અંગોલાની સૌથી મોટી ખાણ લ્યુએલમાં ખાણકાર્ય શરૂ કરાયું

લ્યુએલ ખાણમાંથી વર્ષે 6 મિલિયન કેરેટ રફના ઉત્પાદનની અપેક્ષા, આ ખાણ કાર્યરત થયા બાદ અંગોલાનું રફ ઉત્પાદન બમણું થવાની ધારણા

Angolas largest mine Luele started mining
ફોટો : ઉત્તરપૂર્વ અંગોલામાં આવેલી કેટોકા હીરાની ખાણ દેશની સૌથી મોટી હીરાની ખાણ છે. (ફોટો સૌજન્ય : કેટોકા માઇનિંગ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અંગોલાની સૌથી મોટી હીરાની ખાણ કંપની લ્યુએલ ગઈ તા. 27 નવેમ્બરથી શરૂ થઈ છે. સત્તાવાર રીતે આ ખાણમાં ખાણકામ શરૂ થયું છે. આ ખાણ શરૂ થયા બાદ અંગોલાનું વાર્ષિક રફ ઉત્પાદન બમણું થવાની ધારણા છે.

અગાઉ લુએક્સ તરીકે જાણીતી આ ડિપોઝીટ તેના પાઈલોટ તબક્કા દરમિયાન 5 મિલિયન કેરેટ રફનું ઉત્પાદન કરી ચૂકી છે. અહીં વાર્ષિક 6 મિલિયન કેરેટ રફનું ઉત્પાદન થવાની સંભાવના છે. આ કંપની કેટોકાને મર્જ કરશે, જે અત્યાર સુધી અંગોલાની સૌથી મોટી ખાણ છે. આ ખાણમાં 5.7 મિલિયન કેરેટ રફનું ઉત્પાદન 2021માં નોંધાયું હતું.

અંદાજીત 60 વર્ષના જીવનકાળ દરમિયાન 600 મીટર ઊંડી લ્યુએલ ખાણ કુલ 628 મિલિયન કેરેટ રફની ઉપજ આપે તેવી અપેક્ષા છે.

આ પ્રસંગે અંગોલાના ખનિજ સંસાધન મંત્રી ડીમાન્શીયો અજેવેડો તેમજ પ્રમુખ જોઓ લોરેન્સે હાજરી આપી હતી. તેમણે કહ્યું કે આજે અમે આ ખાણ ચલાવી રહ્યાં છે, જે લ્યુએલ માઈનીંગ કંપનીની કામગીરીની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ ખાણનું ઉત્પાદન અંગોલામાં હીરાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવામાં ફાળો આપશે.

અંગોલાએ 2022માં 8.75 કેરેટ રફની નિકાસ કરી હતી, જે તેની મૂળ 13.9 મિલિયન કેરેટની આગાહી કરતા ઘણી ઓછી છે. કુલ આવક 1.95 બિલિયન ડોલર રહી હતી. 2023ના પહેલાં અર્ધવાર્ષિક સમયગાળામાં અંગોલાએ 2.93 મિલિયન કેરેટ રફ 594 મિલિયન ડોલરમાં વેંચી હતી, જે 37 ટકાનો વધારો સૂચવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS