DIAMOND CITY NEWS, SURAT
નેશનલ રિટેલ ફૅડરેશન અને પ્રોસ્પર ઈન્સાઈટ્સ એન્ડ એનાલિટિક્સ અનુસાર ગ્રાહકો આ વર્ષે ભેંટો ખરીદવા માટે ખૂબ ખર્ચ કરશે. આ વખતે 35.7 બિલિયન ડોલરનો વિક્રમી ખર્ચ ગિફ્ટ્સ માર્કેટમાં થશે તેવી ધારણા છે જે ગયા વર્ષના 31.7 બિલિયન ડોલરના રેકોર્ડથી 4 બિલિયન ડોલર વધુ છે. જ્વેલરીએ સૌથી લોકપ્રિય ગિફ્ટ છે, તેથી જ્વેલરી પાછળ આ વખતે મધર્સ ડે પર ગ્રાહકો 7.8 બિલિયન ડોલરનો ખર્ચ કરે તેવી અપેક્ષા
મધર્સ ડે નજીક છે. આગામી તા. 14મી મે ના રોજ વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. યુરોપિયન દેશોમાં મધર્સ ડે અને ફાધર્સ ડે જેવા ડે ઉજવવાનો ટ્રેન્ડ ઘણો જૂનો છે. મોટા ભાગે અમેરિકા જેવા દેશોમાં બાળકો પોતાના માતા પિતાથી અલગ રહેતા હોય તેઓ આવા વિશેષ દિવસો પર પારિવારિક સ્નેહમિલન સમારંભોના આયોજન કરે છે અને કિંમતી ભેંટો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. દર વર્ષે અમેરિકા સહિત યુરોપિયન દેશોમાં મધર્સ ડે પર મોટા પ્રમાણમાં જ્વેલરી જેવી કિંમતી ચીજોનું વેચાણ થતું હોય છે. આ વખતે પણ મધર્સ ડે પર જ્વેલરીના વેચાણમાં ઉછાળો નોંધાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
નેશનલ રિટેલ ફૅડરેશન (NRF) અને પ્રોસ્પર ઈન્સાઈટ્સ એન્ડ એનાલિટિક્સ અનુસાર ગ્રાહકો આ વર્ષે ભેંટો ખરીદવા માટે ખૂબ ખર્ચ કરશે. આ વખતે 35.7 બિલિયન ડોલરનો વિક્રમી ખર્ચ ગિફ્ટ્સ માર્કેટમાં થશે તેવી ધારણા છે જે ગયા વર્ષના 31.7 બિલિયન ડોલરના રેકોર્ડથી 4 બિલિયન ડોલર વધુ છે. જ્વેલરીએ સૌથી લોકપ્રિય ગિફ્ટ છે, તેથી જ્વેલરી પાછળ આ વખતે મધર્સ ડે પર ગ્રાહકો 7.8 બિલિયન ડોલરનો ખર્ચ કરે તેવી અપેક્ષા છે.
વાર્ષિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે યુએસમાં પુખ્ત વયના 84 ટકા લોકો મધર્સ ડે પર રજાઓ સેલિબ્રેટ કરવાનું પ્લાનિંગ ધરાવે છે. વ્યક્તિ દીઠ સરેરાશ 274.02 ડોલરના ખર્ચની ધારણા છે, જે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ માનવામાં આવે છે. સૌથી વધુ 35થી 44 વયના લોકો 382.26 ડોલર ખર્ચ કરે તેવો અંદાજ છે.
સૌથી વધુ મધર્સ અને સ્ટેપ મધર્સને ગિફ્ટ આપવા પાછળ 57 ટકા રકમ ખર્ચ થાય છે, ત્યાર બાદ પત્ની (23 ટકા), પુત્રી (12 ટકા) અનુક્રમે આવે છે. લોકોની પસંદગીમાં ગિફ્ટ સૌથી ટોચ પર રહે છે. 74 ટકા લોકો ગિફ્ટમાં ફૂલ, 74 ટકા લોકો ગ્રિટીંગ્સ કાર્ડ અને 60 ટકા લોકો ડિનર તેમજ બ્રંચ ભેંટ સ્વરૂપે ઓફર કરે છે. આ ઉપરાંત આઉટિંગ્સનો પણ લોકપ્રિય ભેંટોમાં સમાવેશ થાય છે.
NRFના પ્રેસિડેન્ટ અને સીઈઓ મેથ્યુ શે એ જણાવ્યું હતું કે, “મધર્સ ડે અમેરિકનોને તેમના જીવનમાં મહત્વપૂર્ણ મહિલાઓનું સન્માન કરવાની તક પૂરી પાડે છે. જેમ જેમ લોકો આ વર્ષની ઉજવણી કરવાની યોજના બનાવે છે, રિટેલર્સ દુકાનદારોને આ ખાસ દિવસે તેઓને ઓળખવા માંગતા હોય તેમના માટે પ્રશંસા અને પ્રશંસાની ભેટો શોધવામાં મદદ કરવા તૈયાર છે.”
જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ અને એપેરલની ભેટ આ વર્ષે વૃદ્ધિના પ્રાથમિક પ્રેરક જોવા મળી રહ્યાં છે. ગ્રાહકો માત્ર આ ગિફ્ટ કેટેગરીઝ પર વધુ ખર્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ વધુ ગ્રાહકો આ વસ્તુઓને ભેટ આપવામાં પહેલાં કરતાં વધુ રસ ધરાવતા થયા છે, જ્યારે મોટાભાગના ગ્રાહકોએ ગયા વર્ષે સંપૂર્ણ મધર્સ ડે ગિફ્ટ માટે ઑનલાઇન ખરીદી કરી હતી.
સરવેમાં જાણવા મળ્યું છે કે આ વર્ષે ઘણા લોકો શોપિંગ ડેસ્ટિનેશન તરીકે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ તરફ વળ્યા છે. ગ્રાહકો વિશિષ્ટ સ્ટોર્સ (30%), સ્થાનિક અને નાના વ્યવસાયો (24%), અને ડિસ્કાઉન્ટ સ્ટોર્સ (23%) પર ખરીદી કરવાનું પણ આયોજન કરી રહ્યા છે. તદુપરાંત, 46% ઉપભોક્તા ઉત્પાદન સબસ્ક્રિપ્શન બોક્સમાં રસ ધરાવે છે, જે ગયા વર્ષના 39% થી વધુ છે. યુએસના 8,164 પુખ્ત ગ્રાહકો પર તા. 3 જી થી 11 મી એપ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવેલા સરેવમાં આ તારણ બહાર આવ્યું હતું. આ સરવેનો રિપોર્ટ અંદાજીત છે, તેમાં પ્લસ અથવા માઈનસ 1.1% પોઈન્ટનો માર્જિન ઓફ એરર છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM