Miner Angola predicts production increase in 2024
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પાછલા વર્ષે રફની ઓછી ખરીદીના પગલે ખાણ કંપનીઓએ ઉત્પાદન ઘટાડવું પડ્યું હતું પરંતુ ચાલુ વર્ષ 2024માં ખાણકંપનીઓ ઉત્પાદન વધારાની નીતિ અપનાવી હોય તેમ લાગે છે. ખાણ કંપની અંગોલાએ તો હીરાનું ઉત્પાદન વર્ષ 2024માં 50 ટકા વધશે તેવી આગાહી પણ કરી દીધી છે.

કંપનીએ જાહેર કર્યું છે કે વર્ષ 2023ના 9.7 મિલિયન કેરેટની સરખામણીએ તેમની ખાણમાં વર્ષ 2024માં 50 ટકા વધુ એટલે કે 14.6 મિલિયન કેરેટ ડાયમંડનું ઉત્પાદન થશે.

કંપનીએ કહ્યું કે, વર્ષ 2023માં 1.51 બિલિયન ડોલરની આવક થઈ હતી તે વધીને આ વર્ષે 2.5 બિલિયન ડોલર થશે. એન્ડિયામાના બોર્ડ ઓફ ડિરેક્ટરના ચૅરમૅન જોસ ગંગા જુનિયરે એક પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું કે 2024 માટેની પ્રોડક્શન યોજના ખૂબ પડકારજનક હતી.

અંગોલાએ 2022માં 13.8 કેરેટની આગાહી કરી હતી પરંતુ માત્ર 8.75 મિલિયન કેરેટનું ઉત્પાદન કર્યું હતું. એન્ડિયાએ 1 મિલિયન કેરેટથી વધુનો સ્ટૉક કર્યો હતો. કારણ કે તે હીરાના ભાવ વધે તેની રાહ જોઈ રહ્યું હતું.

નવી લુએલ ખાણ (અગાઉ લ્યુસેક્સ તરીકે ઓળખાતી) જે ગયા નવેમ્બરમાં ખુલી હતી. તે કેટોકા ખાતેના ઉત્પાદનને ગ્રહણ કરે તેવી શક્યતા છે, જે હાલમાં અંગોલામાં અત્યાર સુધીમાં સૌથી મોટી હીરાની ખાણ છે અને વિશ્વની ચોથી સૌથી મોટી ખાણ છે.

તે ઉચ્ચ ઉત્પાદન સ્તર ધરાવે છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાના કિમ્બરલાઈટ અને ઉચ્ચ કેરેટના હીરા મળે છે, જે સરેરાશ કિંમતો હાંસલ કરે તેવી અપેક્ષા છે. વધુમાં રિયો ટિન્ટો અને ડી બિયર્સ બંને હાલમાં એવા દેશમાં કિમ્બરલાઈટ્સની સંભાવના ધરાવે છે જે હજુ સુધી તેના હીરાથી સમૃદ્ધ  પ્રદેશના 60 ટકા વિસ્તારોની શોધ કરવાની બાકી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC