જ્વેલરી આર્ટિકલના કોઈ પાર્ટની આયાતના કિસ્સામાં સ્પેશ્યિલ એડિશનલ ડ્યૂટી (SAD)હેઠળ ક્લેઈમના દાવાને નવી દિલ્હી સ્થિતિ કસ્ટમ્સ, એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સની એપેલેટ ટ્રીબ્યુનલ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ટ્રીબ્યુનલે નોંધ્યું છે કે જ્વેલરી આર્ટીકલના પાર્ટસ પર SAD હેઠળ ડ્યૂટી મુક્તિ આપી શકાય નહીં. કસ્ટમ્સ, એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)ની નવી દિલ્હી બેચે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે જ્વેલરી આર્ટિકલના પાર્ટ્સની આયાત પર સ્પેશિયલ એડિશનલ ડ્યુટી (SAD) મુક્તિના લાભો માટે આયાતકર્તા દ્વારા કોઈ દાવો કરી શકાતો નથી.
આ કેસની વિગત એવી છે કે અરજદારે ગોલ્ડ અને સિલ્વરના કસ્ટમ ક્લીયરન્સ માટે બિલ્સ ઓફ એન્ટ્રી રજૂ કરી હતી અને આ સાથે જ કાઉન્ટર વેલિંગ ડ્યૂટી (CVD)ની ચૂકવણી માટે CVDના નિયમો હેઠળ રાહતની માંગણી કરી હતી. આ અંગેના કાગળીયા રજૂ કરી અરજદારે ડ્યૂટી મુક્તિનો વિભાગ સમક્ષ દાવો કર્યો હતો. તેમજ SADના નિયમો હેઠળ ડ્યૂટીમાં મુક્તિની માગણી પણ કરી હતી.
દરમિયાન બિલ ઓફ એન્ટ્રીની ચકાસણી કરી અપીલકર્તાઓ દ્વારા કસ્ટમ ડ્યૂટીની રાહત આપી તેનો નિકાલ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ કસ્ટમના અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું કે, અરજીકર્તા CVD અને SADના નિયમો હેઠળ ડ્યૂટી મુક્તિનો લાભ લેવા માટે હકદાર નથી. તેથી કસ્ટમ દ્વારા અરજીકર્તાને વ્યાજ અને દંડ સાથે CVD અને SADના નિયમો હેઠળ ડ્યૂટી વસૂલાતની નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. અધિકારીઓએ આ સાથે દંડ પણ ફટકાર્યો હતો. કમિશનર (અપીલ)એ જણાવ્યું હતું કે, અરજીકર્તા CVD હેઠળ ડ્યૂટી મુક્તિનો લાભ લેવા હક્કદાર નથી તેમ છતાં તેનો લાભ લીધો છે.
કસ્ટમ્સ ટેરિફ એક્ટની કલમ XIV માં સમાયેલ પ્રકરણ 71 કુદરતી અથવા કલચર્ડ મોતી, કિંમતી અથવા અર્ધ-કિંમતી સ્ટોન, કિંમતી ધાતુઓ, કિંમતી ધાતુઓથી સજ્જ ધાતુઓ અને ઇમિટેશન જ્વેલરીનો વેપાર કરે છે. જે CVD ડ્યૂટી મુક્તિ સૂચનાનું અવલોકન એ પણ દર્શાવે છે કે એન્ટ્રી નં. 199 પ્રકરણ શીર્ષક 7113માં (I) જ્વેલરીના આર્ટીકલ્સ અને (II) ચાંદીના ઘરેણાનો આર્ટીકલ્સ છે. જે જ્વેલરીના પાર્ટસને રાહત આપતું નથી. જ્યારે આ એન્ટ્રીની સરખામણી એન્ટ્રી નં. 199, તારીખ 26.07.2016ના નોટિફિકેશન દ્વારા સુધાર્યા મુજબ, એવું ધ્યાન પર આવ્યું છે કે જ્વેલરીના આર્ટિકલના પાર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટ્રીબ્લુનલના જસ્ટીસ દિલીપ ગુપ્તા અને ટેક્નીકલ મેમ્બર હેમામ્બિકા આર. પ્રિયાએ નોંધ્યું કે, “કમિશનરે (અપીલ) પોતાના તારણમાં નોંધ્યું છે કે અલગ અલગ આર્ટીકલ હોવાથી, SAD ડ્યૂટી મુક્તિના લાભનો દાવો કરી શકાય નહીં. તેથી તેઓને ડ્યૂટી મુક્તિનો લાભ આપી શકાય નહીં.”
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM