલ સોલ્યુશન્સને અપનાવા અંગે જાણકારી આપી હતી.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH