Antwerp World Diamond Centre (AWDC) President David Gotlib has resigned
ફોટો : ડેવિડ ગોટલિબ. (AWDC)
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર (AWDC)ના પ્રમુખ તરીકે ડેવિડ ગોટલિબે રાજીમામું આપ્યું છે. હજુ એક વર્ષ પહેલાં જ ડેવિડે AWDCના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. મતલબ કે એક વર્ષના સમયગાળામાં જ પ્રમુખે રાજીનામું આપી દીધું છે. સંસ્થાએ ડેવિડના રાજીનામાની પૃષ્ટિ કરી છે.

એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરે પ્રમુખ ડેવિડ ગોટલિબના રાજીનામાના કારણો જણાવવાનો ઇન્કાર કર્યો હતો. AWDCના પ્રવક્તાએ કહ્યું હતું કે સંસ્થાના નિયમો મુજબ અનુગામીની નિમણુંક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ડેવિડ ગોટલિબ ગયા વર્ષે AWDC પ્રમુખ તરીકે ચેઇમ પ્લુઝેનિકનું સ્થાન મેળવ્યું હતું. ડેવિડ ત્રીજી પેઢીના હીરાનો વેપારી અને લક્ઝરી ગુડ્સ અને જ્વેલરી રિટેલર IDRP ગ્રૂપના સ્થાપક છે અને તેમણે કફલિંક બ્રાન્ડ શરૂ કરી છે જે તેનું નામ ધરાવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC