છેલ્લાં કેટલાંય સમયથી બોત્સવાનામાં ખાણો સંબંધિત કરાર મામલે બોત્સવાના અને ડી બિયર્સ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. બોત્સવાના અને ડી બિયર્સના વર્ષો જૂના વ્યાપારિક સંબંધો પૂરા થઈ રહ્યાં હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે આ સમગ્ર મામલે બોત્સવાના તરફથી રદિયો આપવામાં આવ્યો છે.
બોત્સવાનાએ આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવવા સાથે ખુલાસો કર્યો છે કે તે ડી બિયર્સ સાથેના તેના લાંબા ગાળાના સંબંધોને સમાપ્ત કરવા માંગતા હોવાના અહેવાલ ખોટા છે. બોત્સવાના પોતે ડી બિયર્સ સાથેના સમજૂતી કરાર પર ટૂંક સમયમાં કોઈ સકારાત્મક નિર્ણય પર આવશે તેમ બોત્સવાનાએ ઉમેર્યું હતું.
બોત્સવાનાની ખાણકામ કંપની સાથે માઈનિંગ લાઈસન્સ મામલે ડી બિયર્સ સાથે છેલ્લાં કેટલાંય સમયથી વાટાઘાટો ચાલી રહી છે. ડી બિયર્સના માઈનીંગ લાઈસન્સ 2029માં પુરા થઈ રહ્યાં છે. તેનો વેચાણ સોદો આવતા મહિનાના અંત સુધી જ છે, જેને આગામી દિવસોમાં ચાલુ રાખવા કે નહીં તે મામલે બોત્સવાના અને ડી બિયર્સ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.
બોત્સવાના સરકાર દ્વારા એવો ખુલાસો કરાયો છે કે મીડિયાના તાજેતરના આક્ષેપો એવો નિર્દેશ કરે છે કે બોત્સવાના સરકાર અથવા બોત્સવાનાના પ્રમુખ મોકગવેત્સી માસીસી ડી બિયર્સની ભાગીદારીનો અંત લાવવા માંગે છે. સરકાર ડી બિયર્સનો વિકલ્પ શોધી રહ્યાં છે, જે માસીસીના નામને બદનામ કરવાનો પ્રયાસ લાગી રહ્યો છે. આવા આક્ષેપો બંને પક્ષોના વિભાજનનું કાર્ય કરી રહ્યાં છે.
બોત્સવાના ગવર્નમેન્ટ કોમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમના ડેપ્યુટી પરમેન્ટેટ સેક્રેટરી વિલિયમ કેમોથો સેન્ટશેબેંગના નિવેદન અનુસાર આવી અફવાઓના લીધે સરકારની માન્યતાઓ બદલાશે નહીં અને તે દેશના હિતમાં સરકાર દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે તેને કોઈ અડચણ થશે નહીં. હાલ બંને પક્ષે વાટાઘાટો ચાલુ છે અને અમને વિશ્વાસ છે કે આ વાટાઘાટોનો અંત એક ફાયદાકારક સોદાના રૂપમાં બહાર આવશે.
ઉલ્લેખનીયછે કે મે મહિનામાં બોત્સવાનાના એક અખબારમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હીરા ઉદ્યોગમાં મંદી છે. ત્યારે બોત્સવાના બદમાશી કરી રહ્યું છે. ડી બિયર્સ સાથેની દાયકાઓ જૂની ભાગીદારીનો બોત્સવાના અંત લાવી રહ્યું છે. બંને પક્ષો વચ્ચેના સંબંધોના ભવિષ્ય પર આ અખબારમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો હતો. અખબારમાં કરાયેલા દાવા અને આક્ષેપોનો બોત્સવાના સરકારે રદિયો આપ્યો છે.
બેલ્જિયમના ઉત્પાદક કંપની એચબી એન્ટવર્પમાં બોત્સવાનાનું નવું રોકાણ તેના ડી બિયર્સ સાથેની ભાગીદારીને અસર કરશે કે નહીં તે મામલે સેન્ટશેબેંગે જણાવ્યું હતું કે આ નવા કરાર અને રોકાણ મિડસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તે ડી બિયર્સ સાથેની ભાગીદારીને અસર કરશે નહીં કે તેમાં કોઈ ફેરફાર પણ લાવશે નહીં. ડી બિયર્સે પણ બોત્સવાનાના અખબારના બીજા અહેવાલને રદિયો આપ્યો હતો. તે અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે ડી બિયર્સે રશિયન હીરા પરના યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યુંછે અને આરોપો બોત્સવાનાના માલને બદનામ કરી શકે છે. આ આક્ષેપોને ડી બિયર્સે પાયાવિહોણા ગણાવ્યા હતા.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM