Bhindi Jewelers in Newark USA raided by gang
ફોટો સૌજન્ય : ભીંડી જ્વેલર્સ
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

યુએસએના સાન ફ્રાન્સિસ્કોના નેવાર્કમાં આવેલા ભીંડી જ્વેલર્સમાં ધાડપાડુ ટોળકીએ લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઈ છે. લગભગ 12 જેટલાં માસ્ક પહેરેલા ધાડપાડુઓ જ્વેલરી સ્ટોરમાં ત્રાટક્યા હતા. જ્વેલરી સ્ટોરના સિક્યોરિટી ડોર તોડીને અંદર ઘુસી ગયા હતા. તોડફોડ મચાવી હતી અને મોંઘી ઘડિયાળો, સોનાની વીંટી અને હીરાના હાર લૂંટી લીધા હતા.

લૂંટારાઓએ જ્વેલરી સ્ટોરમાં તોડફોડ મચાવતા તેનો અવાજ કામદારોએ સાંભળ્યો હતો. દરવાજા તોડ્યા તેનો અવાજ સાંભળ્યો ત્યારે કામદારોને એવું લાગ્યું કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હશે.

ધાડપાડુ ટોળકીમાં પુરુષો ઉપરાંત મહિલાઓ પણ હતી. લગભગ 3 મિનિટથી ઓછા સમયમાં ટોળકીએ સ્ટોરમાં કરોડોની લૂંટ ચલાવી હતી. સ્ટોરની બહાર ડબલ પાર્ક કરેલી ગેટવે કારમાં બાદમાં ટોળકી ભાગી ગઈ હતી.

પોલીસે અત્યાર સુધી યુએસમાં ચાર જ્વેલરી સ્ટોર્સની પરિવારની માલિકીની ભારતીય મૂળની ભીંડી જ્વેલર્સમાંથી ચોરાયેલી જ્વેલરીની કિંમત નક્કી કરી નથી. આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જોકે, પોલીસે ગુનામાં વપરાયેલા બે વાહનો કબજે કર્યા છે.

નેવાર્ક પોલીસ કેપ્ટન જોલી મેકિયાસે કહ્યું કે, આ નિરાશાજનક ઘટના છે. દિનદહાડે લૂંટ થઈ હતી. સ્ટોર્સ ખુલ્યા બાદ કેટલી લૂંટ થઈ છે તે જાણી શકાશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH