DIAMOND CITY NEWS, SURAT
કેનેડાના ટોરન્ટો એરપોર્ટ ગયા વર્ષે સોનાની ચોરી થઈ હતી. કેનેડાની પોલીસ આ ચોરીને ઈતિહાસની સૌથી મોટી ચોરી માને છે. કારણ કે તે એરપોર્ટની અંદરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે, એર કેનેડાના બે કર્મચારીઓ આ ચોરીમાં સંડોવાયેલા હતા. જેમાં એક ભૂતપૂર્વ અને એક વર્તમાન કર્મચારી હતો. આ બે તે 9 શંકાસ્પદોમાં સામેલ છે જેઓ પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ટોળકીએ 14.5 મિલિયન યુએસ ડોલરની કિંમતના 6,600 ગોલ્ડ બારની ચોરી કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ટોરન્ટોના જ્વેલરી સ્ટોરના માલિકનો પણ સમાવેશ થાય છે. ત્રણ શંકમંદો હજુ ફરાર છે.
ગુનેગારોએ ગયા વર્ષે 17 એપ્રિલના રોજ ટોરન્ટોના પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકના વેરહાઉસમાં સ્ટાફને છેતરવા માટે એરવે બિલનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ આરોપીઓએ 1.8 મિલિયન યુએસ ડોલરના સોના અને વિદેશી ચલણથી ભરેલા કાર્ગો કન્ટેનરને ખાલી કરવા માટે ફોર્કલિફ્ટ ટ્રકનો ઉપયોગ કર્યો હતો.
એરવે બિલ સી ફૂડના કાયદેસર શિપમેન્ટ માટે હતું, જે એક દિવસ પહેલાં ઇશ્યુ કરાયું હતું. આ ડુપ્લિકેટ એરવે બિલ એર કેનેડા કાર્ગોમાં પ્રિન્ટરથી પ્રિન્ટ કરવામાં આવ્યું હતું એમ સાર્જન્ટ માઈક મેવિટીએ જણાવ્યું હતું.
પોલીસનું કહેવું છે કે તેઓએ સ્મેલ્ટિંગ પોટ્સ, કાસ્ટ્સ અને ધાતુના મોલ્ડ જપ્ત કર્યા છે અને માને છે કે ચોરાયેલું મોટા ભાગનું સોનું ઓગળી નાંખવામાં આવ્યું છે.
ઓન્ટારિયોની પીલ પ્રાદેશિક પોલીસના પોલીસ વડા નિશાન દુરૈપ્પાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, આ વાર્તા સનસનાટીભરી છે. અમે મજાકમાં કહીએ છીએ કે, તે નેટફ્લિક્સની વેબસિરિઝ જેવી છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp