હીરાની ખાણમાં મજૂરના મોત મામલે ઈક્વીપમેન્ટ કંપની પર આરોપ

ખાણમાં કામ કરતા તેના એક કર્મચારીના મૃત્યુ અંગે એસોન, આલ્બર્ટામાં સ્થિત એસએમએસ ઈક્વિપમેન્ટ ઈન્ક સામે સાત આરોપો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

Allegation against equipment company in case of death of labourer in diamond mine
સૌજન્ય : માઉન્ટેન પ્રોવિન્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ભારે ઈક્વીપમેન્ટની સપ્લાય કરતી એક કંપની પર સ્વાસ્થય સંબંધી આરોપ લગાવવામાં આવ્યા છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં કેનેડામાં ગહચો ક્યુ હીરાની ખાણમાં એક મજૂરના મોત પછી સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનનો બીજો કેસ સામે આવ્યો છે.

વર્કર્સ સેફ્ટી એન્ડ કમ્પેન્સેશન કમિશન (ડબ્લ્યુએસસીસી) એ ખાણમાં કામ કરતા તેના એક કર્મચારીના મૃત્યુ અંગે એસોન, આલ્બર્ટામાં સ્થિત એસએમએસ ઈક્વિપમેન્ટ ઈન્ક સામે સાત આરોપો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ આરોપોમાં એવો આક્ષેપ કરાયો છે કે કંપની ખાણમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવામાં નિષ્ફળ રહી છે. ખાણમાં સ્ટાફ જોખમમાં મુકાય તેવા સંજોગો હતા.

એક અખબારી યાદીમાં ડબ્લ્યુએસસીસીએ કહ્યું કે, કંપની તેમના કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતી તેમજ અન્ય અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક વ્યાજબી પગલાં લેવામાં નિષ્ફળ ગયું છે. આ ખાણ નોર્થ વેસ્ટ ટેરિટરીઝમાં 2016માં ખોલવામાં આવી હતી અને તેની સંયુક્ત માલિકી ડી બિયર્સ (51 ટકા) અને માઉન્ટેન પ્રોવિન્સ (49) ટકા છે.

એસએમેસ જે ખામકામ, બાંધકામ, રસ્તાના મેઈન્ટેનન્સ અને વનીકરણ ક્ષેત્રો માટે સાધનસામગ્રી અને સહાય પુરી પાડે છે તે 24 ઓક્ટોબર યેલોનાઈફમાં કોર્ટની પહેલી મુદ્દત પર હાજરી આપશે.

ડી બિયર્સે કહ્યું અમને એ વાતની પૃષ્ટિ કરતા દુઃખ થાય છે કે કોન્ટ્રાક્ટર પાર્ટનર કંપનીના એક કર્મચારીએ ગુરુવારે તા. 1 સપ્ટેમ્બરના રોજ ગાછો કુએ માઈન ખાતે બનેલી ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે બન્યું તેની આસપાસના સંજોગો જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ખાણ પરના તમામ બિનઆવશ્યક કામ સ્થગિત કરવામાં આવ્યા છે.

ડી બિયર્સ ગ્રુપ અને માઉન્ટેન પ્રોવિન્સ ડાયમંડ્સના ભાગીદારો માટે આ એક અત્યંત દુઃખદ ઘટના છે. મૃત વ્યક્તિના શોકગ્રસ્ત પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS