સુરતનો ડાયમંડ ઉદ્યોગ રશિયા સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલો છે કારણ કે રફ ડાયમંડ માટેના કેટલાક મહત્વના સ્ત્રોત પૈકીનો એક છે. હાલ જે રીતે યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ઊભો થયો છે અને યુદ્ધની સ્થિતિ સર્જાઇ ગઇ છે ત્યારે સ્વાભાવિક રીતે જ આંતરરાષ્ટ્રીય બજાર ઉપર પણ હવે તેની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે વિશેષ કરીને સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિદેશ સાથે સંકળાયેલો છે એમાં પણ ચીન, અમેરિકા-રશિયા જેવા મહત્વના દેશો સાથે વ્યાપાર ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે. રશિયાએ જે રીતે યુક્રેન ઉપર આક્રમણ કરવાનું શરૂ થયું છે. તેને કારણે વિશ્વભરના દેશો આ તણાવભરી સ્થિતિની અંદર અનેક શક્યતાઓ જોઈ રહ્યા છે. રશિયાએ યુકેન ઉપર હુમલા શરૂ કરી દીધા છે. લોકોના જીવ પણ જોખમમાં મૂકાઇ જાય તેવી સ્થિતિ છે અને વેપાર ઉદ્યોગ ઉપર પણ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર માઠી અસર થાય તેમ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થતાની સાથે જ હવે યુરોપિયન દેશો કયા પ્રકારના નિર્ણયો લે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. યુદ્ધની સ્થિતિમાં હજી પણ સમય વધુ પસાર થાય તો અમેરિકા જેવા દેશો રહ્યા સાથેના સંબંધો ઉપર વ્યાપારિક દૃશ્ટિએ કયા પ્રકારના પ્રતિબંધો અને નિયંત્રણ લાદે છે તેનાથી આગામી દિવસોમાં વેપાર ઉપર કેવી અસર થશે તે ફલિત થઇ શકે છે. યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલ આ યુદ્ધને કારણે યુરોપિયન બેંકો હવે કયા નિર્ણય લે છે તે મહત્ત્વનું બની રહેશે.
રશિયા અને યુક્રેન વચ્ચે યોજના થાય તેને માટે અમેરિકા દ્વારા ચારે તરફથી દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયન પ્રમુખ સાથે પણ વાત કરી હતી. અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ ઓ વચ્ચે ખૂબ લાંબી ચર્ચા થઈ હતી અને આ યોજના છે તેના માટે પણ બંને વચ્ચે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પરંતુ રશિયન દ્વારા તમામ બાબતોને નકારી કાઢીને યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરી દીધું છે અને છેલ્લા થોડા સમયથી સતત આક્રમણનો દોર શરૂ કરાયો છે.
જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે અમેરિકા જો અલરોસા જેવી કંપની સાથે વેપાર ઉપર પ્રતિબંધ મુકી દે તો રફ ડાયમંડની અછત ઊભી થઈ શકે છે. દેશમાં જે રફ ડાયમંડની ડિમાન્ડ છે તે ડિમાન્ડ પૂરી થવામાં મુશ્કેલી આવી શકે છે. ડાયમંડ ઉદ્યોગ માટે રફ ડાયમંડ ખૂબ જરૂરી છે કારણ કે આપણે ત્યાં સૌથી વધુ પોલિસી નું કામ થાય છે અને જ્વેલરી પણ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. અમેરિકાએ વારંવાર વસ્તુઓને યોગ્ય ઉપર હુમલો ન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હોય તેવું હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. યુરોપિયન બેંકો કયા પ્રકારના પ્રતિબંધો મૂકે છે તેને અસર ઉદ્યોગો પર કેવી રીતે પડશે તે આગામી દિવસોમાં પડશે અત્યારથી એના વિશે કહેવું ખૂબ જ ઉતાવળ ભર્યું હશે.
યુક્રેન દ્વારા હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો છે કે રશિયાને આક્રમણ કરતા રોકવા માટે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ અને યુદ્ધની જ સ્થિતિ ઊભી થઈ છે તે અટકી જાય તેના માટે ભારતીય પ્રયાસ કરવા જોઈએ. યુકેન ખૂબ જ સારી રીતે જાણે છે કે ભારત અને રશિયા ના સંબંધો ખૂબ જ મજબૂત છે અને પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો તાલમેલ પણ ખૂબ જ સારો છે. જો ભારત મધ્યસ્થી કરી અને રશિયાના પ્રેસિડેન્ટ પતિને સમજાવે તો કદાચ યુદ્ધ પરિસ્થિતિ શાંત થઈ શકે છે અને મોટી ખૂનામરકી પણ ન થાય અને વેપાર ઉદ્યોગ ઉપર પણ તેની આડઅસરો ના થાય. જોકે આ સમગ્ર સ્થિતિને વચ્ચે ભારતે પોતાનું સ્ટેન્ડ ખૂબ જ સ્પષ્ટ રીતે રાખ્યું છે અત્યારે તે રશિયા લીધેલા એક્શન ઉપર કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યું નથી તેણે રશિયાએ કરેલા હુમલાને સમર્થન પણ નથી આપ્યો અને તેની ટીકા પણ નથી કરી. યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધને કારણે હવે ઉદ્યોગ ઉપર કેવા પ્રકારની થશે તેને લઈને નિષ્ણાંતો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે પરંતુ એક વાત ચોક્કસ છે કે યુદ્ધ જેવી સ્થિતિના કારણે વિદેશ સાથે સંકળાયેલા આયાત અને નિકાસ ઉપર તેની સીધી અસર થતી હોય છે જેમાં દરેક બાબતોનો સમાવેશ થઈ જતો હોય છે પરંતુ આપણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને રશિયામાં પણ આવું ઉદ્યોગ ખૂબ જ મોટા પાયે વિસ્તરેલો છે. રફ ડાયમંડની આપણી જે ડિમાન્ડ છે તે રશિયા પૂરી કરી છે અને તેના કારણે ત્યાં જ યુદ્ધ પરિસ્થિતિ હોય તો સ્વાભાવિક રીતે જ આ ડાયમંડની આયાત ઉપર મોટો પ્રશ્ન સર્જાશે અને તેની સીધી અસર સુરત સહિત દેશભરના હીરો ઉદ્યોગ અને જ્વેલરી ઉદ્યોગ પર દેખાશે.