DIAMOND CITY NEWS, SURAT
ગ્લોબલ હાઈ જ્વેલરી બ્રાન્ડ્સ ચોપાર્ડ અને બાઉશેરોને કોચર જ્વેલરીનું અદ્દભૂત કલેક્શન લૉન્ચ કર્યું છે. આ બંને કંપનીઓ હાઈફેશન વર્લ્ડની સૌથી મોટી અને મહત્ત્વની મજબૂત બ્રાન્ડ છે. આ બંને બ્રાન્ડે કોચર અને જ્વેલરીને અલગ પાડતી પરંપરાગત મર્યાદાઓને દૂર કરી તેને એકબીજાથી સાંકળીને સર્જનાત્મકતાને વૈવિધ્ય બક્ષ્યું છે. બાઉશેરોને તાજેતરમાં 19મી સદીના કોચરથી પ્રેરિત એક નવી જ્વેલરીનું કલેક્શન લૉન્ચ કર્યું હતું, જ્યારે ચોપાર્ડના આર્ટ ડિરેક્ટર કેરોલિન શ્યુફેલે ભારતના એક્સપર્ટ કારીગરો સાથે ભાગીદારીમાં 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્વિસ બ્રાન્ડનું સૌપ્રથમ કોચર કલેક્શન રજૂ કર્યું હતું.
બાઉશેરોન હિસ્ટોર ડી સ્ટાઈલ કોચર જ્વેલરી કલેક્શનની તાકાત
બાઉશેરોનનું નવું હાઈ જ્વેલરી કલેક્શન હિસ્ટોર ડી સ્ટાઇલ ધ પાવર ઓફ કોચર 19મી સદીના ઉત્તરાર્ધના ફાઉન્ડર ફ્રેડરિક બાઉશેરોનના જ્વેલરી કલેક્શનના કાર્યો પરથી પ્રેરિત છે, જ્યાં તેમણે તેમની જ્વેલરીમાં રિબન, ટેસેલ્સ અને લેસ જેવા કોચર સૌંદર્ય શાસ્ત્રની ડિઝાઈનનો ઉપયોગ કર્યો હતો.
19મી સદીની શરૂઆતમાં ફ્રેડરિક બાઉશેરોનના પિતા લુઈસ બાઉશેરોન પેરિસમાં ડ્રેપર હતા. આસપાસના રેશમ અને લેસેસના પરિવેશમાં ઉછરેલા ફ્રેડરિકની જ્વેલરી ડિઝાઈન નાજુક, કોમળ શણગારથી પ્રભાવિત હતી, જે તે જમાનામાં હૌટ કોચરના દાગીનામાં વૈભવી ગણાતી હતી.
2024 સુધી ઝડપથી આગળ વધતાં બાઉશેરોનના વર્તમાન સર્જનાત્મક દિગ્દર્શક ક્લેર ચોઇસને નવા પાવર ઓફ કોચર કલેક્શનમાં ફાઉન્ડરના કોચર પ્રેરિત હેરિટેજ ઝવેરાતનું અવંત ગાર્ડ રેન્ડિશન ડિઝાઈન કર્યું છે. મુખ્યત્વે કુદરતી હીરા, સફેદ સોનું અને રોક સ્ફટિકોથી બનેલા કલેક્શનમાં 24 ઉચ્ચ જ્વેલરીના ટુકડાઓ છે.
એક નોંધપાત્ર ભાગ ‘લે નૂડ’ અથવા ધ બો છે, જે રોક સ્ફટિકોથી બનેલો છે જે ગ્રોસગ્રેન રિબનની જેમ કોમળ બનવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે. ફેબ્રિકનો દેખાવ પ્રાપ્ત કરવા માટે 435 હિમાચ્છાદિત રોક ક્રિસ્ટલ ટ્યુબને સેન્ડબ્લાસ્ટ કરવામાં આવી હતી અને ધનુષના આકારમાં એસેમ્બલ કરવામાં આવી હતી. ધનુષને હલકા વજનના અને શુદ્ધ સફેદ સોનાના ફ્રેમવર્ક સાથે હીરાની પંક્તિથી જડવામાં આવે છે અને અનોખા જ્વેલરી પીસના દેખાવને વધારવા માટે મોટા હીરાના પેન્ડન્ટ સાથે સમાપ્ત કરવામાં આવે છે જેને બનાવવામાં 2,600 કલાકનો સમય લાગ્યો હતો.
‘લે ટ્રાઇકોટ’ અથવા ‘ધ નીટ’ એ પ્રેરિત કાર્યનો બીજો ભાગ છે. ફોરરાગેર (ગૂંથવાની શૈલી) વેણીનું અનુકરણ રોક ક્રિસ્ટલ વડે કરવામાં આવે છે, જ્યાં દરેક વેણીને હાથ વડે આકાર આપવામાં આવે છે. ત્યાર બાદ સેન્ડ બ્લાસ્ટ કરીને એક કલરફૂલ વેણી બનાવવામાં આવે છે. નેકલેસની અંદર સફેદ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કલેકશનની રચના કરતી વખતે ચોઈસ્ને મેઈસનના પ્રતિષ્ઠિત ગ્રાહકો દ્વારા પહેરવામાં આવતા ઔપચારિક પરિવેશ પર પણ ધ્યાન આપ્યું હતું અને તેને વર્તમાન શૈલીમાં ઢાળવામાં આવી હતી. લગભગ 750 કલાક તેની પર આર્ટવર્ક કરાયું હતું. એલ એગલેટે અથવા ધ એગલેટે સામાન્ય રીતે લશ્કરી યુનિફોર્મ પર જોવા મળતી જ્વેલરીને સાકાર કરાઈ હતી. હિમાચ્છાદિત અસર સાથેની દોરી મોલ્ડેડ સપલ રોક ક્રિસ્ટલ્સથી બનાવવામાં આવે છે. જ્વેલરીના એગલેટ કુદરતી હીરાથી શણગારાયા છે.
સોશિયલ મીડિયા પર કલેક્શનના લોન્ચની જાહેરાત કરતા બાઉશેરોનના સીઈઓ, હેલેન પૌલિટ-ડુક્વેસ્ને કહ્યું કે, ધ પાવર ઑફ કોચર વધુ એક વખત બતાવે છે કે વારસો સમકાલીન કલેક્શન બનાવવા માટે પ્રેરણાનો પ્રચંડ સ્ત્રોત છે. મને ખાતરી છે કે હાઈ જ્વેલરીના ભવિષ્યની શોધ કરતી વખતે આપણે ભૂતકાળને શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ.
ચોપાર્ડનું ડેબ્યુ કોચર કલેક્શન
164 વર્ષ જૂની લક્ઝરી બ્રાન્ડે વૈશ્વિક જ્વેલરી અને ઘડિયાળના ક્ષેત્રમાં પહેલેથી જ તેનું સ્થાન મજબૂત કર્યું છે અને તેણે બેગ અને સનગ્લાસ જેવી એક્સેસરીઝ બનાવવાનું પણ કામ કર્યું છે. જોકે 2023માં જ આ બ્રાન્ડે ચોપાર્ડની જ્વેલરી વારસાથી પ્રેરિત સ્વિસ બ્રાન્ડના કલાત્મક નિર્દેશક કેરોલિન શ્યુફેલે દ્વારા ડિઝાઈન કરેલ તેનું સૌપ્રથમ કોચર કલેક્શન લોન્ચ કર્યું હતું.
76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રસ્તુત મેક્સિમિલિઆનો મોડેસ્ટી દ્વારા સ્થપાયેલી 2 મિલિયન એટેલિયર અને કલહથ ઇન્સ્ટિટ્યૂટમાં 50 કોચર સિલુએટ્સ આંશિક રીતે ભારતમાં બનાવવામાં આવ્યા હતા. આ કલેકશનમાં કરવામાં આવેલા તમામ ભરતકામ ભારતમાં કરવામાં આવ્યું હતું. ચોપાર્ડે એક નિવેદનમાં ગર્વથી જાહેર કર્યું કે આ બ્રાન્ડે ઉમદા સામગ્રીનો સોર્સ કર્યો છે. તે કારીગરોની કુશળતાનો ઉપયોગ કરીને અને કાપડ સાથે અનોખા ટેક્સચર બનાવવા માટે પ્રયોગો કરી દાગીનાની સુંદરતાને વધુ સમૃદ્ધિ બનાવી હતી.
90ના દાયકાના સુપરમોડેલ્સ નાઓમી કેમ્પબેલ, ઈવા હર્ઝિગોવા, હેલેના ક્રિસ્ટેનસેન અને નતાલિયા વોડિયાનોવા દ્વારા વિશેષ કોચર શો બંધ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના કોચર સંગ્રહોથી વિપરીત જે સિઝનલ છે. ચોપાર્ડે આ કલેકશનને તેના ઝવેરાતની જેમ જ કાલાતીત બનાવ્યો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM