સોનાના ભાવ વધતાં ઝવેરી બજારમાં નવી ખરીદી ઘટી

સોનામાં આગઝરતી તેજીના લીધે ઝવેરીઓએ નવા દાગીના બનાવવાનું કામકાજ ઘટાડ્યું, ચૂંટણી આચારસંહિતાના લીધે પણ સોનાની હેરફેર ઘટી

As gold prices rose new purchases fell in jewellery market
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સોનાની કિંમતોમાં આગઝરતી તેજી આવી છે. અમેરિકાની ફેડરલ બેન્કે વ્યાજના દરમાં ઘટાડો નહીં કર્યો હોવાથી તેની અસર સોનાની કિંમતો પર પડી છે. સોનાના ભાવ આસમાને પહોંચતાં હાલ ઝવેરીઓએ નવા સોનાની ખરીદી 70 ટકા જેટલી ઘટાડી દીધી છે, જ્યારે દાગીના બનાવવાનું કામકાજ પણ અડધું થઈ ગયું છે.

સોના-ચાંદીના વેપાર અને મેન્યુફેક્ચરિંગને મોટી અસર આવવાં પાછળ ઘરઆંગણે લોકસભાની ચૂંટણી, માર્ચ એન્ડિંગ અને આચાર સંહિતા જેવા પરિબળો એક સાથે કામ કરી રહ્યાં છે. આચારસંહિતાને કારણે હેરાફેરી ઉપર કડક ચેકિંગ થતું હોવાથી, રોકડ કે દાગીનાની ડિલિવરી ૧-૨ મહિનો સ્થગિત રાખવાનું વલણ છે.

માર્ચ મહિનામાં આમેય કામકાજ ખૂબ ઓછું હોય છે. સોનાના ભાવ એકદમ વધી ગયા પછી ઘણાં જવેલર્સ પાસે કામકાજ તદ્દન ઓછું થયું છે, એમ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું. ૭૦-૮૦ ટકા કામકાજ ઓછું થઈ ગયું છે, એમ કહીએ તો ચાલે. વેચાણ નથી એટલે તેની અસર દાગીના બનાવવાના કામ ઉપર પણ આવી છે. દાગીના મેન્યુફેક્ચરર્સ પાસે કામ ૫૦ ટકા ઓછું થઈ ગયું છે.

કુટુંબ કે ઘરમાં કોઈ પ્રસંગ હોય તો ગ્રાહકો ખપ પૂરતી ખરીદી કરી રહ્યાં છે. જોકે જૂનું સોનું બદલીને કામ ચલાવી રહ્યાં છે. સોનાના ભાવ એકદમ ટોચ પર હોવાથી આ ભાવે ખરીદી કરવાનું ગ્રાહકો ટાળે છે. જોકે એક ડર પણ છે કે ભાવ આવનારા દિવસોમાં થોડાં ઓછાં થશે. એપ્રિલથી ભાવો સુધારશે એવી અપેક્ષાઓ છે.

ઝવેરીઓનો વેપાર ઓછો થયો છે. તેનું એક કારણ સોનાના ભાવમાં આવેલો ઉછાળો છે. તેથી મેન્યુફેક્ચરિંગનું કામ 40 ટકા ઘટી ગયું છે. આચારસંહિતાના કારણે પણ વેપાર પર અસર પડવાની શરૂ થઈ છે. સ્ટેટીસ્ટીક ટીમના ચેકિંગના લીધે એકાદ બે મહિના વેપાર નહીં થાય તેવું વલણ વેપારી અને ઉત્પાદકો અપનાવી રહ્યાં છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS