બ્લેક ફ્રાઇડેમાં જ્વલેરી સેક્ટરમાં મજબુત વેચાણ જોવા મળ્યુ

ગ્રાહકો હોલિડે સિઝનનો અને પ્રમોશનનો લાભ લઈ રહ્યા છે ગ્રાહકો તેમની યાદીમાં દરેક ગિફ્ટ શોધી રહ્યા છે અને તેમને પૂરતા વિકલ્પો મળી રહ્યા છે.

Black Friday saw strong sales in the jewellery sector
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરના પ્રારંભિક ડેટા પરથી જાણવા મળ્યું છે કે બ્લેક ફ્રાઇડેમાં જ્વેલરી સેક્ટરમાં મજબુત પ્રદર્શન જોવા મળ્યું છે. ઇ-કોમર્સના વેચાણમાં મોટો ઉછાળો અને ઓવરઓલ ડિમાન્ડ પણ પોઝિટિવ જોવા મળી છે.

24 નવેમ્બરના શોપિંગ દિવસે, આ સેગમેન્ટમાં ઓનલાઈન વેચાણ ઓક્ટોબરના સરેરાશ દિવસની સરખામણીમાં 114 ટકા વધ્યું હતું.

એડોબ એનાલિટિક્સે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે,તમામ કેટેગરીમાં ઈ-કોમર્સ સ્પેન્ડીંગ વાર્ષિક ધોરણે 7.5 ટકા વધીને રેકોર્ડ 9.8 બિલિયન ડોલર થયો છે, જે ડેટા પ્રોવાઇડરના 9.6 બિલિયન ડોલરની ધારણાને પણ પાર કરી ગયો હતો. ઇલેકટ્રોનિક્સ, એપેરલ, ટોય્સ જેવા અન્ય સેક્ટરે પણ સારુ પ્રદર્શન કર્યું હતું. થેંક્સગિવીંગ પર એકંદરે વેચાણ 5.5 ટકા વધીને રેકોર્ડ 5.6 બિલિયન ડોલર થયું જે એડોબની આગાહી સાથે મેળ ખાય છે.

માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સના એક અલગ અહેવાલ મુજબ, બ્લેક ફ્રાઈડેના દિવસે ઑનલાઇન અને સ્ટોરમાં વેચાણ વાર્ષિક ધોરણે 2.5 ટકા વધ્યું. જે એક વર્ષ અગાઉની સરખામણીએ સ્ટોરમાં આવક 1.1 ટકા વધી હતી, જ્યારે કંપનીએ ઈ-કોમર્સ વેચાણમાં 8.5 ટકાનો વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.

માસ્ટરકાર્ડના વરિષ્ઠ સલાહકાર સ્ટીવ સડોવે જણાવ્યું હતું કે, ગ્રાહકો હોલિડે સિઝનનો અને પ્રમોશનનો લાભ લઈ રહ્યા છે ગ્રાહકો તેમની યાદીમાં દરેક ગિફ્ટ શોધી રહ્યા છે અને તેમને પૂરતા વિકલ્પો મળી રહ્યા છે.

માસ્ટરકાર્ડે જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રાયોગિક ભેટો લોકપ્રિય પસંદગી રહી છે, ત્યારે ગ્રાહકો હોલિડે માટે કંઈક વિશેષ શોધવાનું ચાલુ રાખે છે, જેમાં જવેલરી અને એપરલ ગિફ્ટ માટેના ટોચના સેક્ટર છે.

Adobe અપેક્ષા રાખે છે કે હોલિડેના બાકીના સપ્તાહમાં ઓનલાઈન વેચાણ મજબૂત રહેશે.

બ્લેક ફ્રાઇડે અમેરિકામાં થેંક્સગિવીંગ પછીનો દિવસ છે. તે ક્રિસમસ શોપિંગ સીઝનની શરૂઆત દર્શાવે છે અને પરંપરાગત રીતે અમેરિકન કર્મચારીઓ માટે હોલિડે હોય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, બ્લેક ફ્રાઈડે વિશ્વવ્યાપી ઘટના બની ગઈ છે અને મોટા ઉદ્યોગો તેનો ઉપયોગ વિશેષ ઑફર્સ, ડિસ્કાઉન્ટ અને વેચાણ વધારવાની તક તરીકે કરી રહ્યા છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS