અલરોસા અને અનાબાર ડાયમંડ્સે ઓલેન્સ્કી સાથે સોશિયલ પાર્ટનરશીપ મામલે કરાર

કરાર અનુસાર ઓલેનેકસ્કી જિલ્લાને સામાજિક-આર્થિક વિકાસ માટે 100 મિલિયન રુબેલ્સથી વધુની રકમમાં હીરા સાહસો પાસેથી ડિવિડન્ડ મેળવશે.

Alrosa and Anabar Diamonds sign agreement on social partnership with Oleneksky
ફોટો સૌજન્ય : અલરોસા
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

રશિયન રફ ડાયમંડ માઈનીંગ કંપનીઓ અલરોસા અને અનાબાર ડાયમંડ્સના પ્રતિનિધિઓએ સોશિયલ-ઈકોનોમી પાર્ટનરશીપના મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યાકુતિયા રિપબ્લિકના ઓલેનેસ્કી ઇવેન્કી રાષ્ટ્રીય જિલ્લાના રહેવાસીઓ સાથેની મુલાકાત દરમિયાન આ કરાર કરાયા હતા.

કરાર અનુસાર ઓલેનેકસ્કી જિલ્લાને સામાજિક-આર્થિક વિકાસ માટે 100 મિલિયન રુબેલ્સથી વધુની રકમમાં હીરા સાહસો પાસેથી ડિવિડન્ડ મેળવશે. અલરોસા સાથેનો કરાર 2024-2026 માટે અને અનાબાર ડાયમંડ્સ સાથે 2024 માટે કરાર કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં અલરોસાના બોર્ડના જનરલ ડિરેક્ટર અને ચૅરમૅન પાવેલ મેરિનીચેવ અને અલ્માઝી અનાબારા જોઈન્ટ સ્ટૉક કંપનીના જનરલ ડિરેક્ટર એલેક્સી ઓકોરોકોવ ઉપસ્થિત રહ્યા હતા.

નવા કરાર હેઠળ બંને કંપનીઓ સામાજિક-આર્થિક વિકાસ માટે જિલ્લાના બજેટમાં વાર્ષિક નાણાકીય યોગદાન આપશે. આ ઉપરાંત કંપનીઓના ઉત્પાદન વિભાગોમાં સ્થાનિક વસ્તીની તાલીમ અને ત્યારબાદ રોજગારની લાંબા ગાળાની પ્રેક્ટિસ ચાલુ રહેશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS