Allegedly, top jewellery brands still use Russian diamonds
ફોટો : કાર્ટીયર વોચ
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદથી યુરોપિયન દેશો સહિત વિશ્વના અનેક દેશોએ રશિયા સાથે વ્યાપારિક સંબંધો ઓછા કરી દીધા છે. અમેરિકાએ રશિયાની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકી દીધો છે. જી-7 દેશોનું સંગઠન રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકવા પ્રયાસ કરી રહી છે, ત્યારે હજુ પણ કેટલાંક ઉદ્યોગકારો અને લક્ઝરી બ્રાન્ડ્સ રશિયન ડાયમંડનો ઉપયોગ જ્વેલરી મેકિંગમાં કરતી હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે.

યુક્રેન સ્થિત કીવ ઈન્ડિપેન્ડેન્ટની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે વિશ્વની મોટી લક્ઝરી બ્રાન્ડ્સ હજુ પણ રશિયન ડાયમંડ ખરીદી રહી છે. આ લક્ઝરી બ્રાન્ડ્સ જાહેરમાં રશિયન ડાયમંડ ન ખરીદતી હોવાના દાવા કરે છે, પરંતુ હકીકત અલગ હોવાનો આક્ષેપ કીવ ઈન્ડિપેડન્ટ કરી રહ્યું છે.

કીવ ઈન્ડિરપેન્ડન્ટના રિપોર્ટમાં એવો આક્ષેપ કરાયો છે કે નિયમિતપણે રશિયન માઈન અલરોસામાંથી કાઢવામાં આવેલી રફ અન્ય ખાણના રફ હીરાના પાર્સલોમાં મિક્સ કરવામાં આવે છે, જે દુબઈ લોન્ડ્રામેટ તરીકે ટ્રેડમાં ઓળખાય છે.

ટિફની અને કાર્ટિયર જેવી ટોચની જ્વેલરી બ્રાન્ડના ગ્રાહકોને જરાય ખબર હોતી નથી કે તેઓ આ કંપનીઓમાંથી જ્વેલરી ખરીદી યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યાં છે .

ઉદ્યોગના આંતરિક સૂત્રોએ વેબસાઈટને જણાવ્યું હતું કે, બ્રાન્ડ્સ એવું ખાતરીપૂર્વક કહી શકતી નથી કે તેમની જ્વેલરીમાં રશિયન ડાયમંડનો ઉપયોગ કરાયો નથી.

કીવ ઈન્ડિપેન્ડેન્ટ કહે છે કે દુબઈએ રિટેલર્સ માટે એન્ટ્રી ગેટ છે, જે રશિયન ડાયમંડના મૂળ સ્ત્રોતને છુપાવવાનો અને યુએસ પ્રતિબંધોને બાયપાસ કરવાનો પ્રયાસ કરે છે. ઉદાહરણ તરીકે 255,000ની કાર્ટિયર વોચમાં કુલ 10.67 કેરેટના 598 બ્રિલિયન્ટ કટ ડાયમંડનો સેટ બનાવાયો છે. ઉદ્યોગના આંતરિક સૂત્રોના મતે 70 ટકા થી 80 ટકા તેમાં રશિયન મેલે ડાયમંડ હોઈ શકે છે.

સ્ટેટ કંટ્રોલ માઈનીંગ અલરોસાને પ્રતિબંધોની કોઈ અસર થઈ નથી અને યુએઈમાં નિકાસમાં અઢી ગણો વધારો થયો છે.

ટિફનીએ કીવ ઈન્ડિપેન્ડેન્ટ દ્વારા કરવામાં આવેલા આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કાર્ટિયરે જવાબ આપ્યો ન હતો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant