ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં અવિશ્વસનીય નફો હાંસલ કરીને બેરીક ગોલ્ડ કંપનીએ નિષ્ણાતોને ખોટા પાડ્યા છે. કેનેડાની ખાણ કંપનીએ બીજા ક્વાર્ટરમાં સોનાની ઊંચી કિંમતો મેળવી સારો ફાયદો રળ્યો છે.
કંપનીએ સોના અને તાંબા માટે સમગ્ર વર્ષના ઉત્પાદનના દ્રષ્ટિકોણને જાળવી રાખ્યું છે. આ સાથે જ કંપનીએ કહ્યું કે, વર્ષના આગામી છ મહિનામાં ઉત્પાદન પહેલાંથી વધુ થાય તેવી અપેક્ષા છે. નેવાદામાં કાર્લિન કોમ્પલેક્સ, ડેમોક્રેટિક રિપબ્લિકમાં કિબાલી સોનાની ખાણના સારા પ્રદર્શનના લીધે પ્રોત્સાહન મળ્યું છે. કોંગો અને ઝામ્બિયામાં લુમવાના તાંબાની ખાણનું કામ પણ સુધર્યું છે.
પાછલા ત્રિમાસિક સમયગાળા દરમિયાન સોનાની સરેરાશ કિંમત પાછલા વર્ષની સરખામણીમાં 4.3 ટકા વધી હતી, જે મે મહિનામાં અત્યાર સુધીની સૌથી ઊંચા સ્તરને સ્પર્શી ચૂકી છે. અમેરિકામાં બેન્કિંગ કટકટોની ચિંતાના લીધે ઈન્વેસ્ટેર્સ સુરક્ષિત રોકાણ માટે સોના તરફ વળ્યા તેનો ફાયદો થયો છે.
પીળી ધાતુની ઊંચી કિંમતોએ બૈરિક ખાણને મળતી સરેરાશ કિંમતોને પાછલા વર્ષની સરખામણીએ 6 ટકા વધારો દર્શાવ્યો છે, જે 1972 ડોલર પ્રતિ ઔંસ છે.
દરમિયાન સોનાની સસ્ટેનિંગ કોસ્ટ (એઆઈએસસી) એક મુખ્ય ઉદ્યોગ મેટ્રિક જે ઉત્પાદનથી સંકળાયેલા કુલ ખર્ચાઓને દર્શાવે છે. એક વર્ષ પહેલાંના ત્રિમાસિકમાં તે 1212 ડોલર પ્રતિ ઔંસથી વધીને હવે 1355 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.
યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકામાં લેબર્સની અછતની સાથે યુક્રેન પર રશિયાના હુમલા બાદ ફુગાવો વધ્યો છે તેમજ ઈંધણોની કિંમતો વધી છે, જેનાથી સમગ્ર વિશ્વ અસરગ્રસ્ત થયું છે.
30 જૂન 2023ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિકમાં સોનાના ઉત્પાદનને પાછલા વર્ષની સરખામણીમાં 3 ટકા ઘટીને 1 મિલિયન ઔંસ રહી ગઈ છે. જ્યારે તાંબાનું ઉત્પાદન 107 મિલિયન પાઉન્ડ રહ્યું છે, જે એક વર્ષ પહેલાંની સરખામણીએ 11 ટકા ઓછું છે. રેફિનીટીવ આઈબીઈએસના ડેટા અનુસાર નિષ્ણાતો આ વર્ષે 1.09 મિલિયન ઔંસ સોનાના ઉત્પાદનની અપેક્ષા રાખી રહ્યાં છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM