એવી ગ્લોબલએ દુબઈ, સિંગાપોર, હોંગકોંગ, ભારત અને મધ્ય આફ્રિકામાં ઓફિસ ધરાવતી બહુરાષ્ટ્રીય બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (સંસ્થા) છે. પ્રોડ્યુસર્સ અને બાયર્સ બંનેને સેવા આપતા વૈશ્વિક હબ તરીકે, એવી ગ્લોબલ પ્રાઇવેટ સેલ્સ, ઓક્શન અને ટેન્ડરોને પહોંચી વળવા વિશ્વસ્તરે કાર્યરત છે; ઉત્સાહી બાયર્સને વિશ્વમાં ઉપલબ્ધ દુર્લભ રફ અને પોલિશ્ડ ડાયમંડ, પ્રેશિયસ જેમ્સ અને હાઈ-એન્ડ જ્વેલરી પ્રસ્તુત કરે છે. સર્વગ્રાહી બિઝનેસ મોડલ દ્વારા, AV Globale પ્રેશિયસ, સેમી-પ્રેશિયસ જેમ્સ અને હીરાના ઉત્પાદકોને એક જ પ્લેટફોર્મ પર લાવે છે. અમારી કાર્ય પદ્ધતિ બજાર માટે 360 ડિગ્રી અભિગમ અપનાવે છે, તમારા ગૂડ્સને અમે સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક ફ્રેમવર્ક સાથે રજૂ કરીએ છીએ, જે સપ્લાઈ ચેઈનને વધુ પારદર્શક, નવીન અને ડિજિટલ-ફ્રેંડલી વાતાવરણમાં ડિમાન્ડ સાથે જોડીએ છીએ.
ડાયમંડ અને જેમ્સ ઉદ્યોગમાં સસ્ટેઈનેબીલીટી અને એથિકલ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. એવી ગ્લોબલ માત્ર વિશ્વાસપાત્ર અને પ્રતિષ્ઠિત જેઓ ચુસ્તપણે નૈતિક ધોરણોનું પાલનકર્તા અને બેસ્ટ બિઝનેસ પ્રેક્ટીસનું પાલન કર્તા સપ્લાયર્સ પાસેથી પ્રોડક્ટ્સ ઓફર કરે છે.
એવી ગ્લોબલએ તાજેતરમાં સિંગાપોર અને હોંગકોંગમાં અગાઉની બે પોલીશ્ડ ઓક્શનમાં ઓફર કરેલા માલના લગભગ 30% સેલ્સ કર્યું છે, જેમાં સ્ટ્રેટ ફેન્સી રેડ રેડિયન્ટ, 0.68ct આર્ગાઇલ પિંક ટેન્ડર સર્ટિફિકેટ સાથે USD 15 લાખનું રેકોર્ડ વેચાણ અને 9.02 CT આછો પિન્ક ઓવલ શેપનો USD 786,786 અને અન્ય ઘણા ફૅન્સી વિવિડ યેલો સ્ટોન્સનો પણ સમાવેશ થાય છે.
દુબઈ ખાતેના રફ ટેન્ડરમાં, એવી ગ્લોબલે ઓફર પરનો 45% માલ જેમાં આર્ગાઇલ પિંકની સિરિઝ અને બ્રાઝિલિયન ગ્રીન રફ ડાયમંડ જેને ‘ધ ગ્રીન એપલ’ કહેવાય છે તેનું પણ વેચાણ કર્યું હતું.
આ વર્ષે માર્ચમાં AV ગ્લોબલના સ્થાપક અને અધ્યક્ષ શ્રી આશિષ વિજયને 1984માં સ્થપાયેલ નોન-પ્રોફિટ સંસ્થા ICA ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ સંસ્થામાં માઇનથી લઈને માર્કેટ સુધીના લગભગ 700 જેમ ઇન્ડસ્ટ્રીના બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે, જેમાં 47થી વધુ દેશોના કલર્ડ જેમ સ્ટોન્સ ઉદ્યોગના માઇનર્સ, જેમ કટર્સ, સપ્લાયર્સ, રિટેલર્સ, ટ્રેડ એસોશિયેશન, જેમ લેબોરેટરીઝ, શૈક્ષણિક સંસ્થાઓ, મ્યુઝિયમ્સ સામેલ છે…
આ વર્ષે માર્ચમાં AV ગ્લોબલના સ્થાપક અને અધ્યક્ષ શ્રી આશિષ વિજયને 1984માં સ્થપાયેલ નોન-પ્રોફિટ સંસ્થા ICAના UAE Regionના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ સંસ્થામાં માઇન થી લઈને માર્કેટ સુધીના લગભગ 700 જેમ ઇન્ડસ્ટ્રીના બિઝનેસ લીડર્સનો સમાવેશ થાય છે, જેમાં 47થી વધુ દેશોના કલર્ડ જેમ સ્ટોન્સ ઉદ્યોગના માઇનર્સ, જેમ કટર્સ, સપ્લાયર્સ, રિટેલર્સ, ટ્રેડ એસોશિયેશન, જેમ લેબોરેટરીઝ, શૈક્ષણિક સંસ્થાઓ, મ્યુઝિયમ્સ સામેલ છે.
આ નિયુક્તિ વિષે વાત કરતા આશિષ વિજયએ જણાવ્યું હતું કે, “નજીકના ભવિષ્યમાં, દુબઈ જેમ્સ ઇન્ડસ્ટ્રી માટે સર્વગ્રાહી અભિગમ સાથે વિકાસ, પારદર્શક સંદેશા વ્યવહારની ચેનલ માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે. પહેલાં યુએઈ સરકાર અને હવે સાથે દુબઈમાં ICA આ ક્ષેત્રને જરૂરી એવી સેવા આપીને નિઃશંકપણે ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમે દુબઈની વિઝનરી લીડરશીપ સાથે તાલમેલમાં જેમ્સ ઉદ્યોગ ક્ષેત્રે સ્ટાન્ડર્ડ બિઝનેસ પ્રેક્ટિસ અપનાવતા હોવાથી થઈ રહેલા સકારાત્મક પરિવર્તનને અમે જોઈ રહ્યા છીએ. વિશ્વભરના સાથીદારોને ICA દુબઈ ચેપ્ટરમાં જોડીને અહીંની કમ્યુનિટીને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ. વૈશ્વિક જેમ ઇન્ડસ્ટ્રીમાં દુબઇનું યોગદાન ઉત્તરોત્તર વધે તેના માટે પણ અમે વિશિષ્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ. આપણે વધુ સફળતા અને મજબૂત ભાગીદારી સાથે આવતી કાલમાં આગળ વધી રહ્યા છીએ માટે ભવિષ્ય સોનેરી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.”
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM