સુરત ડાયમંડ બુર્સ દ્વારા આજરોજ બીજા ફેઝનું ઓક્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ગત ઓક્શનની જેમ જ ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગયા વખતની જેમ આ વખતે પણ સૌથી વધુ બોલી સાથે ઓફિસ 26,000નો ભાવ આવ્યો હતો. હાલ જયારે હીરા બજારમાં વાતાવરણ થોડું ઠંડું પડ્યું હોવા છતાં આશ્ચર્યની વાત એ છે કે ગઈ વખતની સરખામણી કરતા સરેરાશ માત્ર ૬ % ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ ઓક્શન પૂરો થવાનો સમય 5:30 વાગ્યા સુધીનો હોવા છતાં છેલ્લે રસાકસી સાથે આ ઓક્શન 6: 40 સુધી ચાલ્યું હતું.
યુકેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ડાયમંડ ઉધોગમાં છેલ્લા કેટલાક સમયથી ઠંડો માહોલ જોવા મળી રહ્યો હતો. પોલીશડ ડાયમંડમાં લીકવીડીટીની સમસ્યા ઊભી થતી દેખાઈ રહી છે. માર્કેટમાં હાલ પોલીસ ડાયમન્ડ ને લઈને જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. તેનાથી ડાયમંડ માર્કેટમાં સ્થિરતા જોવા મળી રહી નથી. તેની અસર સીધી માર્કેટના ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં યોજાયેલા ડાયમંડ બુર્સ ખાતેના ઓક્શનમાં પણ ખરીદારો ના ઉત્સાહ જોવા લાયક હતા. આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ દેશ અને વિદેશના ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી પહેલું પસંદગીનું સ્થળ બની રહેશે.
જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે આ સાથે ફરી એક વાર ડાયમંડ બુર્સ કે જે દુનિયાની 9મી અજાયબી સ્થાપવા જઈ રહ્યું છે ત્યારે બીજા ઓક્શનની બોલી પછી ડાયમંડ માર્કેટમાં ફરી એક વાર લોકોમાં ડાયમંડ બુર્સ સાથે જોડાવા માટેની હોળ તેમજ ઉત્સુકતા જોવા મળી હતી.સુરત ડાયમંડ બુર્સ ડાયમંડ ઉદ્યોગ માટેનો મુખ્ય કેન્દ્ર બનવા તરફ જઇ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકો પ્રયાસો કરી રહ્યા છે કે તેમને સારી ઓફિસ અહીં મળી જાય, આજે પણ જે પ્રકારે ઓક્શનની પ્રક્રિયા થઇ હતી. તેમાં ખૂબ જ રસાકસી જોવા મળી હતી લિમિટેડ અને સિલેક્ટેડ ઓફિસોને લઈને લાંબી ઓક્શનની પ્રક્રિયા ચાલી હતી.