હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદી વચ્ચે સુરતના હીરા બજારમાં છેતરપિંડી, ઉઠમણાની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. જેના પગલે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે ગઈ તા. 8 ઓગસ્ટના રોજ મહીધરપુરા હીરા બજારમાં સ્વયં જઈ 5 હજાર વેપારીઓને ભેગા કરી લાઉડ સ્પીકર પર સતર્ક રહેવા સૂચના આપી હતી.
મહિધરપુરા હીરા બજારમાં છેલ્લા એકાદ મહિનાથી વીસ લાખથી પચાસ લાખની છેતરપિંડીની ફરિયાદોનો રાફડો પોલીસમથકે ફાટ્યો છે. આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનર ગેહલોતે મહિધરપુરા પીઆઇને સ્થળ પર જઈ વેપારીઓને સમજાવવા માટે જણાવ્યું હતું. આ મામલે પાંચ હજાર જેટલા વેપારીઓ સાથે રસ્તા પર જ પીઆઇ ચૌધરીએ માત્ર વિશ્વાસ પર અને કાગળની ચિઠ્ઠી પર ચાલતો આ ધંધો સાવચેતથી કરવા માટે જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું કે, છેલ્લા વીસ દિવસમાં તેઓ પાસે પચાસ કરતાં વધારે છેતરપિંડીની ફરિયાદો આવી છે. હાલ જ્યારે હીરા ઉદ્યોગ મહા મંદીમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે વેપારીઓને તમામ વ્યવહાર ખૂબ સાવચેતથી કરવા માટે જણાવ્યું હતું. હાલ મુંબઈ અને શહેર બહારથી ઠગો ઠગાઇ કરે એ પહેલા તમામ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube