Augmont company launched gold-silver coins in honour of Ram temple
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ઓગમોન્ટ ગોલ્ડ ફોર ઓલ એ અયોધ્યામાં નિર્માણ પામેલ મંદિરના સન્માન રૂપે રામ મંદિર કોઇન કિટ લોન્ચ કરી હતી. આ સ્પેશિયલ કીટમાં ચોપાઈ, રામ મંદિરનું બારીક ડિટેઇલ્ડ મિનીએચર અને પવિત્ર ભૂમિમાંથી પવિત્ર પાયાની રામમંદિર માટીનો સમાવેશ થાય છે.

કલેક્શનનું સેન્ટરપીસ 7 ગ્રામ 24 કેરેટનો સોનાનો સિક્કો છે જેનો બજાર ભાવ  55,000 રૂપિયા હતો, પરંતુ ખાસ ઓફર તરીકે 52,751 રૂપિયા કિંમત રાખવામાં આવી હતી, ઉપરાંત રૂ. 2,000ની કિંમતનું ફ્રી ગોલ્ડ ઓફર કરવામાં આવ્યું હતું. રામ મંદિર સિક્કો 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ અને 100 ગ્રામના ચાંદીના મૂલ્યોમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો.

ઓગમોન્ટ ગોલ્ડ ફોર ઓલના ડાયરેક્ટર સચિન કોઠારીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર રામ મંદિરના બહુપ્રતિક્ષિત ઉદ્દઘાટનના સાક્ષી બનવા માટે તૈયાર હતું. ઓગમોન્ટ ગોલ્ડ ફોર ઓલ દ્વારા વિશિષ્ટ શ્રી રામ મંદિર સિક્કા કિટ લૉન્ચ કરવામાં આવ્યા.

અમારી કિટમાં અમારા શુદ્ધ સોનાના સિક્કાની એક બાજુ નાજુક રીતે કોતરેલી ભગવાન રામના આરાધ્ય મૂર્તિ અને બીજી બાજુ પ્રતિકાત્મક રામ મંદિર છે, તેમાં પવિત્ર ભૂમિમાંથી પવિત્ર પાયો રામ મંદિરની માટી પણ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC