વિશ્વના જાણીતા ઓનલાઈન પ્લેટફોર્મ એમેઝોન.કોમ ઈન્ક. દુનિયાની સૌથી મોટી ખાણ કંપની ડી બિયર્સ સાથે જોડાણ કરી રહી છે. આ બંને જાયન્ટ કંપનીઓ આર્ટીફિશિયલ ડાયમંડ ગ્રો કરી તેની મદદથી કમ્પ્યુટર નેટવર્ક ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જવા માંગે છે.
કૃત્રિમ હીરાના ઉત્પાદન માટે એમેઝોન અને ડી બિયર્સ ભેગા થઈ રહ્યાં છે. આ બંને કંપનીનું માનવું છે કે કૃત્રિમ હીરા કમ્પ્યુટર નેટવર્ક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવામાં મદદરૂપ થઈ શકે છે. ડી બિયર્સનું એલિમેન્ટ સિક્સ ડિવિઝન એમેઝોન વેબ સર્વિસિસ સેન્ટર ફોર ક્વોન્ટમ સાથે આ પ્રોજેક્ટ પર કામ કરશે. આ મામલે બંને વચ્ચે કરાર થયા છે. આ પ્રોજેક્ટમાં લાંબા અંતર પર ડેટાને સુરક્ષિત રીતે ટ્રાન્સમિત કરવા માટે કામ કરી રહ્યું છે. જે આવાનારી પેઢીને મદદરૂપ થશે.
ક્વોન્ટમ નેટવર્કીંગ આજની ફાઇબર ઓપ્ટીક સિસ્ટમ્સથી આગળ વધે તે રીતે ડેટા પહોંચાડવા માટે સબએટોમિક મેટરનો ઉપયોગ કરે છે. હીરા એક એવા યુનિટનો ભાગ હશે જે ડેટાને તૂટ્યા વિના વધુ દૂર સુધી પહોંચાડી શકે.
હાલમાં જે સિગ્નલ રિપિટર સિસ્ટમ છે જે ક્યુબિટ્સ તરીકે ઓળખાય છે તે રોજ વધતી ઈન્ફોર્મેશન કે ડેટાને હેન્ડલ કરી શકતા નથી. કમ્પ્યુટર નેટવર્કિંગ ક્ષેત્રમાં ખૂબ જ સરળતાથી ડેટા હેન્ડલ કરી તેને વધુ ઝડપથી લાંબા અંતર સુધી ટ્રાન્સમીટ કરી શકે તેવી સિસ્ટમ ડેવલપ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આવનારી પેઢી માટે વધુ ફાસ્ટ સિસ્ટમ ઉભી કરવી પડશે તે દિશામાં ડી બિયર્સ અને એમેઝોને કામગીરી શરૂ કરી છે. કૃત્રિમ હિરા આ ક્ષેત્રે મદદરૂપ થઈ શકે તેમ બંને કંપનીઓનું માનવું છે. આખરે આ સિસ્ટ એડબ્લ્યુએસ દ્વારા ઉપયોગમાં લેવાતા નેટવર્કમાં અંત પામશે જે એમેઝોનના મોટા ભાગના નફા માટે જવાબદાર બની શકે છે.
એમેઝોનના એન્ટિઆ લામાસ લિનરેસે કહ્યું કે, અમે આ નેટવર્ક AWS માટે બનાવવા માંગીએ છીએ. જે સેન્ટર ફોર ક્વોન્ટમ નેટવર્કિંગ ચલાવે છે. તેમનો અંદાજ છે કે ટેક્નોલૉજીનો ઉપયોગ આવનારા દાયકાઓમાં બદલાઈ જશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM