Bruce Cleaver Relinquishes His Position on the Board of Directors of De Beers
ફોટો : બ્રુસ ક્લીવર. (ડી બીયર્સ)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વની સૌથી મોટી માઈનીંગ કંપની પૈકીની એક ડી બિયર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જવાબદારીઓમાં ભારે ફેરફાર થયા છે. કંપનીના બોડ ઓફ ડાયરેક્ટર્સ પૈકીના એક બ્રુસ ક્લીવરે પોતાની કોચર તરીકેની ભૂમિકા છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. બ્રુસ લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરીંગ કંપની એલીમેન્ટ સિક્સના બોર્ડમાં પણ પોતાનું સ્થાન છોડશે.

કંપનીના સીઈઓ તરીકે છ વર્ષ જવાબદારી નિભાવ્યા બાદ આ પદ પરથી દૂર હટ્યા બાદ વર્ષ 2023ની શરૂઆતમાં ક્લીવરે આ પગલું ભર્યું છે. ડી બીયર્સના પ્રવક્તા અલ કૂકે કહ્યું કે, બોર્ડમાં ક્લીવરની નિમણૂંક તેમના નેતૃત્વને વધુ સરળ અને સક્ષમ બનાવવા માટે હતી. તેઓ બોર્ડમાં હતા ત્યારે તેમણે બોત્સવાનાની રિપબ્લિક સરકાર સાથેની વ્યાપારી વાટાઘાટોને અંતિમ રૂપ આપવાના મુદ્દાને સમર્થન આપ્યું હતું.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વનો કાર્યકાળ પૂરો થવા બાદ ડી બિયર્સ અને બોત્સવાનાએ નવા કરારો માટે શરતોના મુસદ્દા પર હસ્તાક્ષર કર્યા હતા. બ્રુસે તે ઉદ્દેશો પૂરા કર્યા છે જેના માટે બોર્ડમાં તેઓ હતા. પોતાની જવાબદારી નિભાવ્યા બાદ બ્રુસે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી પોતાના પદનો ત્યાગ કર્યો છે.

પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, ક્લીવર સલાહકાર પેનલમાં સામલે રહેશે. ડી બીયર્સ પેરેન્ટ કંપની એંગ્લો અમેરિકનના સીઈઓ ડંકન વેનબ્લાડ હવે માઈનીંગ કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સના એક માત્ર પ્રેસિડેન્ટ રહેશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS