અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશન દ્વારા સ્થિરતા, નૈતિકતા અને જવાબદાર સ્ત્રોત જેવી સમકક્ષ ઔદ્યોગિક શરતોને સ્ટાર્ન્ડડાઈઝ કરવા માટે સભ્યોની એક કમિટીનું ગઠન કર્યું છે. ગ્રાહકોમાં સતત વધતી એથિકલ માઈન્ડેડ બિઝનેસ પ્રત્યેની રૂચિ વધી રહી છે.
ખાસ કરીને જે ઉત્પાદનો અને સેવાથી પર્યાવરણને ફાયદો થતો હોય તેવા ઉત્પાદનો અને સર્વિસ મેળવવાનું ગ્રાહકો પસંદ કરી રહ્યાં છે. ગ્રાહકો તે માટે સારી રકમ આપવા પણ તૈયાર હોય છે ત્યારે અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશન દ્વારા આ દિશામાં મહત્ત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે.
અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશનની નવી સમિતિનો ધ્યેય રંગીન રત્નો અને કુદરતી મોતીના ઉદ્યોગમાં વ્યવહારિક અને પર્યાવરણલક્ષી વિશિષ્ટ શબ્દાવલિ વિકસીત કરવાનો છે. આ સમિતીનું કાર્ય ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા જારી કરાયેલી ગ્રીન ગાઈડન્સના અપડેટ સાથે મળે ખાય છે. અમેરિકન જેમ ટ્રે એસોસિએશન અને ફેડરલ ટ્રેડ કમિશન આ દિશામાં સાથે મળીનેકામ કરશે.
અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશનના સીઈઓ જોન ડબ્લ્યૂ ફોર્ડ સિનીયરે કહ્યું કે એજીટીએ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે નૈતિકતા, પારદર્શિતા અને સ્થિરતાનું પાલન કરે તેવા નિયમો સ્થાપિત કરવા મામલે હંમેશા અગ્રેસર રહ્યું છે. અમે વિશિષ્ટ શરતો અને નિયમોને ગ્રાહકો માટે લાગુ કરવા આ તકની રાહ જોતા હતા.
સમિતિના સભ્યોમાં વાસ્તવિક દુનિયાનો અનુભવ ધરાવતા એજીટીએના ડિલર સામેલ છે. સમિતિ સમકાલીન પરિભાષાઓ સંદર્ભે એક પુસ્તક તૈયાર કરશે, જે ગ્રીન વોશિંગને મોટા સ્તર પર રાજનિતિ સિવાયના દાયરામાં સ્પષ્ટતા અને નિરંતરતા પ્રદાન કરશે.
એજીટીએના પ્રમુખ કિમ્બર્લી કોલિન્સે કહ્યું કે, ઉદ્યોગમાં કેટલાંક લોકો પોતાના દાવા મજબૂત કરવા માટે પ્રોપર ડોક્યુમેન્ટ વિના ભાષાનો ઉપયોગ કરવા પર વધુ ભાર આપી રહ્યાં છે. એજીટીએ સમજે છે કે માત્ર શરતોના આધારે ભાષા નક્કી કરવી જ નહીં પરંતુ તેને ફોલો કરવી પણ આવશ્યક છે.
આ અંતિમ ગ્રાહકના મનને શાંતિ પ્રદાન કરે છે. સાથે જ એસોસિએશનની સભ્યોને જવાબદાર બનાવે છે. એજીટીએની નવી સમિતિ લાસ વેગાસ શો માટે હેન્ડબુકના એક મોટા ડ્રાફ્ટને સંપૂર્ણ કરશે.
કમિટિ મેમ્બર્સ જૈમીન શાહ, પ્રાઈમજેમ્સ યુએસએ, બ્રુસ બ્રિજ, બ્રિજ ત્સાવોરાઈટ, બેકી શેફલર, રિયો ગ્રાન્ડે, જોન બ્રેડ શો, જોન જે બ્રેડ શો, રોન રહમાનન, સારા જેમ કોર્પ, જેફરી બિલગોર, જેફરી બિલગોર એલએલસી અને વિન્સેન્ટ પારડિયુ, ફિલ્ડ જેમોલોજિસ્ટ, એજીટીએના સીઈઓ જોન ડબ્લ્યૂ ફોર્ડ સિનીયર અને એજીટીએના પ્રમુખ કિમ્બર્લી કોલિન્સ આવશ્યકતા અનુસાર પોતાનું માર્ગદર્શન સમિતિને આપતા રહેશે.
નવી સમિતીનું કાર્ય આ રહેશે…
- રંગીન રત્ન ઉદ્યોગને દિશા અને નેતૃત્વ પ્રદાન કરવું, જેથી તેઓ વર્તમાન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષી શકે.
- કલર્ડ જેમસ્ટોન અને કલ્ચર્ડ મોતીના ગ્રાહકો અને વેચાણકર્તાઓ વચ્ચે વધુ સારી સંવાદ સાધી શકાય.
- કલર્ડ જેમસ્ટોન અને કલ્ચર્ડ મોતી ઈન્ડસ્ટ્રીમાં થતી ચર્ચા વિચારણાના ભાગીદાર બનવું.
- એક સંગઠનના રૂપમાં સતત શીખવું અને આગળ વધતા રહેવું, જેથી એજીટીએના સભ્યોને ચોક્કસ માર્ગદર્શન આપી શકાય.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM