વેચાણ વધવા છતાં કર્મચારીઓને છૂટા કરી ઓસ્ટ્રેલિયન જ્વેલરે સ્ટોર્સ બંધ કર્યા

સિનિયર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ્સને નોકરી પરથી છૂટા કર્યા : ફુગાવાના લીધે કંપનીના ખર્ચા વધ્યા હોવાના લીધે નિર્ણય લીધો

Australian jeweller closes stores, lays off staff despite rising sales
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વેચાણ વધવા છતાં ઓસ્ટ્રેલિયન જ્વેલરી કંપનીએ આંચકાજનક નિર્ણય લીધો છે. માઈકલ હિલ નામની જ્વેલરી કંપનીએ પોતાના 6 સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ઓસ્ટ્રેલિયાના 5 અને કેનેડાના એક સ્ટોરને બંધ કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ કર્મચારીઓને છૂટા કરી દીધા છે.

પડકારજનક બજાર અને વધતા ઓપરેશનલ ખર્ચાને પહોંચી નહીં શકાય તેમ હોય ઓસ્ટ્રેલિયન જ્વેલરી કંપની માઈકલ હિલે પોતાના ખર્ચને સરભર કરવા માટે પહેલાં નાણાંકીય અર્ધવાર્ષિક ગાળામાં ઘણા સિનિયર એક્ઝિક્યુટીવ્સને નોકરી પરથી છૂટા ક્રયા હતા.

હવે કંપનીએ 6 સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સ્ટોર્સમાં વેચાણ સારું નહીં હોય તે બંધ કરવામાં આવી રહ્યાં છે. જ્વેલરી સ્ટોર્સની ચેઈન બેવિલ્સ ચેઈન્સના મર્જરના કારણે કંપનીએ 239.3 મિલિયન ડોલરના કુલ વેચાણમાં 4.1 ટકાનો વધારો નોંધાવ્યો હતો તેમ છતાં આ પગલું ભર્યું છે.

માઈકલ હિલના સીઈઓ ડેનિયલ બ્રેકને કહ્યું કે, પહેલાં અર્ધવાર્ષિક ગાળો અમારા માટે ચોક્કસપણે પડકારજનક રહ્યો હતો, જ્યારે માઈકલ હિલ બ્રાન્ડના વેચાણમાં ઘટાડો થયો હતો. અમે વ્યાપક જ્વેલરી સેક્ટર માટે અમારા પ્રદર્શનથી પ્રોત્સાહિત છીએ.

પરંતુ અમારું ક્લીયર માર્જિન ઇનપુટ ખર્ચ અને પ્રમોશનલ એક્ટિવિટી બંનેના દબાણ હેઠળ હતું. ફુગાવાના કારણે વ્યવસાયના ઘણા પાસાઓમાં ખર્ચ ઊંચો થયો હતો. પરિણામે કંપનીએ સંખ્યાબંધ સિનિયર મેનેજમેન્ટના કર્મચારીઓને દૂર કરી ઓપરેટિંગ ખર્ચ ઘટાડવાના સીધા પગલાં લીધા છે.

ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક ધોરણે વેચાણ 10 ટકા વધીને 133.5 મિલિયન ડોલર થયું અને કેનેડામાં તે 0.6 ટરકાવધીને 65.7 મિલિયન ડોલર થયું હતું. ન્યુઝીલેન્ડમાં આવક 10 ટકા ઘટીને 40 મિલિયન ડોલર થઈ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS