હીરાવાળાઓને મોટી રાહત, સુરતને દુબઈની ફ્લાઇટ મળી, ટૂંકમાં હોંગકોંગની પણ મળશે

સુરતથી દુબઈની ફ્લાઇટ શરૂ થઈ છે. ખૂબ જલ્દી સુરતથી હોંગકોંગની ફ્લાઇટ શરૂ કરીશું. ગુજરાતમાં હવે 3 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.

Big relief for diamond workers Surat gets flight to Dubai soon to get Hong Kong too-1
ફોટો સૌજન્ય : X (Twitter) @narendramodi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17મી ડિસેમ્બરે બુર્સના ઉદ્દઘાટન પ્રસંગે સુરતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા વધારવાની પણ જાહેરાત કરી હતી. બુર્સના ઉદ્દઘાટન પહેલાં વડાપ્રધાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનાં આધુનિક નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્દઘાટન કર્યું હતું.

લોકાર્પણ પછી તેમણે ટ્વિટ કરી લખ્યું હતું કે, “સુરતમાં નવી સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ શહેરના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. આ અત્યાધુનિક સુવિધા માત્ર મુસાફરીના અનુભવને વધારશે નહીં પરંતુ તે આર્થિક વિકાસ, પ્રવાસન અને એર કનેક્ટિવિટી સુવિધાઓને પણ પ્રોત્સાહન આપશે. સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાની વર્ષો જૂની માંગ પૂરી કરી છે. મને બરાબર યાદ છે, ત્યારે હું અહીં આવતો ત્યારે સુરતનું એરપોર્ટ ઝૂંપડી જેવું હતું. એના કરતાં વધારે બસ સ્ટેશન સારા લાગતાં, આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. સુરત થી દુબઈની ફ્લાઇટ શરૂ થઈ છે. ખૂબ જલ્દી સુરત થી હોંગકોંગની ફ્લાઇટ શરૂ કરીશું. ગુજરાતમાં હવે 3 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીં ડાયમંડ ઉપરાંત, અહીંની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી, ટૂરીઝમ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન અને સ્કિલ સહિત દરેક સેક્ટરનો લાભ મળશે. હું આ બહેતરીન અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સુરતવાસીઓને, ગુજરાતવાસીઓને, ખૂબ અભિનંદન પાઠવું છું.” વડાપ્રધાન મોદીએ લટાર મારતાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સુરત એરપોર્ટના ઇતિહાસના ફોટોગ્રાફ જોયા પછી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચૅરમૅન સંજીવ કુમારને ‘ગુડ વર્ક’ કહી તંત્રની કામગીરીને બિરદાવી હતી.

દુબઈની ફ્લાઇટને પહેલાં દિવસે 95 ટકા બુકિંગ મળ્યું

સુરત એરપોર્ટ પર નવા આંતરરાષ્ટ્રીય ટર્મિનલના ઉદઘાટન સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરત-દુબઈ જોડતી ઐતિહાસિકngh ફ્લાઇટે ઉડાન ભરી હતી. સુરત એરપોર્ટના નવા આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું તે જ દિવસે, એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરત અને દુબઈને જોડતી સીધી ફ્લાઇટનું સંચાલન કરનારી પ્રથમ એરલાઇન્સ બની છે.

આ ફ્લાઇટ સાંજે દુબઈથી રિટર્ન આવી ત્યારે 101 પેસેન્જર દુબઈથી સુરત પરત આવ્યા હતા. સુરત થી દુબઈની પ્રથમ ફ્લાઇટ, IX 173, રવિવારે સવારે 11:40 કલાકે 171 મહેમાનો સાથે ઉડાન ભરી હતી. જોકે પ્રથમ દિવસે 10.25નાં નિર્ધારિત સમયને બદલે 11.40 કલાકે ટેક ઓફ થઈ હતી.

આ ઐતિહાસિક ક્ષણને એર ઇન્ડિયા એક્સપ્રેસના મેનેજિંગ ડાયરેક્ટર આલોક સિંઘ દ્વારા એરપોર્ટ પર મહેમાનોને ફ્લાઇટનો પહેલો બોર્ડિંગ પાસ રજૂ કરીને આવકાર આપવામાં આવ્યો હતો. આલોક સિંઘે કહ્યું હતું કે, “એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે સુરતનું ખૂબ મહત્વ છે, કારણ કે અમે અમારા નવા વિમાનસમૂહના આધારે અમારા નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યાં છીએ, હાલમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસ એ સુરતથી શારજાહની પાંચ સાપ્તાહિક ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. એરલાઇન્સ હવે સુરત-દુબઈ રૂટ પર અઠવાડિયામાં ચાર ફ્લાઈટ્સનું સમયપત્ર જાહેર કર્યું છે અને બુકિંગ શરૂ કર્યું છે. આ નવી સેવાની શરૂઆત સાથે, AIX સુરતથી આવતી-જતી 30 ફ્લાઈટ્સનું સંચાલન કરશે.”

સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડિંગ 600 ઈન્ટરનેશનલ પેસેન્જર્સ હૅન્ડલ કરવા સક્ષમ

ટર્મિનલ બિલ્ડિંગ દિવસના પીક પીરિયડ્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા સક્ષમ છે અને બિલ્ડિંગમાં પીક પીરિયડના કિસ્સામાં ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે.  તેનાથી વાર્ષિક પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ થશે.

ટર્મિનલ બિલ્ડિંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર હોવાથી તેને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવી છે, જેથી મૂળ તત્વો આંતરિક અને બાહ્ય બંનેમાં પ્રતિબિંબિત થાય અને મુલાકાતીઓમાં સ્થાનની ભાવના ઊભી થાય. સુધારેલા ટર્મિનલ બિલ્ડિંગના અગ્રભાગનો ઉદ્દેશ્ય સુરત શહેરના ‘રાંદેર’ વિસ્તારના જૂના મકાનોના સમૃદ્ધ અને પરંપરાગત લાકડાના કામ સાથે મુસાફરોના અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે.

એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગને GRIHA-IV તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેમાં ડબલ સેફ્ટી કવર રૂફ સિસ્ટમ છે. ઊર્જા બચત માટે છત્ર, ઓછી ગરમી શોષણ ડબલ ગ્લેઝિંગ એકમો, વરસાદી પાણીનો સંગ્રહ,પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, લેન્ડસ્કેપ, સોલાર પાવર પ્લાન્ટ માટે ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS