દુનિયામાં ડાયમંડની માંગ ઘટવાને કારણે બોત્સ્વાનાના અર્થતંત્રની કમ્મર ભાંગી ગઇ

બોત્સ્વાના આ વર્ષની શરૂઆતમાં નિર્ધારિત અર્થતંત્ર વૃદ્ધિના 4.2 ટકાના લક્ષ્યાંકથી ઓછો રહી શકે, IMF 2024માં બોત્સ્વાના અર્થતંત્રમાં 3.6%થી વધુ વૃદ્ધિનો અંદાજ લગાવ્યો

Botswana economy broken Due to decrease in demand for diamonds in world
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બોત્સ્વાના, જે તેની નિકાસ આવકના 80 ટકા ડાયમંડ પર નિર્ભર રહે છે, તેનું કહેવું છે કે તેની અર્થવ્યવસ્થા પર વૈશ્વિર માંગમાં ઘટાડાથી અસર થઇ રહી છે.

રોઇટર્સના એક અહેવાલ મુજબ, સેન્ટ્રલ બેંકના Research And Financial Stability ડિરેક્ટર Innocent Molalapata એ એક આર્થિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે દેશ આ વર્ષની શરૂઆતમાં નિર્ધારિત અર્થતંત્ર વૃદ્ધિના 4.2 ટકાના લક્ષ્યાંકથી ઓછો રહી શકે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) 2024માં બોત્સ્વાના અર્થતંત્રમાં 3.6%થી વધુ વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે.

ડિરેક્ટર Innocent Molalapata એ કહ્યું કે, વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં અમે જે જોયું છે તે જોતાં, પ્રતિકૂળ વૈશ્વિક આર્થિક સ્થિતિઓ તેમજ સ્થાનિક માળખાકીય અવરોધો, કોઈ એવી અપેક્ષા રાખી શકે છે કે અમે અંદાજીત આર્થિક વૃદ્ધિ હાંસલ કરી શકીશું નહીં.

બેંક ઓફ બોત્સ્વાના દ્વારા માર્ચમાં બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, રફ ડાયમંડનું વેચાણ 2023માં માત્ર એક ક્વાર્ટર (25.1 ટકા) ઘટીને 3.44 બિલિયન ડોલર થવાની ધારણા છે.

બોત્સ્વાના કોઈપણ ખંડીય આફ્રિકન દેશની માથાદીઠ GDPનું સર્વોચ્ચ ગૌરવ ધરાવે છે, મોટાભાગે તેના હીરાના ઉત્પાદનને કારણે, જે તેને તેની 2.3 મિલિયન વસ્તી માટે મફત શિક્ષણ પ્રદાન કરી શકે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS