બ્રિટિશ ડિઝાઈનરને કુદરતી હીરા કરતા લેબગ્રોન ડાયમંડ વધુ પસંદ છે!

કુદરતી હીરાના બદલે હું લેબગ્રોન ડાયમંડ અને કેનમાંથી રિસાયકલ કરેલી એલ્યુમિનિયમને વધુ પસંદ કરીશ. : બ્રિટિશ ડિઝાઈનર એનાબેલા ચાન

British Designer Loves Labgrown Diamonds More Than Natural Diamonds
ફોટો : રિંગ્સ અને કેન. (સૌજન્ય: @ઇન્સ્ટાગ્રામ - એનાબેલા ચાન)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

કેટલાક લોકો માટે અબજો વર્ષો સુધી પૃથ્વીના પેટાળમાં તપીને બનેલા કુદરતી હીરા એ અંતિમ વૈભવ છે, પરંતુ પુરસ્કાર વિજેતા બ્રિટિશ ડિઝાઇનર લેબગ્રોન સ્ટોન અને રિસાયકલ કરેલા કેનની ધાતુનો ઉપયોગ કરીને ઘડવામાં આવેલી જ્વેલરીનું મૂલ્ય વધુ આંકે છે.

બ્રિટિશ ડિઝાઈનર એનાબેલા ચાનેના મતે હીરાની ખાણોમાં કામ કરવાની સ્થિતિ નબળી હોવાનું જોયા પછી તેણીએ કુદરતી હીરાના બદલે અન્ય ધાતુઓને જ્વેલરી ડિઝાઈન માટે પસંદ કરી ચાને સેન્ટ્રલ લંડનના નાઈટ્સ બ્રિજના બુટિકમાં કહ્યું કે, આ વિશ્વની કેટલીક સૌથી કિંમતી અને મૂલ્યવાન ચીજવસ્તુઓ છે, જેનો મારા માટે કોઈ અર્થ નથી. તેણીનો ઈશારો કુદરતી હીરા તરફ હતો. ચાને કહ્યું કુદરતી હીરાના બદલે હું લેબોરેટરીમાં ઉત્પાદિત લેબગ્રોન ડાયમંડ અને કેનમાંથી રિસાયકલ કરેલી એલ્યુમિનિયમને વધુ પસંદ કરીશ. રિસાયકલ ફાર્મિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરેલા મોતી પણ મને પસંદ છે.

ચાનની કંપની વેચાણના આંકડા આપતી નથી પરંતુ જણાવ્યું હતું કે તેણે કોવિડ-19 રોગચાળા પછી આ સેક્ટરમાં મજબૂત માંગ જોઈ છે. તેણીએ નવેમ્બરમાં બ્રિટિશ લક્ઝરી એવોર્ડ્સમાં “ગેમ ચેન્જર” કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો.

ઈડાન ગોલાન ડાયમંડ રિસર્ચના ડેટા અનુસાર લેબગ્રોન ડાયમંડની જ્વેલરી માર્કેટમાં 20 ટકાનો વધારો નોંધાયો છે, જેનાથી વૈશ્વિક નફો 15 બિલિયન ડોલર થયો છે. આ સેક્ટરમાં જેમ જેમ વધુ ઉત્પાદકો પ્રવેશ કરે છે તેમ  લેબગ્રોન હીરાના વેચાણના ભાવમાં ઘટાડો થયો છે અને બ્રાન્ડ્સ પોતાને અલગ પાડવાનું વિચારી રહી છે, ખાસ કરીને જ્વેલરી ડિઝાઇન ક્ષેત્રે બ્રાન્ડ્સ અલગ ઓળખ ઉભી કરવા માંગે છે.

લેબમાં ઉત્પાદીત હીરાના મુખ્ય રિટેલર પાન્ડોરામાં, હીરાના વડા જોશુઆ બ્રામેને જણાવ્યું હતું કે લેબમાં ઉગાડવામાં આવેલા જેમ્સ જ્વેલરી ડિઝાઇન માટે વધારાનો અવકાશ ઉભી કરી શકે છે. તફાવતનો બીજો મુદ્દો ટકાઉપણું હોઈ શકે છે. ચાન એવા સપ્લાયર્સ પર આધાર રાખે છે કે જેઓ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને પકડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે જે અન્યથા હીરા બનાવવા માટે વાતાવરણમાં છોડવામાં આવશે, “તેથી અસરકારક રીતે કંઈક નેગેટિવ લે છે અને તેને સકારાત્મકમાં ફેરવે છે,” ચાને કહ્યું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS