બહેરીનના જ્વેલર્સને આઈઆઈજેએસ સિગ્નેચર મુંબઈ શોનું આમંત્રણ

IIJS સિગ્નેચરની ટીમે બહેરીનમાં વિવિધ જ્વેલરી હબની મુલાકાત લીધી હતી, જેમાં બાબ અલ બહરીન સોક, મોડા મોલ અને બહેરીન ગોલ્ડ સોકનો સમાવેશ થાય છે.

Bahrain jewellers invited to IIJS Signature Mumbai Show
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

આઈઆઈજેએસ સિગ્નેચર ટીમને બહેરીનમાં તેના પહેલાં ડોર ટુ ડોર કેમ્પેઈનને સફળતા મળી છે. જ્વેલરી અરેબિયા શોમાં ઇન્ડિયા પેવેલિયનને અઢળક લોકપ્રિયતા હાંસલ થઈ હતી. આ શો દરમિયાન  આઈઆઈજેએસ સિગ્નેચરની ટીમે બહેરીનના અગ્રણી જ્વેલરી રિટેલર્સને મળી હતી અને તેઓને મુંબઈમાં આગામી શોની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું છે.

આઈઆઈજેએસ સિગ્નેચરની ટીમે બહેરીનમાં વિવિધ જ્વેલરી હબની મુલાકાત લીધી હતી, જેમાં બાબ અલ બહરીન સોક, મોડા મોલ અને બહેરીન ગોલ્ડ સોકનો સમાવેશ થાય છે.

કેમ્પેઈન દરમિયાન ટીમ બહેરીનના કુલ 57 રિટેલર્સને મળી હતી, જેમ કે અલ ઝૈન, દેવજી, કોહીજી અલ હાશ્મી, મુજાવર્તી જ્વેલરી, અલર સરરાજ, હર્ષ જ્વેલરી, અલ સીફ જ્વેલર્સ અને બહેરીન જ્વેલરી સેન્ટર સહિત અનેક જ્વેલર્સને મળ્યા હતા.

આ ટીમે જ્વેલરી ઈન્ડસ્ટ્રીના લીડર્સ સાથે ચર્ચા કરી હતી તેમજ આઈઆઈજેએસ સિગ્નેચરમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું, જેમાં બહેરીનના જ્વેલર્સે ઘણો રસ દાખવ્યો હતો. 1400થી વધુ પ્રદર્શકોના ઉત્પાદનો અને ડિઝાઈન તેમજ નવીનતાઓની વિશાળ શ્રેણી આઈઆઈજેએસ મુંબઈમાં ઓફર કરાશે તે જાણી બહેરીનના જ્વેલર્સ શોમાં હાજરી આપવા પ્રત્યે ઉત્સુક થયા હતા.

આઈઆઈજેએસ મુંબઈ શોમાં વધુમાં વધુ ઈન્ટરનેશનલ બાયર્સને આકર્ષવા માટે આઈઆઈજેએસ સિગ્નેચર ટીમે સાઉદી અરેબિયા જેવા અન્ય દેશોમાં તેમનું ડોર ટુ ડોર અભિયાન લઈ જવાની તૈયારી કરી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS