બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિએ ભેટમાં મળેલી બે લક્ઝરી ઘડિયાળો વેચીને રૂપિયા ગજવે ઘાલી દીધા

બ્રાઝિલના કાયદા અનુસાર પ્રવાસીઓએ 1,000 ડોલરથી વધુ કિંમતની વસ્તુઓ જાહેર કરવી અને તેમની અડધી કિંમત ટેક્સમાં ચૂકવવી જરૂરી છે.

Brazils ex-president cashes in on two luxury watches he received as gifts
ફોટો : સાઓ પાઉલો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જપ્ત કરાયેલ વસ્તુઓ. (સૌજન્ય : બ્રાઝિલનું ફેડરલ રેવન્યુ ડિપાર્ટમેન્ટ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો 3.2 મિલિયન ડોલરની ડાયમંડ જ્વેલરી જાહેર કરવામાં નિષ્ફળ ગયા છે એવો ફેડરલ પોલીસે આરોપ લગાવ્યો છે એવું એસોસિયેટ પ્રેસના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

સાઓ પાઉલો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોપાર્ડ ડાયમંડ નેકલેસ, ઈયરિંગ્સ અને ઘડિયાળ, સાઉદી સરકાર તરફથી તેમને અને તેમની પત્ની મિશેલને મળેલી ભેટ સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યા બાદ માર્ચ 2023માં તપાસ શરૂ કરવામાં આવી હતી.

બ્રાઝિલના કાયદા અનુસાર પ્રવાસીઓએ 1,000 ડોલરથી વધુ કિંમતની વસ્તુઓ જાહેર કરવી અને તેમની અડધી કિંમત ટેક્સમાં ચૂકવવી જરૂરી છે.

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિના કલેક્શનથી ભેટસોગાદોને કરમાંથી મુક્તિ છે, પરંતુ પોલીસે દાવો કર્યો છે કે બોલ્સોનારોએ બે લક્ઝરી ઘડિયાળોના વેચાણમાંથી લગભગ 70,000 ડોલરની કમાણી કરી હતી.

સુપ્રિમ કોર્ટે હજુ નક્કી કરવાનું બાકી છે કે શું આરોપો દાખલ કરવા અને બોલ્સોનારોને ટ્રાયલ ઊભા કરવા દબાણ કરવું.

2022માં લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે સત્તા ગુમાવ્યા બાદથી ભૂતપૂર્વ જમણેરી નેતા બોલ્સોનારોને આરોપોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કોવિડ છેતરપિંડીથી લઈને રાષ્ટ્રપતિ મહેલમાં બળવો ભડકાવવા અને Jet Ski સવારી દરમિયાન હમ્પબેક વ્હેલને ખલેલ પહોંચાડવાનો સમાવેશ થાય છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS