ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તનનો યુગ!

લેબગ્રોન હીરા તરફના વલણને અપનાવીને, તેઓ ઉદ્યોગમાં નવીનતા અને ટકાઉપણું ચલાવતી વખતે ગ્રાહકોની પસંદગીઓને વિકસિત કરી શકે છે.

An Era of Diamond Disruption
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હીરા ઉદ્યોગ પરિવર્તનના એક એવા પડકારરૂપ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે જ્યારે ઈનોવેશન અને એડેપ્શન માત્ર વિકલ્પ નહીં પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનિવાર્યા બન્યા છે. હીરા ઉદ્યોગ તેના કેન્દ્રમાં એક ભૂકંપનો અનુભવ કરી રહ્યો છે, જે ઈન્ડસ્ટ્રીને નવો આકાર આપી રહ્યો છે.

કારણ કે પારંપરિક દિગ્ગજ ઉદ્યોગકારો હવે અનેક સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. એક સમય હતો જ્યારે ઉદ્યોગમાં ખાણકામ કરી મેળવવામાં આવેલા હીરાનું અભૂતપૂર્વ અજેય પ્રભુત્વ હતું પરંતુ હવે ઈન્ડસ્ટ્રીમાં લેબગ્રોન હીરાની તાકાત વધી રહી છે. પરંપરાગત હીરા ઉદ્યોગે લેબગ્રોન ડાયમંડ તરફથી અભૂતપૂર્વ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

હીરા ઉદ્યોગમાં જે રીતે લેબગ્રોન ડાયમંડની ઉત્ક્રાંતિ થઈ તે દરેક ઉદ્યોગ માટે અનિવાર્ય હોવાનું હું માનું છું. ઉદ્યોગના લેન્ડસ્કેપમાં બદલાતી પદ્ધતિને ઓળખવી હંમેશા વિકાસ માટે નિર્ણાયક બની રહે છે.

તાજેતરમાં બહાર આવેલા ડેટા આશ્ચર્યજનક રીતે ખાણ કામ કરેલા હીરાની માંગ અને મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે, જેમાં ડી બિયર્સ અને વેલે જેવા મોટા ખેલાડીઓની કમાણીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આંકડા અને અહેવાલો જાતે જ બોલી રહ્યાં છે. હીરા ઉદ્યોગની સાંપ્રત સ્થિતિનું વર્ણન કરી રહ્યાં છે.

  • જ્યારથી માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ પ્રવેશ્યા છે ત્યારથી ખાણ કામ કરેલા હીરાનું માર્કેટ નબળું થયું છે. ડી બિયર્સ અને વેલે જેવા મોટા માઈનર્સની આવકમાં ઘટાડો જ સ્પષ્ટ કરે છે કે ખાણ કામ કરેલા હીરાની ઇન્ડસ્ટ્રી લેબગ્રોન ડાયમંડની સ્પર્ધાનો સામનો કરી રહી છે. લેબગ્રોન ડાયમંડના લીધે માઈન કરેલા હીરાની માંગ અને મૂલ્યમાં તીવ્ર ઘટાડો થયો છે.
  • લેબગ્રોન હીરા તરફ ગ્રાહકોનો ઝોક મુખ્યત્વે સસ્તું અને નૈતિક વિકલ્પોની શોધનું પરિણામ છે. જે લેબગ્રોન ડાયમંડને તેમના બજાર હિસ્સામાં નાટ્યાત્કમ રીતે વધારા તરફ દોરી જાય છે. ગ્રાહકો મોટા પ્રમાણમાં એંગેજમેન્ટ રિંગ માટે લેબગ્રોન ડાયમંડ પસંદ કરતા થયા છે.
  • વિશ્વની સૌથી મોટી માઈનીંગ કંપની ડી બિયર્સનો વર્ષ 2023માં એબિટા 95 ટકા ઘટ્યો છે. વેલેમાં આ આંકડો 56 ટકાનો છે.
  • લંડન ડાયમંડ્સના સેલ્સ કન્સલ્ટન્ટ મેક્સ સ્પાઈસરના જણાવ્યા અનુસાર મુખ્યત્વે ખાણકામ કરેલા હીરાના વિકલ્પ તરીકે લેબગ્રોન ડાયમંડની પસંદગી વધતા માઈનીંગ કરાયેલા હીરાની માંગ ઘટી છે. જોકે, આ પડકારો વચ્ચે એક જબરદસ્ત તક રહેલી છે લેબગ્રોન હીરાના ઉદભવે નિઃશંકપણે આ પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ગ્રાહકોને લેબગ્રોન ડાયમંડ વધુ આકર્ષિત કરી રહ્યાં છે. કારણ કે તે પોસાય તેવા છે. તે નૈતિક મૂલ્યોનું રક્ષણ કરે છે. તેથી જ લેબગ્રોન ડાયમંડ પ્રત્યેની ગ્રાહકોની પસંદગી અને માર્કેટ હિસ્સામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

લેબગ્રોન હીરા ગ્રાહકો અને ઉદ્યોગના હિતેચ્છુઓ બંને માટે આકર્ષક વિકલ્પ પ્રદાન કરે છે.

તેઓ સસ્તાં અને વધુ સુલભ જ નથી પરંતુ તે નૈતિક અને ટકાઉપણાની દ્રષ્ટિએ વધુ મજબૂતાઈ ધરાવે છે. તેથી જ તેના ઉત્પાદનોની માંગ વધી રહી છે. લેબગ્રોન ડાયમંડ ખેલાડીઓ માટે આ તકને ઓળખવી અને તેનો લાભ ઉઠાવવો હિતાવહ છે.

લેબગ્રોન હીરા તરફના વલણને અપનાવીને, તેઓ ઉદ્યોગમાં નવીનતા અને ટકાઉપણું ચલાવતી વખતે ગ્રાહકોની પસંદગીઓને વિકસિત કરી શકે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS