Lancaster, Pennsylvaniaના જ્વેલર બ્રેન્ટ મિલરના રયાન મિલરે કહ્યુ કે, “માર્કેટમાં જ્યારે રાઉન્ડ શેપ ડાયમંડનું પ્રભુત્વ હતું, ખાસ કરીને એન્ગેજમેન્ટ રિંગ માટે. પરંતુ તાજેતરના વર્ષોમાં ફેન્સી શેપ ડાયમંડ તરફનું વલણ ઉપર રહ્યું છે. પહેલા ઓવેલ અને તે પછી પીઅર શેપ. હવે લોકો માર્કીસ કટના માંગ કરી રહ્યા છે.”
જ્વેલર્સનું કહેવું છે કે, તો ટ્રેન્ડને કોણ ચલાવી રહ્યું છે? એ વાત સાથે બધા સંમત છે કે ડિજિટલ મીડિયા મજબૂત રોલ ભજવે છે. લોકો ડાયમંડની ખરીદી સીધી ઓનલાઇન કરી રહ્યા છે અને ફેશનના ક્લૂ સોશિયલ મીડિયા પરથી મેળવી રહ્યા છે. ખાસ કરીને સેલિબ્રીટી ઇન્ફલૂયન્સર પાસેથી.
મિલરે ટીપ્પણી કરતા કહ્યું છે કે, લગભગ 10 વર્ષ પહેલા અભિનેત્રી બ્લેક લાઇવલીને રાયન રોનાલ્ડ (હવે તેનો પતિ છે) પાસેથી ઓવેલ રિંગ મળી હતી. એ રિંગમાં 7 કેરેટનો, લાઇટ પિંક ડાયમંડનો સેન્ટર સ્ટોન રોઝ ગોલ્ડના સરફેસમાં હતી.
Marissa Rubinetti પણ એ વાત સાથે સમંત છે કે સેલિબ્રીટીઝની ટ્રેન્ડ પર અસર પડે છે.
ન્યુ યોર્ક બ્રાઇડલ સ્ટોર Kleinfeldના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ઓપરેશન્સ ઓફિસર કહે છે કે, તાજેતરમાં ઘણી સેલિબ્રિટીઝે એમરલ્ડથી હાર્ટશેપના ફેન્સી કટ્સ સ્ટોનને પહેરીને સગાઇ કરી છે.
તેણીએ નોંધ્યું કે સામાન્ય રીતે, વધુ બિનપરંપરાગત વેડિંગ રિંગ્સમાં વધારો જોયો છે, કપલ સેલિબ્રેટ મેરેજીસ કેવી રીતે મોટા પાયે શિફ્ટ થયા છે તે તેણીએ જોયું છે.
આજના કસ્ટમર તેમની શૈલીમાં અનન્ય બનવાનો પ્રયત્ન કરે છે અને પરંપરાઓને સબ્સ્ક્રાઇબ નથી કરતા, જેના કારણે વેડીંગ ટ્રેન્ડ ઝડપથી વિકસિત થયા છે. Marissa Rubinetti વિસ્તૃત રીતે જણાવે છે કે, બ્રાઇડલ પાર્ટીઓ મિશ્રિત થઈ શકે છે, કેટલાક યુગલો બુકે અને ગાર્ટર ટોસથી દૂર જઈ રહ્યા છે, અને કેટલીક સ્ત્રીઓ હવે તેના પાર્ટનરને પ્રપોઝ પણ કરી રહી છે. આ સાંસ્કૃતિક પરિવર્તન લોકો કેવી રીતે તેમની સગાઈની રિંગ્સ માટે ખરીદી કરે છે તેના પર અસર કરે છે, જે ફેન્સી-કટ સ્ટોન્સ, કલર જેમ સ્ટોન અને મલ્ટીપલ જેમ સ્ટોન જેમ કે લોકપ્રિય Toi Et Moi rings.
શિકાગો, ઇલિનોઇસના રિટેલર સી.ડી. પીકોક પણ આ પરિવર્તનનનો અનુભવ કરી રહ્યા છે.
ફાઇન જ્વેલરીના મર્ચનડાઇઝીંગ ડિરેકટર માર્ગોરેટ ડિસાલ્વોનું કહેવું છે કે, કેટલાંક ફેન્સી કટ હાથ પર વધારે આકર્ષક લાગે છે. પીઅર અને ઓવલ કટ જેવા કેટલાંક ફેન્સી શેપ્સ. આ હીરાની સપાટી મોટી હોય છે, જે ફીંગર પર વધારે છવાઇ જાય છે.
માઈકલ ડીલ, જ્વેલરી બ્રાન્ડ ટાકોરી માટે બિઝનેસ ગ્રોથ લીડર, આ ભાવનાનો પડઘો પાડે છે.
તેમણે કહ્યું કે, “ફીંગર પર પર લાંબી, ચળકતી વસ્તુ વધુ સારી દેખાય છે. તેમણે કહ્યું કે, લાંબા અને પાતળા શેપના કોમ્બિનેશનને જોઇને મહિલા કહે છે, મારે અલગ દેખાવવું છે.”
ન્યૂયોર્કમાં આવેલી ગેબ્રીઅલ કંપનીના કો-ઓનર ડોમિનિક ગ્રેબીઅલના મતે સ્ટોનની લાંબા ગાળાની કિંમત પણ અમલમાં આવે છે. ભૂતકાળમાં રિટેલર રાઉન્ડ ડાયમંડની ભલામણ કરતા હતા, કારણ કે તેઓ તેનું મહત્વ સમજતા હતા. પરંતુ, તે હવે બદલાઇ ગયું છે અને તેનું કારણ છે લેબગ્રોન ડાયમંડ.
મિલર અવલોકન કરે છે કે ફેન્સી માટેનો ટ્રેન્ડ તમામ આકારોમાં સુસંગત નથી. પ્રિન્સેસ અને કુશન જેવા કેટલાક કટ્સની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. ગેબ્રિયલનું માનવું છે કે ઓવલ રેડિયન્ટસ અને પીઅર્સ મજબુત પરફોર્મર છે. જ્યારે માર્ગારેટ ડીસાલ્વોને ઓવલ, પીઅર્સ અને એમરાલ્ડમાં સફળતા દેખાઇ છે.
ડીસોલ્વાનું કહેવું છે કે, જો કે આમ છતાં મોટાભાગના જવેલર્સનો રાઉન્ડ શેપ ડાયમંડનો મોટો બિઝનેસ છે. રાઉન્ડ ડાયમંડ એટલા માટે પોપ્યુલર છે, તેનું કારણ તેમાં ક્લાસિક શેપ અને શ્રેષ્ઠ ચમક જોવા મળે છે.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM