DIAMOND CITY NEWS, SURAT
બેલ્જિયમની સોફ્ટેવર કંપની iTraceiT જે ટ્રેસિબિલિટી સોલ્યુશનમાં વિશેષતા ધરાવે છે. આ કંપની માટે બેલ્જિયમના વાલૂનની પ્રાદેશિક સરકારની વાલોનિયા ઈનોવેશન એન્ડ ગ્રોથ તરફથી 2,50,000 યુરોપની ગ્રાન્ટ મળી છે. આ ફંડનો ઉપયોગ iTraceiT કંપની દ્વારા માર્કેટિંગ અને સેલ્સના પ્રોગ્રામનો ભારત અને યુએસએમાં એક્સપાન્સન માટે કરવામાં આવશે. ભારત અને યુએસએ બે મુખ્ય ડાયમંડ ટ્રેડિંગ હબ છે. કંપની આ ફંડની મદદથી આ બંને ટ્રેડિંગ હબ કન્ટ્રીમાં કન્ઝ્યુમર માર્કેટને ડેવલપ કરવા માટે વાપરશે. આ વર્ષના અંત સુધીમાં બેલ્જિયમમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમની સ્થાપના માટે વધારાના ભંડોળની પણ કંપનીને અપેક્ષા છે.
વર્ષ 2023ની શરૂઆતમાં iTraceiTની બ્લોકચેન અને ક્યૂઆર કોડ પર આધારિત ટ્રેસિબિલિટી કંપનીના નવા સ્માર્ટ ડિજીટલ પાસપોર્ટ સાથે ડાયમંડને ટ્રેક કરવા માટે એક નવું સ્ટાન્ડર્ડ સેટ કર્યું હતું. આ વર્ષની શરૂઆતથી જ iTraceiTનો પાસપોર્ટ એવા ઉદ્યોગમાં ગેમ ચેન્જર સાબિત થયો છે જે અનૈતિક હીરા સામેના પ્રતિબંધોને જોઈ રહે છે. વોલોનિયા ઈનોવેશન એન્ડ ગ્રોથની ગ્રાન્ટ iTraceiTને સ્ટોન, કિંમતી ધાતુઓ અને ફિનિશ્ડ જ્વેલરી ટ્રેકિંગમાં તેની ટોચની સ્થિતિ જાળવી રાખવા મદદરૂપ બનશે.
ઈકોનોમી, ફોરેન ટ્રેડ, રિસર્ચ અને ઈનોવેશનના વાલૂન મિનિસ્ટર વિલી બોરસસે કહ્યું કે, ઝડપથી વિકસતી કંપની માટે આ એક ઉત્તમ સમાચાર છે. મને આનંદ છે કે વોલોનિ એન્ટરપ્રન્ડેર અથવા વોલેનિયા ઈનોવેશન એન્ડ ગ્રોથ આ સ્ટાર્ટ અપમાં રોકાણ કરીને વોલોનિયા પોતાની જાતને ડાયમંડ ટ્રેસિબિલિટીમાં સ્થાન આપી રહી છે. જે એક ઝડપથી વિકસતું ક્ષેત્ર છે.
iTraceiTના સીઈઓ ફેડરિક ડેગ્રીસે કહ્યું કે, ડાયમંડ ઈન્ડસ્ટ્રી વીજળીની સ્પીડથી પ્રગતિ કરી રહ્યો છે. ડાયમંડ અને જ્વેલરી બિઝનેસમાં લક્ઝરી બ્રાન્ડ 2025 સુધીમાં વોચીસ અને જ્વેલરીમાં તેમના ડાયમંડના મૂળ સ્ત્રોતના પુરાવો આપવાનો ટાર્ગેટ ધરાવે છે. વોલોનિયા ઈનોવેશન એન્ડ ગ્રોથ ની મદદથી અમે આ ટાર્ગેટ હાંસલ કરી શકીશું.
iTraceiTના ચીફ ટેક્નોલૉજી ઓફિસર ગાય ડી સ્મેટે કહ્યું કે iTraceiTનું સોફ્ટવેર વિવિધ સિસ્ટમો વચ્ચે સંપર્ક સાધી શકે છે અને અન્ય ટૅક્નિક સાથે લિંક કરી શકાય છે, જે કંપનીઓ વસ્તુઓને ટ્રેસ કરવા માટે ઉપયોગમાં લે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM