રશિયન માઈન્સના સુપરવાઈઝરી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં અલરોસાના નવા સીઈઓ તરીકે અલ પાવેલ મેરિનીચેવની નિમણૂંકની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. સેર્ગેઈ ઇવાનોવના રાજીનામા બાદ બોર્ડ મેરિનીચેવની નવી ભૂમિકા માટે વિચારણા કરી રહ્યું છે. કંપનીએ તા. 15મી મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇવાનોવના જણાવ્યા અનુસાર તેમની ઉમેદવારીને વરિષ્ઠ અધિકારીઓનું સમર્થન મળ્યું છે. રશિયન સમાચાર સેવા ઈન્ટરફેક્સે એક અનામી સ્ત્રોતને ટાંકીને કહ્યું કે આ બાબતને નિર્ણય માની શકાય છે.
નોંધનીય છે કે મેરિનીચેવ 2016 થી અલરોસાની પેટાકંપની અલ્માઝી અનાબારાનું નેતૃત્વ કરે છે, જે એક માઈન્સ ડિપાર્ટમેન્ટ છે. આ ડિપાર્ટમેન્ટ ગ્રુપના મોટા ભાગના રંગીન હીરાનું ઉત્પાદન કરે છે. આ અગાઉ મેરિનીચેવ યાકુતિયાની પ્રાદેશિક સરકાર માટે પ્રથમ ડેપ્યુટી ચૅરમૅન તરીકે છ વર્ષથી વધુ સમય સુધી ફરજ નિભાવી ચૂક્યા છે, જ્યાં ઘણી અલરોસા ખાણો આવેલી છે.
યુક્રેનમાં રશિયાના યુદ્ધના સમયમાં યુએસ, યુકે અને કેનેડિયન પ્રતિબંધો હેઠળ રહેલા ઇવાનોવ – 2017 થી અલરોસાના સીઇઓ છે. તેમણે કંપનીના મુખ્ય પુનર્ગઠન તેમજ રેકોર્ડ ઉત્પાદન અને વેચાણની દેખરેખ રાખી હતી, એમ રશિયન નાણા પ્રધાન એન્ટોન સિલુઆનોવે જણાવ્યું હતું.
જો કે, યુક્રેનના સંઘર્ષે અલરોસા માટે અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા હતા. યુએસ અને અન્ય દેશોએ કંપનીને બ્લેકલિસ્ટ કરી છે, જેમાં રશિયન સરકાર 33% હિસ્સો ધરાવે છે, જ્યારે સામાન્ય રીતે રશિયન હીરા પશ્ચિમી પ્રતિબંધો અને બહિષ્કારનો વિષય છે.
હાલનું મુખ્ય ધ્યાન વર્તમાન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓના પ્રકાશમાં જે સિદ્ધ થયું છે તેને જાળવી રાખવાનું છે અને વ્યૂહરચનાના અમલીકરણમાં સાતત્ય સુનિશ્ચિત કરવાનું છે, એમ સિલુઆનોવે જણાવ્યું હતું. સેર્ગેઈ ઇવાનોવના CEO [અને] એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું સ્વીકારવા અને કંપનીના CEO તરીકે પાવેલ મેરિનીચેવની પસંદગી અંગે રશિયન સરકાર તરફથી સૂચનાઓ પ્રાપ્ત થઈ છે અને સુપરવાઇઝરી બોર્ડની બેઠક ટૂંક સમયમાં યોજાશે.
ઇવાનોવે પદ છોડવાનો ઇરાદો ગયા વર્ષના અંતમાં રશિયન મીડિયામાં અહેવાલ આપવામાં આવ્યો હતો. ત્યારે ઈવાનવે કંપનીના મેનેજમેન્ટે પદ માટે મેરિનીચેવની નિમણૂકની ભલામણને ટેકો આપ્યો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM