ઓનલાઈન જ્વેલરી કંપની બ્રિલિયન્ટ અર્થને તાજેતરમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. કંપનીની જ્વેલરીના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 2023ના પહેલાં ત્રિમાસિક સમયગાળામાં કંપનીની જ્વેલરીનું વેચાણ રેડ ઝોનમાં જતું રહ્યું હતું. કારણ કે અમેરિકાના બજારમાં ગ્રાહકો તરફથી ડિમાન્ડ નહીં હોવાના લીધે કંપનીને સારા ઓર્ડર મળ્યા નહોતા.
રિટેલર્સેના જણાવ્યા અનુસાર આવક વાર્ષિક ધોરણે 2.3 ટકા ઘટીને 97.7 મિલિયન ડોલર થઈ છે. કંપનીએ એક વર્ષ અગાઉ 3.4 મિલિયનનો નફો કર્યો હતો તેની સરખામણીમાં આ વર્ષે 440,000 ડોલરની ચોખ્ખી ખોટ નોંધાઈ છે. સાન ફ્રાન્સિસ્કો ખાતેની બ્રિલિયન્ટ અર્થ કંપની પોતાના નૈતિક રીતે મેળવેલા સ્ટોન અને જ્વેલરીમાં પોતાને એક્સપર્ટ તરીકે રજૂ કરે છે. જે કુદરતી અને કૃત્રિમ હીરા ઓફર કરે છે. આ કંપની ઈ કોમર્સ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ કરે છે. કંપનીના લગભગ 30 શો રૂમ ચાલે છે. જ્યાં ગ્રાહકો મર્ચેન્ડાઈઝ જોઈ શકે છે.
ગઈ તા. 31મી માર્ચે પૂરા થતાં ત્રણ મહિનામાં ઓર્ડરની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો હતો, પરંતુ સરેરાશ મૂલ્ય 11 ટકા ઘટ્યું હતું, જેના પરિણામે નફો ઘટ્યો હતો એમ મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટતા જાહેર કરાઈ છે. કંપનીએ કહ્યું કે 10,000 ડોલરથી વધુ કિંમતની જ્વેલરી માટે વેચાણમાં વૃદ્ધિ મધ્યમ જણાઈ છે. ઓછી કિંમતના દાગીનાના વેચાણમાં વધારો થયો હતો.
કંપનીના પર્ફોમન્સમાં ગયા વર્ષના અપવાદરૂપે બિઝી વેડિંગ કૅલેન્ડર સાથે પ્રતિકૂળ સરખામણી પણ પ્રતિબિંબિત થઈ હતી. કારણ કે કોવિડ-19 રોગચાળાને કારણે યુગલોએ લગ્ન કરવામાં વિલંબ કર્યો હતો. સીઇઓ બેથ ગેર્સ્ટેઇને જણાવ્યું હતું કે આ પરિબળ વર્ષના અંતમાં કદાચ સરળ બનશે. વર્ષના અંત સુધીમાં કંપનીનું પર્ફોમન્સ સુધરી શકે છે. પહેલાં ક્વાર્ટર માટે વેચાણ હજુ પણ કંપનીના $94 મિલિયનથી $96 મિલિયનની આગાહી કરતાં વધી ગયું છે જે સારા સંકેત છે એમ ગેરસ્ટેઇને નિર્દેશ કર્યો હતો.
ગેરસ્ટેઈને વધુમાં કહ્યું કે, અમે આગળની તકો વિશે ઉત્સાહિત છીએ અને ઉત્પાદન નવીનતા અને ક્યુરેશનથી લઈને શો રૂમ વિસ્તરણ સુધીની અમારી વ્યૂહાત્મક પહેલોની સતત સફળતાની અપેક્ષા રાખીએ છીએ. જ્યારે અમારા સ્માર્ટ એસેટ-લાઇટ બિઝનેસ મોડલના અનન્ય ગુણો સાથે જોડીએ છીએ, ત્યારે અમે અમારા વાર્ષિક ધ્યેયોને પૂર્ણ કરવા માટે સારી સ્થિતિમાં છીએ.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM