DIAMOND CITY NEWS, SURAT
TEFAF ન્યૂ યોર્ક આર્ટ, એન્ટિક અને ડિઝાઈન ફેરમાં તેના પ્રિવ્યુ દિવસો દરમિયાન ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો કારણ કે આતુર કલેક્ટર્સ પાર્ક એવન્યુ આર્મરી ખાતે 12 થી 16 મે દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. 11 મેના રોજ ઇન્વિટેશન ઓન્લી પ્રીવ્યુમાં બપોરે 1 વાગે દરવાજા ખુલ્યા હતા. આશ્ચર્યજનકરીતે દરવાજાની બહાએ લાંબી લાઇન્સ જોવા મળી હતી અને લોકો આ ફેરમાં અપાર રસદાખવ્યો હતો. નેધરલેન્ડ્સમાં તેના પ્રખ્યાત TEFAF માસ્ટ્રિક્ટ ફેર માટે જાણીતું, યુરોપિયન ફાઇન આર્ટ ફાઉન્ડેશન (TEFAF) તેની સાથે TEFAF ન્યૂ યોર્કનું પણ સંચાલન કરે છે.
ત્રણ કન્ટેમ્પરરી જ્વેલર્સ અને બે જ્વેલરી ડીલર્સ માટે ડેલિકેટેડ સ્પેસ ફાળવવામાં આવી હતી તેમની તરફ તેમના મુલાકાતીઓ ઉમટી પડતા શોરૂમમાં ઉત્સાહ છવાઈ ગયો. સામાન્ય રીતે, આ પ્રિવ્યુ ઇવેન્ટ્સ સાંજે વેગ પકડે છે, પરંતુ મુલાકાતીઓના પ્રારંભિક ઉછાળાએ જ્વેલરી, આર્ટ, એન્ટિક અને ડિઝાઇન એકત્ર કરવાના કલેક્ટર્સ માર્કેટની શક્તિને રેખાંકિત કરી હતી.
પ્રથમ દિવસ નોંધપાત્ર સહભાગીઓ સફર રહ્યો અને તેમનું વેચાણના પણ સારું થયું હતું જેમકે મ્યુનિક, જર્મનીના હાઈ આર્ટ જ્વેલર હેમર્લે અને ન્યૂયોર્ક જ્વેલરી ડીલર FD ગેલેરી. એલેસાન્ડ્રો સબ્બાટીની, જેને સબા તરીકે પણ ઓળખવામાં આવે છે, એક કન્ટેમ્પરરી જ્વેલર, તેમના નોંધપાત્ર વેચાણમાં ફાળો આપતા, FD ગેલેરી સાથે ઘણા પીસીઝનું પ્રદર્શન કર્યું. હેમરલે, મેળાના પ્રવેશદ્વારની નજીક સ્થિત, દરવાજા ખુલતાની સાથે જ કલેક્ટર્સને આકર્ષિત કર્યા.
લંડન જ્વેલરી ગેલેરી ડીડીયર લિમિટેડના દંપતી ડીડીયર અને માર્ટિન હાસપેસલાફ, એન્ટ્રન્સ હૉલ વેના છેડે સ્થિત હતા, જે નેવિગેશનમાં મદદ કરવા માટે આ વર્ષે વધુ સારી રીતે ચિહ્નિત કરવામાં આવી હતી. સારી વિઝિબિલિટીને કારણે TEFAF ફેરમાં અમેરિકન અને મિડલ ઇસ્ટ કલેક્ટર્સએ સારી એવી ખરીદી કરી હતી. હાઇલાઇટ્સમાં ફ્રાન્કો કેનિલા (લગભગ 1950) દ્વારા ડબલ-હેડેડ ઇનેમલ જેમસ્ટોન બેંગલ, આફ્રો બાસાલ્ડેલા દ્વારા લેન્ડસ્કેપ સાથે પામ વૃક્ષો દર્શાવતા જેમ-સેટ ગોલ્ડ બ્રોચ અને આર્ટિસ્ટ સેબેસ્ટિયાનો બાલ્બો દ્વારા સોનું,આ સફેદ અને પીળા રંગમાં કાઇનેટિક ઇયરિંગ્સની જોડી હતી. વધુમાં, 1972માં ક્લાઉડ લલાને દ્વારા લ્યુપિન ફૂલની ડિઝાઇનથી શણગારવામાં આવેલ અને ગ્રીક જ્વેલર ઝોલોટાસ દ્વારા 18-કેરેટના સોનામાં કાસ્ટ કરાયેલ એક અનન્ય નેકલેસને નવો માલિક મળ્યો.
બીજા માળે, જિનીવા સ્થિત સ્વિસ જ્વેલર બોગોસિયને થોડા વધુ શાંત વાતાવરણમાં તેના ઉત્કૃષ્ટ પીસીઝનું પ્રદર્શન કર્યું. જો કે, તેમના સંગ્રહના આકર્ષણે ઝડપથી બે સમજદાર યુવતીઓનું ધ્યાન ખેંચ્યું, જેમણે ખચકાટ વિના ખાનગી પ્રદર્શનની વિનંતી કરી.
જ્વેલરી એક્ઝિબિટર્સમાંથી એક સ્ટાફ મેમ્બરના જણાવ્યા અનુસાર, TEFAF ભવિષ્યના શોમાં ભાગ લેવા વધુ કન્ટેમ્પરરી જ્વેલર્સને સક્રિયપણે શોધી રહ્યું છે. પડકાર સાચા કલાકાર જ્વેલર્સને શોધવાનો છે જે માપદંડને પૂર્ણ કરે છે. TEFAF ન્યૂ યોર્ક અને માસ્ટ્રિક્ટની પાછલી આવૃત્તિઓમાં વોલેસ ચાન, સિન્ડી ચાઓ, ગ્લેન સ્પિરો, અન્ના હુ અને અના ખૌરી જેવા પ્રતિષ્ઠિત ઝવેરીઓ દર્શાવવામાં આવ્યા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM