અમેરિકાના જ્વેલર્સે પણ સ્વીકાર્યું, ભારતના માર્ગે બજારોમાં ઠાલવતાં રશિયન ડાયમંડ પર પ્રતિબંધની માઠી અસર પડી

યુએસ હીરા ઉદ્યોગમાં બિનજરૂરી વિક્ષેપોને ઓછો કરીએ તેની ખાતરી કરવા માટે JA પ્રમુખ અને CEO ડેવિડ બોનાપાર્ટે એક નિવેદન બહાર પાડ્યું હતું

Banned Russian diamonds entering markets via India had negative impact-US jewellers-1
ફોટો : @JewellersOfAmericaMembers (સૌજન્ય : ફેસબુક - જ્વેલર્સ ઓફ અમેરિકા)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના લીધે પશ્ચિમી બજારો રશિયા પર વ્યાપારી પ્રતિબંધો લાદી રહ્યું છે, તેના ભાગરૂપે રશિયાની ખાણ અલરોસામાંથી ઉત્પાદિત રફ ડાયમંડના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રશિયાના ડાયમંડ અન્ય કોઈ દેશ જેમ કે ભારત, આફ્રિકા, ઈઝરાયેલથી પોલિશ્ડ થઈ યુરોપિયન, અમેરિકન બજારોમાં નહીં ઠલવાય તેની ચકાસણી કરવા માટે એન્ટવર્પમાં પ્રત્યેક હીરાની તપાસ કરવાનું નક્કી ઠરાવાયું છે. એન્ટવર્પમાં પ્રત્યેક હીરાના ડિક્લેરેશનની પ્રક્રિયાએ સમગ્ર વિશ્વના ઝવેરાત ઉદ્યોગની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ વાત અમેરિકાના જ્વેલર્સ પણ સ્વીકારી રહ્યાં છે.

તાજેતરમાં વોશિંગ્ટન ડીસીમાં વોશિંગ્ટનના કાયદાના નિષ્ણાતા ધારાશાસ્ત્રીઓ અને જ્વેલર્સની એક બેઠક મળી હતી, જેમાં જ્વેલર્સ ઓફ અમેરિકા (JA) અને ઉદ્યોગ જગતના મુખ્ય અગ્રણીઓએ ધારાશાસ્ત્રીઓ સાથે ભારતથી આયાત થતાં રશિયન હીરા અને જવેલરી પરના પ્રતિબંધોની સમીક્ષા કરી હતી. આ પ્રતિબંધથી અમેરિકન જેમ એન્ડ જવેલરી ઉદ્યોગને પણ વેપારમાં અસર થઈ છે તે સ્વીકાર્યું હતું.

આથી યુએસ હીરા ઉદ્યોગમાં બિનજરૂરી વિક્ષેપોને ઓછો કરીએ તેની ખાતરી કરવા માટે  JA પ્રમુખ અને CEO ડેવિડ બોનાપાર્ટે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં 1 સપ્ટેમ્બર 2024 થી લાગુ નવા પ્રતિબંધ અંગે મંથન કરવામાં આવ્યું હતું.

બોનાપાર્ટે નોંધ્યું હતું કે, ચર્ચામાં ગ્રુપ ઓફ સેવન (G7) બજારો માટે નિર્ધારિત તમામ 0.50-કેરેટ અને મોટા હીરાને બેલ્જિયમમાં એક જ આયાત ચેનલમાંથી પસાર કરવાની ફરજ પાડવાની યુરોપિયન યુનિયનની દરખાસ્તને અપનાવવાનાં મુદ્દાનો સમાવેશ થાય છે.

1 માર્ચથી અમલમાં આવેલા વધુ કડક નિયમો સહિત રશિયન મૂળના હીરાને સપ્લાય ચેઇનમાંથી બહાર રાખવાના પ્રયાસોને સમર્થન આપે છે. આ માટે આયાતકારોએ સેલ્ફ ડિકલેરેશન કરવું જરૂરી છે કે 1 કેરેટ અથવા તેનાથી મોટા હીરા રશિયન નથી, તેમ છતાં તેઓ ત્રીજા દેશમાં ઉત્પાદિત થયા છે.

જોકે, તમામ રફ હીરા માટે બેલ્જિયમમાં ભૌતિક ચકાસણી અને પ્રમાણપત્ર ફરજિયાત કરવાથી વૈશ્વિક હીરા અને દાગીનાની સપ્લાય ચેઇનને મહત્તમ નુકસાન થશે, જ્યારે રશિયાની હીરાની આવક પર ન્યૂનતમ અસર થશે, એવી નિવેદનમાં દલીલ કરી હતી. 1-કેરેટ અને મોટા હીરા પરના વર્તમાન નિયંત્રણો ફક્ત વ્યક્તિગત, છૂટક હીરા પર લાગુ થાય છે અને તૈયાર દાગીનાનાં કુલ વજન પર નહીં.એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS